બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Animal WorldWide collection : animal box office collection on day 8 world wide ranbir kapoor
ADVERTISEMENT
બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને બોબી દેઓલની ફિલ્મ એનિમલે વર્લ્ડવાઈડ બોક્સઓફિસ પર 600 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ઘરેલો બોક્સ ઓફિસમાં જ ફિલ્મે 361 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે ત્યારે આ શુક્રવારે પણ ભારતીય બોક્સ ઓફિસ પર રણબીર કપૂરનો જલવો જોવા મળ્યો અને ફિલ્મે 23 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. સતત બીજું વીકેન્ડ ફિલ્મ માટે શાનદાર રહ્યું.
ADVERTISEMENT
અઠવાડિયામાં સાતેય દિવસ સારું પ્રદર્શન કરી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોવાળી ટોપ 10 ફિલ્મોમાં એનિમલની એન્ટ્રી થઈ ગઈ છે. ફિલ્મને લીસ્ટમાં નવમુ સ્થાન મળ્યું છે. ધૂમ 3, ટાઈગર જિંદા હૈ, પદ્માવત, સંજૂ, વોર, ટાઈગર-3 જેવી ફિલ્મો પણ વર્લ્ડવાઈડ કલેક્શનમાં એનિમલથી પાછળ રહી ગઈ છે. હવે જોવાનું એ રહે છે કે એનિમલની કમાણી આગળ ક્યાં જઈને અટકે છે અને આવાનાર અઠવાડિયામાં હજુ કેટલા રેકૉર્ડ તોડે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
માત્ર આઠ જ દિવસમાં એનિમલની કમાણી 600 કરોડ રૂપિયાને પાર જતી રહી છે. અને જાણકારોની માનીએ તો આ ફિલ્મ ઓછામાં ઓછા એક મહિના સુધી તો સિનેમાઘરોમાં રહેશે. એવામાં ફિલ્મ ખૂબ જ સરળતાથી એક હજાર કરોડ રૂપિયાનો આંકડો પણ પાર કરી લેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.