બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Another superstar's entry in 'Singham Again', Rohit Shetty shares the look of Veer Suryavanshi from Cop Universe

મનોરંજન / વધુ એક સુપરસ્ટારની 'Singham Again'માં એન્ટ્રી, રોહિત શેટ્ટીએ કોપ યુનિવર્સમાંથી શેર કર્યો વીર સૂર્યવંશીનો લૂક

Megha

Last Updated: 10:46 AM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય કુમારે રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સ કેરેક્ટર વીર સૂર્યવંશીનો લૂક શેર કર્યો હતો જેમાં તે હેવી-ડ્યુટી એક્શન સીન વચ્ચે હેલિકોપ્ટરમાંથી કૂદતો જોવા મળ્યો હતો.

  • 'સિંઘમ અગેન'માં વધુ એક મોટા એકટરની એન્ટ્રી 
  • રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સ કેરેક્ટર વીર સૂર્યવંશીનો લૂક શેર કર્યો
  • હેલિકોપ્ટરમાંથી કૂદતા નજર આવ્યો અક્ષય કુમાર 

'સિંઘમ અગેન'માં અજય દેવગન ચોક્કસપણે મુખ્ય ભૂમિકામાં હશે. તે જ સમયે, નિર્દેશકો રોહિત શેટ્ટી અને અજય બે મોટી સ્ટાર કાસ્ટના નામની જાહેરાત કરી ચૂક્યા છે. હવે આ ફ્રેન્ચાઇઝી અને કોપ યુનિવર્સમાં અન્ય એક મોટો એક્ટરની એન્ટ્રી થઈ છે.  

અક્ષય કુમાર હાલમાં રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિંઘમ અગેન'નું શૂટિંગ કરી રહ્યો છે અને ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે અક્ષય કુમારે ચાહકોની આ ઉત્સુકતા વધારી દીધી છે. ફિલ્મ 'સિંઘમ અગેન'માં અક્ષય કુમારનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. 

અક્ષય કુમારે રવિવારે રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સ કેરેક્ટર વીર સૂર્યવંશીનો લૂક શેર કર્યો હતો. આ લુકમાં, તે હેવી-ડ્યુટી એક્શન સીન વચ્ચે હેલિકોપ્ટરમાંથી કૂદતો બતાવવામાં આવ્યો છે. આ શેર કરતાં રોહિત શેટ્ટીએ લખ્યું, "સિંઘમ અગેઇન, અમે અમારા ચાહકો જે કરવા માંગે છે તે કરી રહ્યા છીએ! તો તે અહીં છે...અક્ષય કુમાર અને એક હેલિકોપ્ટર! અમે સૂર્યવંશીના બે વર્ષ પૂર્ણ કર્યા, ત્યારે વીર સૂર્યવંશી સિંઘમ સાથે આ લડાઈમાં જોડાયા. "

સિંઘમમાં અક્ષય કુમાર એટીએસ ચીફ વીર સૂર્યવંશીની ભૂમિકા ફરી ભજવશે. આ ઉપરાંત રણવીર સિંહ પણ 'સિમ્બા'ના રોલમાં જોવા મળશે. આ બે સિવાય દીપિકા પાદુકોણ અને ટાઈગર શ્રોફ પણ આ કોપ યુનિવર્સમાં જોડાશે. ચર્ચા છે કે આ ફિલ્મમાં અર્જુન કપૂર નેગેટિવ રોલમાં જોવા મળશે. આ અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. 

એવી પણ ચર્ચા છે કે 'સિંઘમ અગેન'ની વાર્તા રામાયણ પર આધારિત હોઈ શકે છે. 'સિંઘમ અગેન'નું શૂટિંગ યશરાજ સ્ટુડિયો, મુંબઈ અને હૈદરાબાદમાં શરૂ થઈ ગયું છે. સાથે જ ફિલ્મનો જોરદાર ક્લાઈમેક્સ પણ ટૂંક સમયમાં શૂટ કરવામાં આવશે, જેના પર 25 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવશે. 'સિંઘમ અગેન' 15 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થશે. અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' પણ તે જ દિવસે રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ ડેટ મુલતવી રાખવા અંગે હજુ સુધી કોઈ નિર્માતાએ ટિપ્પણી કરી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ