બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Another controversy came up regarding the Salangpur temple

વિવાદ / હવે હનુમાનજીની ભવ્ય મૂર્તિ પર સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક ક્યાંથી? જુઓ શું કહી રહ્યાં છે ભક્તો

Malay

Last Updated: 03:15 PM, 31 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salangpur Temple Controversy: સાળંગપુર મંદિરને લઈ વધુ એક વિવાદ આવ્યો સામે, હવે હનુમાનજીની ભવ્ય મૂર્તિ પર સ્વામિનારાયણ સંપ્રદાયના તિલકને લઈ વકર્યો વિવાદ.

  • સાળંગપુર મંદિરને લઈ વધુ એક વિવાદ આવ્યો સામે 
  • 54 ફૂટની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિને લઈ વિવાદ 
  • હનુમાનજીની ભવ્ય મૂર્તિ પર સ્વામિનારાયણ સંપ્રદાયનું તિલક 
  • સ્વામિનારાયણ સંપ્રદાયના તિલકને લઈ વિવાદ વકર્યો

Salangpur Temple Controversy: સાળંગપુર મંદિરના ભીંતચિત્રોને લઈને સર્જાયેલો વિવાદ સતત વધી રહ્યો છે. સાળંગપુર વિવાદમાં હિન્દુ સંગઠનો, સાધુ-સંતો મહંતો મેદાનમાં ઉતર્યા છે. સાળંગપુર મંદિરમાં નોટિસ મોકલવામાં આવી છે. તો કેટલાક સમાજના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઈને ચાલી રહ્યા વિવાદ વચ્ચે વધુ એક વિવાદ સામે આવ્યો છે. સાળંગપુર મંદિર પરિસરમાં આવેલી 54 ફૂટ ઊંચી વિશ્વ પ્રસિદ્ધ 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમાને લઈને વિવાદ સર્જાયો છે.

મૂર્તિ પર તિલકને લઈને વકર્યો વિવાદ 
કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા પર સ્વામિનારાયણ સંપ્રદાયના તિલકને લઈને વિવાદ સર્જાયો છે. હનુમાનજીની ભવ્ય મૂર્તિ પર સ્વામિનારાયણ સંપ્રયદાયનું તિલક દર્શાવાયું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના તિલકને લઈને વિવાદ વકર્યો છે. ભીંતચિત્રોના ચાલી રહેલા વિવાદની વચ્ચે આ નવો વિવાદ સામે આવ્યો છે. 

તિલક તો મને નથી લાગતુ કે એટલો મોટો વિષય છે: ભક્ત 
આ મામલે સાળંગપુર મંદિરે દર્શનાર્થે આવેલા એક ભક્તે જણાવ્યું કે, 'તિલકને તો બધા પોતાની રીતે અલગ અલગ કરી શકે છે. મુળ તો તે તિલક જ છે. કોઈ ગોળ તિલક કરે છે, કોઈ આડું તિલક કરે છે, કોઈ ઊભું તિલક કરે છે. તો કોઈ લાલ ચંદનનું કરે છે, કોઈ કેસરી ચંદનનું કરે છે, કોઈ કંકુનું કરે છે, કોઈ પીળું તિલકનું કરે છે. હનુમાનજીને દર્શન કરતા દર્શાવવા એ એમની ભૂલ છે, જેને તેમણે સુધારી લેવી જોઈએ. કદાચ એવા ભીંતચિત્રો છે તેને દૂર કરી દે તો ભક્તોની લાગણી ન દુભાય. તિલક તો મને નથી લાગતું કે એટલો મોટો વિષય છે. મૂળ છે તો તિલક જ.'

...મતલબ એવો નથી કે હનુમાનજીએ પણ આ ધર્મ અપનાવી લીધોઃ ભક્ત
તો અન્ય ભક્તે જણાવ્યું કે, 'જ્યાં સુધી આપણને ઈતિહાસ કહેવામાં  આવ્યો છે, ત્યાં સુધી એવી ખબર છે કે હનુમાનજી સ્વામિનારાયણ ભગવાનના રક્ષક છે. આ તિલક તો સ્વામિનારાયણ ભગવાનનું તિલક છે, તો હું કોઈ સંપ્રદાયનું અપમાન નથી કરતો પણ આમાં હનુમાનજીનું અપમાન થાય છે. હનુમાનજી રક્ષક હતા, એનો મતલબ એવો નથી કે હનુમાનજીએ પણ સ્વામિનારાયણ ધર્મ અપનાવી લીધો છે. કદાચ હું પણ ખોટો હોઈ શકું તો તેના માટે કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાની નીચે ઈતિહાસ લખેલો હોવો જોઈએ. જે લખવામાં આવ્યો નથી. અહીં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવે છે, તેમને ખબર હોવી જોઈએ કે આવું શું કામ આવું થયું છે. આ વસ્તુ વ્યાજબી નથી.' 

શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆતની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઇ રહી છે. આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. સંતોનું કહેવું છે કે આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રો વાયરલ થતાં સાધુ સંતો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ