બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Another Kanzhawala incident: Car driver runs over 100 meters of scooty riders, 4 including two children die

અકસ્માત / વધુ એક કંઝાવાલા કાંડ: 100 મીટર સુધી કાર ચાલકે સ્કૂટી સવારોને ઢસડ્યાં, બે બાળકો સહિત 4ના મોત

Priyakant

Last Updated: 12:15 PM, 31 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lucknow Road Accident News: સ્કૉર્પિયોના ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરીને સ્કૂટી સવાર દંપતી અને બે બાળને લગભગ 100 મીટર સુધી ઢસડ્યાં, અંતે ચારેયના મોત

  • લખનઉમાં સર્જાયા કંઝાવાલા કાંડ જેવાં ભયાવહ દ્રશ્યો
  • કાર ચાલકે 100 મીટર સુધી સ્કૂટી સવારોને ઢસડ્યાં
  • મા-બાપ સહિત બે બાળકોનાં કરૂણ મોત

દિલ્હીમાં કંઝાવાલા જેવી જ એક ઘટના લખનૌમાં સામે આવી છે. અહીં એક  સ્કોર્પિયોએ સ્કૂટી સવાર દંપતી અને બે બાળકોને ટક્કર મારી હતી. આ દરમિયાન અકસ્માતમાં સ્કૂટી સ્કોર્પિયોની નીચે ફસાઈ ગઈ હતી. જોકે સ્કૉર્પિયોના ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરીને ચારેય વ્યક્તિઓને લગભગ 100 મીટર સુધી ઢસડ્યાં હતા. આ તરફ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ડોકટરો તેનો જીવ બચાવી શક્યા ન હતા. આ દર્દનાક ઘટનામાં બે બાળકો સહિત 4 લોકોના કરૂણ મોત થયા છે. 

લખનૌના વિકાસ નગરમાં ગુલાચીન મંદિર પાસે થયો હતો. વિગતો મુજબ રાત્રે લગભગ 2 વાગ્યે સ્કોર્પિયોએ સ્કૂટીને ટક્કર મારી હતી.પ્રાથમિક માહિતી મુજબ  આ પરિવાર સીતાપુરનો રહેવાસી હતો. મૃતક રામ સિંહ અલીગંજમાં કામ કરતો હતો. પોલીસે ચારેયના મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સ્કોર્પિયો ચાલકની ધરપકડ કરવામાં આવી છે.

સીએમ યોગીએ વ્યક્ત કર્યું દુઃખ 
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌના વિકાસ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. CM યોગીની ઓફિસ દ્વારા ઘાયલોને યોગ્ય સારવાર આપવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. તબીબોની ટીમ પણ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી હતી, પરંતુ ચારેયનો જીવ બચાવી શકાયો ન હતો.

દિલ્હીના કંઝાવાલામાં શું બની હતી ઘટના ? 
મહત્વનું છે કે, આ વર્ષે નવા વર્ષના દિવસે દિલ્હીના કંઝાવાલામાં સ્કૂટી પર સવાર એક 20 વર્ષની યુવતીને કાર સાથે 12 કિલોમીટર સુધી ખેંચીને લઈ જવામાં આવી હતી . આ અકસ્માતમાં યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે પોલીસે આ ઘટના સાથે સંકળાયેલા પાંચ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કારના ડ્રાઈવરે પહેલા ટક્કર મારી ત્યારે છોકરી કારની નીચે ફસાઈ ગઈ હતી. જોકે ચાલકે તેને બહાર કાઢવાને બદલે પોતાની કાર ચલાવી રાખી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ