બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / Anant Radhika Wedding ceremony in jamnagar gujarat know more details

અંબાણી પરિવાર / જાણો શું કરે છે ભારતના સૌથી અમીર અંબાણી પરિવારના જમાઈ અને વહુઓ, મોટી મોટી કંપનીઓમાં છે પદ

Arohi

Last Updated: 08:22 AM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anant Radhika Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ટૂંક સમયમાં જ થવા જઈ રહ્યા છે. અંબાણી પરિવારના મોટા દિકરા આકાશના લગ્ન શ્લોકા મહેતા અને દિકરી ઈશાના લગ્ન આનંદ પીરામલ સાથે થયા છે.

દેશના સૌથી અમીર અંબાણી પરિવારમાં વધુ એક સભ્ય જોડાવવા જઈ રહ્યું છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દિકરા અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થવા જઈ રહ્યા છે. પ્રી-વેડિંગ સેલિબ્રેશન અને લગ્ન ગુજરાતના જામનગરમાં 1થી 3 માર્ચની વચ્ચે યોજાશે. તેના માટે જામનગરમાં ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

હજુ સુધી લગ્નની કન્ફર્મ તારીખ સામે નથી આવી. અંબાણી પરિવારના મોટા દિકરા આકાશના લગ્ન શ્લોકા મહેતા અને દિકરી ઈશાના લગ્ન આનંદ પીરામલ સાથે થયા છે. આવો જાણીએ અંબાણી પરિવાર વહુઓ અને જમાઈ શું કરે છે. 

વિવિધ કંપનીઓમાં મોટા પદ સંભાળે છે બધા 
રાધિકા મર્ચન્ટ, શ્લોકા મહેતા અને આનંદ પીરામલ અલગ અલગ કંપનીઓમાં મોટા પદોને સંભાળી રહ્યા છે. તેમણે શિક્ષા સાથે વ્યાપારમાં પણ પ્રાઈમરી ટ્રેનિંગ પુરી કરી છે. હવે અંબાણી પરિવારનો ભાગ બનીને આ બધા બિઝનેસને આગળ લઈ જવા માટે પોત પોતાની ભુમિકા નિભાવશે. 

પીરામલ ગ્રુપમાં નોન એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર છે આનંદ પીરામલ 
ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલ, અજય પીરામલ અને સ્વાતિ પીરામલના દિકરા છે. તે પીરામલ ગ્રુપમાં નોન એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટના પદ પર છે. તેમના માતા અને પિતાની પાસે કંપનીના ચેરમેન અને વાઈસ ચેરમેનસીપનું પદ છે. 

આનંદ પીરામલે બોસ્ટનના હાર્વડ બિઝનેસ સ્કૂલથી માસ્ટર્સ ડિગ્રી કરી છે. સાથે જ ઈકોનોમિક્સમાં બેચલર ડિગ્રી પેંસિલવેનિયા યુનિવર્સિટીથી મેળવી હતી. 31 માર્ચ, 2023 સુધી પીરામલ ગ્રુપની કુલ એસેટ 83,752 કરોડ રૂપિયા હતી. 

રોઝી બ્લૂ ઈન્ડિયાના બોર્ડમાં ડાયરેક્ટર છે શ્લોકા મહેતા 
આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા રોઝી બ્લૂ ઈન્ડિયાના બોર્ડમાં ડાયરેક્ટર છે. તેમની માતા અને પિતા આ કંપનીના એમડી સહિત મોટા પદોને સંભાળી રહ્યા છે. શ્લોકાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલીટિકલ સાયન્સથી માસ્ટર્સ ડિગ્રી લૉ, એથ્રોપોલોજી અને સોસાયટીમાં મેળવી છે. તેના ઉપરાંત તેમણે પ્રિંસટન યુનિવર્સિટીમાંથી એથ્રોપોલોજીમાં બેચલર ડિગ્રી મેળવી છે. 

વધુ વાંચો: ભારતના લોકોને રિર્ટનથી વધુ સુરક્ષિત મૂડી પસંદ, રોકાણની આ સ્કીમમાં સૌથી વધુ રૂપિયા લગાવે છે

એનકોર હેલ્થકેરના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં છે રાધિકા મર્ચન્ટ 
અનંત અંબાણીની પત્ની બનવા જઈ રહેલી રાધિકા મર્ચન્ટ એનકોર હેલ્થકેરના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં શામેલ છે. તેમના પિતા વીરેન મર્ચન્ટ અને માતા શેલા મર્ચન્ટ કંપનીના એમડી અને સીઈઓના પદો પર છે. રાધિકાએ ન્યૂયોર્ક યુનિવર્સિટીથી પોલિટિક્સ અને ઈકોનોમિક્સમાં બેચલર ડિગ્રી મેળવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ