બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Another Pakistani love story like Seema Haider, how Gulzar reached India

બહુ કરી / પબજી-FB બાદ હવે સામે આવી રોંગ નંબરની લવસ્ટોરી: પાકિસ્તાનથી ભારત આવ્યો ગુલઝાર... કર્યું એવું કે થઈ ગઈ ધરપકડ

Megha

Last Updated: 12:43 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2010માં જ્યારે દૌલત બી ફોનમાં રોંગ નંબરથી મિસ્ડ કોલ જોઈને પરત કોલ કર્યો ત્યારે તાર પાડોશી દેશના ગુલઝાર સાથે જોડાયા,આ રીતે શરૂ થયેલ પ્રેમ માટે સરહદ પાર કરી દુબઈ થઈને ભારત પહોંચ્યો હતો ગુલઝાર

  • મિસ્ડ કોલ દ્વારા શરૂ થયેલ પ્રેમ માટે સરહદ પાર કરી ભારત પહોંચ્યો ગુલઝાર 
  • પ્રેમમાં પડી દુબઈ થઈને ભારતમાં આવ્યો હતો ગુલઝાર 
  • ગુલઝારે પાકિસ્તાન જવાનું વિચાર્યું અને એરપોર્ટ પકડાઈ ગયો 

છેલ્લા થોડા દિવસોથી સીમા હૈદર-સચિન અને અંજુ-નસરુલ્લાની લવસ્ટોરી આંતરરાષ્ટ્રીય ચર્ચામાં છે અને લોકો તેની જ વાતો કરી રહ્યા છે. એવામાં આ દરમિયાન આવી જ બીજી એક પ્રેમ કહાની સામે આવી, જ્યાં એક પાકિસ્તાની વ્યક્તિ એક મિસ્ડ કોલ દ્વારા શરૂ થયેલ પ્રેમને કારણે ખરેખર સરહદ પાર કરીને ભારત પહોંચ્યો હતો. હાલમાં તે નકલી દસ્તાવેજોના કારણે કાનૂની અડચણોનો સામનો કરી રહ્યો છે. શું છે આખી વાત ચાલો એ વિશે જાણીએ.. 

ગુલઝારે સરહદ પાર કરવાનો નિર્ણય લીધો
વાત આંધ્ર પ્રદેશના નંદ્યાલ જિલ્લાની છે અને આ કહાનીના પાત્રો પાકિસ્તાનના ગુલઝાર અને ભારતના દૌલત બી છે. મહત્વની વાત એ છે કે આ કહાની 13 વર્ષ પહેલા શરૂ થઈ હતી. વર્ષ 2010માં જ્યારે દૌલત બી ફોનમાં મિસ્ડ કોલ જોઈને પરત કોલ કર્યો ત્યારે તાર પાડોશી દેશના ગુલઝાર સાથે જોડાયેલા હતા. એ બાદ ફોનથી જ બંનેની ઓળખાણ શરૂ થઈ અને માત્ર એક મિસ્ડ કોલથી લાંબી વાતચીત સુધીની સફર પંહોચી. વાત અંતે પ્રેમમાં પરિણમી અને ગુલઝારે સરહદ પાર કરવાનો નિર્ણય લીધો.

દુબઈ થઈને ભારતમાં આવ્યો હતો ગુલઝાર 
એક મીડિયા રિપોર્ટ અનુસાર ગુલઝાર દુબઈ થઈને ભારતમાં પ્રવેશ્યા અને દૌલત બીએ તેને પરિવારની સામે આવી ગયો. અહીંથી સંબંધો પર મહોર લાગી અને બંનેએ લગ્ન કરી લીધા.એટલું જ નહીં ગુલઝારે પોતાના અને તેના ચાર બાળકોના આધાર કાર્ડ પણ બનાવડાવ્યા હતા .લગ્ન પછી જ્યાં દોલત બી મજૂરી કામ કરતી ત્યાં રહીને ગુલઝારે પેઇન્ટિંગનું કામ શરૂ કર્યું.

ક્યાં આવી મુસીબત
રિપોર્ટ અનુસાર આ દરમિયાન ગુલઝારે પાકિસ્તાન જવાનું વિચાર્યું અને એરપોર્ટ પહોંચ્યા. જ્યારે અહીં દસ્તાવેજો બતાવવામાં આવ્યા ત્યારે તેને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યો. તપાસ થઈ અને વર્ષો પછી ગુલઝારના પાકિસ્તાની હોવાનું રહસ્ય ખુલ્યું. આ સાથે ગુલઝાર છેતરપિંડી, પાસપોર્ટ એક્ટ સહિતના અનેક મામલામાં ઘેરાયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ મામલે ગુરુવારે જ નિર્ણય આવવાનો છે.

સીમા હૈદર કેસમાં શું થયું:
બોયફ્રેન્ડ સચિન સાથે રહેવા માટે મે મહિનામાં નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારત આવેલી સીમા હૈદર પોલીસની નજર હેઠળ છે. અહેવાલ છે કે તેના દસ્તાવેજો નવી દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. 4 જુલાઈના રોજ સીમાની ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. બંનેને 7 જુલાઈએ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ