મણિપુર હિંસામાંથી વધુને વધુ હાડપિંજર બહાર આવી રહ્યાં છે. હવે બે બહેનોના રેપ અને હત્યાએ લોકોને ડરાવ્યાં છે.
મણિપુર હિંસામાંથી ખર્યું એક વધું હાડપિંજર
બે બહેનોની રેપ કરીને હત્યા, લાશ રોડ પર ફેંકાઈ
રેપ માટે મહિલાઓએ પુરુષોને ઉશ્કેર્યાં
મણિપુરમાં જે દિવસે બે મહિલાઓને ન્યૂડ કરીને ફેરવાઈ તે જ દિવસે બીજી પણ આવી એક ઘટના બની હતી જેમાં બે છોકરીઓની રેપ બાદ હત્યા કરી દેવાઈ હતી તથા તેમની લોહિલુહાણ તેમની લાશોને રોડ પર ફેંકી દેવાઈ હતી. મણિપુરમાં 3 મેના દિવસે કુકી અને મૈતઈ સમુદાય વચ્ચે હિંસા ફાટી નીકળી હતી જેમા એ જ દિવસે બે છોકરીઓ સાથે પણ હેવાનિયત આચરાઈ હતી પહેલી ઘટનામાં બે ન્યૂડ મહિલાઓની ન્યૂડ પરેડ કરાવાઈ હતી અને તેમાંથી એક પર સામૂહિક રેપ કરાયો હતો, આ ઘટનાના દિવસે જ રાજધાની ઈમ્ફાલમાં પણ બે છોકરીઓ સાથે આવી જ એક ઘટના બની હતી. એફઆઈઆર મુજબ આ ઘટનાની જાણકારી રાજધાની ઈમ્ફાલથી સામે આવી છે. બંને ઘટનાઓ એક કલાકના અંતરે બની હતી અને બંને પીડિતો કુકી સમુદાયના છે અને આરોપીઓ મૈતેઇ સમુદાયના છે.
શું બની હતી ઘટના
4 મેના દિવસે રાજધાની ઈમ્ફાલમાં એક કાર વોશ ગેરેજમાં કામ કરી રહેલી બે છોકરીઓ ઉન્માદી ટોળાનો ભોગ બની હતી. હિંસાના દિવસે મૈતઈ સમુદાયનું એક ટોળું કાર વોશ ગેરેજમાં ધસી આવ્યું હતું. ટોળાને સારી રીતે ખબર હતી કે અહીં તેમના દુશ્મન સમાજની બે છોકરીઓ કામ કરે છે, તેથીઓ તેઓ કંઈક મોટું કરવાના વિચારમાં હથિયારો સાથે આવ્યું હતું, છોકરીઓને ખબર પડી જતા તે ગેરેજના અંદરના ભાગમાં છુપાઈ ગઈ હતી, ટોળાએ તેમને શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ મળી નહોતી ત્યાર બાદ ટોળું જતું રહ્યું અને થોડા સમય બાદ ફરી આવ્યું ત્યારે ત્યાં કામ કરતા બે છોકરાઓને ધમકી આપીને બન્ને છોકરીઓનું ઠેકાણું કહી દેવાની ધમકી આપી હતી, ધમકીથી ડરી જતાં છોકરાઓએ કહ્યું કે બન્ને છોકરીઓ ગેરેજની અંદર છુપાયેલી છે, આથી ટોળું ત્યાં પહોંચી ગયું હતું. આ બધામાં ચોંકાવનારી વાત એ છે કે ટોળામાં રહેલી કેટલીક મહિલાઓએ પુરુષોને બન્નેનો રેપ કરવા ઉશ્કેર્યાં હતા, ત્યાર બાદ ટોળું ઉન્માદી બન્યું હતું અને પછી બે છોકરીઓ સાથે ભયાનક હેવાનિયત આચરાઈ હતી. ટોળાએ બે જવાન છોકરીઓનો રેપ કર્યો હતો ત્યાર બાદ બન્નેની હત્યા કરી નાખી હતી, એટલું જ નહીં પરંતુ બન્નેના વાળ કાપી નાખ્યાં હતા અને તેમની લાશો રોડ પર ફેંકી દીધી હતી.
પોલીસે ન કરી કોઈ કાર્યવાહી
આ ઘટનાની પીડિતાની માતાએ કહ્યું કે અમે પોલીસમાં જાણ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરાઈ નહોતી. ઉલ્લેખનીય છે કે 4 મેના દિવસે પણ બે મહિલાઓને ન્યૂડ કરીને ફેરવાઈ હતી જેમાંથી એક પર રેપ કરાયો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ દેશમાં ઉહાપોહ મચ્યો હતો. પ્રધાનમંત્રી મોદી પણ આ ઘટનાથી દુખી બન્યા હતા અને તેમણે એક જાહેર નિવેદન આપ્યું હતું.