બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / As air travel becomes cheaper, ATF prices have come down once again

રાહત / આનંદો! હવાઈ મુસાફરી સસ્તી થવાના એંધાણ, ATFના કિંમતમાં ફરી એકવાર થયો ઘટાડો

ParthB

Last Updated: 02:56 PM, 16 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાંબી રાહ અને સતત ભાવ વધારા બાદ શનિવારે એવિએશન ફ્યુઅલ (ATF)ના ભાવમાં 2.2 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

  •  આ વર્ષે માત્ર બીજી વખત ATFની કિંમતમાં ઘટાડો કરાયો 
  • એરક્રાફ્ટના સંચાલનમાં ATF પર ખર્ચનો હિસ્સો 40 ટકા રહે છે
  • ATFની કિંમતમાં ઘટાડો  થતાં  હવાઈ યાત્રા પણ થઈ શકે છે સસ્તી 

આ ઘટાડો આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં ઘટાડાને કારણે થયો છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓની પ્રાઇસ નોટિફિકેશન અનુસાર, ATFની કિંમત 3,084.94 રૂપિયા પ્રતિ કિલોલીટર અથવા 2.2 ટકા ઘટીને 1,38,147.93 રૂપિયા પ્રતિ કિલોલીટર કરવામાં આવી છે.

આ વર્ષે માત્ર બીજી વખત ATFની કિંમતમાં ઘટાડો કરાયો

ગયા મહિને તેની કિંમત 1,41,232.87 રૂપિયા પ્રતિ કિલોલીટર (141.23 રૂપિયા પ્રતિ લિટર)ની ટોચે પહોંચી હતી. છેલ્લા પખવાડિયાના આંતરરાષ્ટ્રીય તેલના ભાવના આધારે દર મહિનાની 1લી અને 16મી તારીખે ATFના ભાવમાં સુધારો કરવામાં આવે છે. આ પહેલા 1 જુલાઈએ કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.

ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલી નરમાઈના કારણે આ ઘટાડો આવ્યો

માનવામાં આવી રહ્યુ છે કે, ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલી નરમાઈના કારણે આ ઘટાડો આવ્યો છે. છેલ્લા એકાદ અઠવાડિયાથી ક્રૂડ 100 ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. છેલ્લા દિવસોમાં તે 120 ડોલરની નજીક હતો. હવે ભાવ નીચે આવ્યા છે અને ક્રૂડમાં વધુ ઘટાડાની અનુમાન લગાવવામાં આવી રહી છે. તેથી ATF પણ સસ્તું થયું છે.વર્ષ 2022માં જ એર ફ્યુઅલની કિંમતોમાં સતત 10 વખત વધારો કરવામાં આવ્યો છે. આ પછી, 1 જૂને, તેની કિંમતોમાં 1.3 ટકાનો નજીવો ઘટાડો કરવામાં આવ્યો હતો. જે બાદ ફરી તેમાં જોરદાર વધારો થયો હતો. આ બીજી વખત કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

હવાઈ યાત્રા પણ સસ્તી થઈ શકે છે 

એરક્રાફ્ટના સંચાલનમાં ATF પર ખર્ચનો હિસ્સો 40 ટકા રહે છે. આ જ કારણ છે કે હવાઈ ઈંધણના ભાવમાં વધારાની સીધી અસર મુસાફરો પર પડે છે. આ વર્ષે 16 માર્ચે કંપનીઓએ ATFમાં સૌથી મોટો વધારો કર્યો હતો. ત્યારબાદ કિંમતમાં 18.3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી, 1 એપ્રિલે પણ કિંમતોમાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે 16 એપ્રિલે તે 0.2 ટકા અને 1 મેના રોજ 3.22 ટકા વધ્યો હતો. હવે જ્યારે કિંમતો ઘટાડવામાં આવી રહી છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે હવાઈ મુસાફરી પણ સસ્તી થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ