બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Arbuda Sena statement on the arrest of Vipul Chaudhary

ગુજરાત / રાજકીય કિન્નાખોરી રાખી વિપુલ ચૌધરીને હેરાન કરાયા, ફરિયાદમાં 31 કંપનીનો ઉલ્લેખ પરંતુ 27 કંપનીના નામ નથી જણાવતા: અર્બુદા સેના

Vishnu

Last Updated: 08:05 PM, 28 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફરિયાદમાં 31 કંપનીનો ઉલ્લેખ પરંતુ 27 કંપનીના નામ નથી જણાવતા, રાજકીય કિન્નાખોરી રાખીને અમુક લોકો લગાવી રહ્યા છે આરોપ: અર્બુદાસેના

  • અર્બુદા સેનાના પ્રવક્તાનું નિવેદન 
  • "વિપુલ ચૌધરી પર લગાવાયા છે ખોટા આરોપ"
  • "રાજકીય કિન્નાખોરી રાખીને લગાવાયા આરોપ"

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની 800 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ 7 દિવસના રીમાન્ડપુર્ણ થતાં તેમણે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. મહત્વનું છે કે ACBએ મહેસાણા કોર્ટ પાસે વિપુલ ચૌધરીના વધુ 6 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પણ  કોર્ટે  તેણે નામંજૂર કરી હતી. ત્યારે હવે અર્બુદા સેના-અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને આંજણા ચૌધરી સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે.

'હોર્ડિંગની ખરીદી વિપુલ ચૌધરીના કાર્યકાળની સમાપ્તિ પછી થઈ'

પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડને લઈ અર્બુદાસેનાના પ્રવક્તા રાજન ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. તેઓ કહ્યું કે વિપુલ ચૌધરી પર ખોટા આરોપો લગાવામાં આવ્યા છે. વિપુલ ચૌધરીએ વિદેશમાં કોઇ મકાન નથી લીધુ. રાજકીય કિન્નાખોરી રાખીને અમુક લોકો તેમણે ફસાવી રહ્યા છે. વિપુલભાઇને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે.ફરિયાદમાં 31 કંપનીનો ઉલ્લેખ પરંતુ 27 કંપનીના નામ નથી જણાવતા, ચાર કંપની સાથે કોઈ નાંણાકીય વ્યવહાર નથી થયો.  હોર્ડિંગની ખરીદી વિપુલ ચૌધરીના કાર્યકાળની સમાપ્તિ પછી થઈ છે.અર્બુદાસેનાના કાર્યકરોએ સરકારોએ અલ્ટિમેટમ આપીને આગામી ચૂંટણીમાં પોતાના રુખ વિશે ગર્ભિત ઈશારો કર્યો હતો.

વિપુલ ચૌધરી સામે ED તપાસ કરી શકે
પણ બીજી તરફ વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. વિપુલ ચૌધરી સામે ED તપાસમાં જોતરાઈ શકે તેવા સંકેત મળી રહ્યા છે. કરોડોના શંકાસ્પદ વ્યવહારની ACBએ EDને કરી જાણ કરી છે. વિદેશમાં પણ કરોડોના વ્યવહાર થયાનું તપાસમાં ખુલ્યુ છે. બોગસ કંપની મારફતે થયેલા વ્યવહારોની તપાસ ED કરશે.રજિસ્ટર થયેલી 4 કંપનીઓ અસ્તિત્વમાં જ ન હોવાનું ખુલ્યુ છે.

7 લાખ મતદારો પર પ્રભુત્વ ધરાવે છે વિપુલ ચૌધરી
આંતરિક રીતે વિપુલ ચૌધરીને ભાજપના સાંસદ ભરસિંહ ડાભીનો પણ સપોર્ટ છે. ચૌધરી સમાજના પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં નિર્ણાયક મતદારો છે. પાટણમાં રાધનપુર ખેરાલુ, મહેસાણા વિસનગર વિજાપુર બેઠક પર અસર કરી શકે. આ વિસ્તારમાં ચૌધરી સમાજના અંદાજે ૭ લાખ જેટલા મતદારો છે.

31 હજાર રોકડ અને દસ્તાવેજો કબજે લેવાયા
20 સપ્ટેમ્બરના રોજ વિપુલ ચૌધરીના ઘરે ACBની ટીમે તપાસ આદરી હતી. ગાંધીનગરમાં વહેલી સવારે 4 વાગ્યથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગાંધીનગર ACBટીમે 15 વર્ષ અગાઉના એક કેસમાં તપાસ અર્થે રેડ કરી હતી. માણસા રોડ પર પંચશીલ બંગલો પર કરેલી આ તપાસમાં ACBની ટીમને 31 હજાર રોકડ રકમ હાથ લાગી હતી. તેમજ તે સિવાય અન્ય દસ્તાવેજો પણ કબ્જે કરાયા હતા. વિપુલ ચૌધરીના પત્ની સહિત સમગ્ર પરિવાર ઘરેથી ગાયબ જોવા મળ્યો હતો.

800 કરોડના કૌભાંડનો આરોપ
મહત્વનું છે કે રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 800 કરોડના કૌભાંડનો આરોપ છે. જેને લઇ  ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેઓની ગાંધીનગર ખાતેથી ગત ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વિપુલ ચૌધરીની ધરપકડ થતા સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ