બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Ankita Lokhande's first reaction after her defeat in Bigg Boss 17 came out
Sanjay Vibhakar
Last Updated: 02:35 PM, 30 January 2024
ADVERTISEMENT
અંકિતા લોખંડેએ 'બિગ બોસ 17' હાર્યા બાદ સોશિયલ મીડિયા પર પોતાની પહેલી પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે સીરિયલ 'પવિત્ર રિશ્તા' ને યાદ કર્યું અને કહ્યું કે હવે તે 'રિશ્તો વાલી લડકી' તરીકે ઓળખાશે. તેણે એમ પણ લખ્યું કે જીત કે હારથી તેને કોઈ ફરક નથી પડતી. આ પહેલા અંકિતાના પતિ વિકી જૈને તેના પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો. આ વીડિયોની શરૂઆત 'પવિત્ર રિશ્તા'ના સીનથી થાય છે. આ પછી અંકિતાએ તેના પતિ વિકી જૈન સાથે 'બિગ બોસ 17' માં પરફોર્મ કર્યું હતું તે દ્રશ્ય બતાવવામાં આવ્યા છે. આ સાથે વીડિયોમાં લખ્યું છે કે, 'વન મેન આર્મી, જેણે આ શો અને દિલો પર રાજ કર્યું. 'બિગ બોસ 17'ને 'ધ અંકિતા લોખંડે શો' તરીકે યાદ કરવામાં આવશે. આ દર્શાવે છે કે તે કેવી રીતે ફેશન આઇકોન રહી અને ખરાબ સમયમાં તેના સહ-સ્પર્ધકોને ટેકો આપ્યો.
'પવિત્ર રિશ્તા' થી શરૂ થઈ યાત્રા
અંકિતા લોખંડેએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, 'એક પવિત્ર સંબંધથી શરૂ થયેલી સફર હવે 'રિશ્તો વાલી લડકી'ની ઓળખ સાથે વધુ યાદગાર બની ગઈ છે. મારા માટે જીત કે હાર વધુ મેટર નથી કરતા, જેટલો તમારો સાથ મેટર કરે છે અને તમારો પ્રેમ મને અહીં સુધી લાવ્યો છે.
ADVERTISEMENT
Ek journey jo shuru hui thi Pavitra Rishta se, ab aur bhi zyada yaadgaar bann gayi 'Rishton Wali Ladki' ke pehechaan se! Mere liye haar ya jeet utni matter nahi karti, jitna aapka support karta hai aur aapke hi pyaar ne yaha tak pohochaya hai.
— Ankita lokhande Jain (@anky1912) January 30, 2024
Ofcourse there were ups and… pic.twitter.com/W1i9CA4079
અંકિતાએ ઉતાર-ચઢાવનો ઉલ્લેખ કર્યો
અંકિતાએ આગળ તેના ઉતાર-ચઢાવનો ઉલ્લેખ કર્યો. તે લખે છે, 'અલબત્ત ઉતાર-ચઢાવ આવ્યા... કેટલાક જતાં રહ્યા, કેટલાક બાકી રહ્યા, પરંતુ તમે લોકો હંમેશા ઊભા રહ્યા! મને સપોર્ટ કરવા અને મને પ્રેમ કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ પોસ્ટમાં તેણે એન્ડમૉલ, કલર્સ ચેનલ, જિયો સિનેમા અને સલમાન ખાનનો ખાસ આભાર માન્યો છે.
વિકીએ અંકિતા પર પ્રેમ વરસાવ્યો
વિકી જૈને તેની પત્ની પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો. તેમના માટે પોસ્ટ શેર કરી અને કેપ્શનમાં લખ્યું, 'અંકિતા, તમે જૈન અને લોખંડેને ગૌરવ અપાવ્યું! તમે જે રીતે રમત રમી અથવા તમે ક્યારેય હાર ન માની તે રીતે, તમે દરેક બાબતમાં શ્રેષ્ઠ છો અને મને ખાતરી છે કે તમારા બધા ચાહકો અને મિત્રોને તમારા પર ગર્વ હશે.
મુનાવર ફારુકીએ આ શો જીત્યો હતો
મુનાવર ફારુકી આ સીઝન જીતી ચૂક્યો છે. ફર્સ્ટ રનર અપ અભિષેક કુમાર અને સેકન્ડ રનર અપ મન્નારા ચોપરા રહી છે. અંકિતા લોખંડે ટોપ 3માં પણ પોતાનું સ્થાન બનાવી શકી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.