બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / An era ends in women's tennis, Serena Williams says goodbye to tennis court, emotional after last match

ખેલ જગત / મહિલા ટેનિસમાં એક યુગનો અંત આવ્યો, સેરેના વિલિયમ્સે ટેનિસ કોર્ટને કહ્યું અલવિદા, છેલ્લી મેચ બાદ થઈ ભાવુક

Megha

Last Updated: 11:54 AM, 3 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેરેના વિલિયમ્સ (Serena Williams)ના યુએસ ઓપન 2022ના ત્રીજા રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ. આ મેચ તેના કરિયરની ફેરવેલ મેચ સાબિત થાય તેવી પૂરી સંભાવના છે

  • યુએસ ઓપન પછી સેરેના વિલિયમ્સ (Serena Williams) ટેનિસમાંથી સંન્યાસ લઈ શકે છે 
  • લગભગ છેલ્લા દોઢ વર્ષ સુધી ટેનિસ કોર્ટમાં ફ્લોપ રહી સેરેના
  • સેરેનાએ 23 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે 

અમેરિકન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ (Serena Williams) યુએસ ઓપન 2022ના ત્રીજા રાઉન્ડમાં હારીને બહાર થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાની અજલા ટોમલિજનોવિચએ એમને 7-5, 6-7(4), 6-1થી માત આપી હતી. આ સાથે જ સેરેના વિલિયમ્સ (Serena Williams)ના ચમકદાર ટેનિસ કરિયર પણ પૂરું થઈ ગયું છે એવું માનવામાં આવે છે. યુએસ ઓપનની આ મેચ તેના કરિયરની ફેરવેલ મેચ સાબિત થાય તેવી પૂરી સંભાવના છે.

છેલ્લા 450 દિવસમાં ફક્ત એક જ મેચ જીતી શકી
ગયા મહિનાની શરૂઆતમાં સેરેના વિલિયમ્સ (Serena Williams)એ ટેનિસમાંથી સંન્યાસ લેવાના સંકેત આપ્યા હતા. તેણી એ કહ્યું હતું કે તે ટેનિસથી દૂર જઈ રહી છે. એટલા માટે હાલ એવું માનવામાં આવી રહ્યું હતું કે યુએસ ઓપન પછી સેરેના વિલિયમ્સ (Serena Williams) ટેનિસમાંથી સંન્યાસ લેશે. લગભગ છેલ્લા દોઢ વર્ષ સુધી ટેનિસ કોર્ટમાં ફ્લોપ રહ્યા પછી સેરેનાએ આ વાત કહી હતી. એક સમયની નંબર-1 ખેલાડી સેરેના છેલ્લા 450 દિવસમાં ફક્ત એક જ મેચ જીતી શકી હતી. જણાવી દઈએ કે તેનો રેન્ક પણ ઓછો થઈને 605 સુધી પંહોચી ગયો છે.

જોકે, યુએસ ઓપન 2022માં સેરેના વિલિયમ્સ (Serena Williams)એ જોરદાર શરૂઆત કરી હતી. તેણી એ પહેલા અને બીજા રાઉન્ડમાં તેનાથી વધુ સારા ખેલાડીઓને માત આપી હતી. પ્રથમ મેચમાં સેરેનાએ ડાંકા કોવિનિચને 6-3, 6-3થી હરાવી હતી અને બીજા રાઉન્ડમાં વિશ્વની બીજા નંબરની બેસ્ટ ખેલાડી એનેટ્ટે કોન્ટાવેટને માત આપી હતી. 

હાર પછી ઈમોશનલ થઈ હતી સેરેના
ત્રીજા રાઉન્ડમાં હારીને સેરેનાએ જે રીતે તેના ફેન્સનો આભાર માન્યો હતો તે પરથી લાગી રહ્યું છે કે તેનું રીટાયરમેન્ટ પાકું છે. સેરેનાએ કહ્યું હતું કે, 'તમારા બધાનો આભાર. તમે બધા ખૂબ જ સારા છો. થેન્ક યુ પપ્પા, હું જાણું છું કે તમે જોતા જ હશો. થેન્ક યુ મમ્મી. હું અહિયાં હાજર તમને બધાને થેન્ક યુ કહેવા માંગુ છું કે જેઓ વર્ષોથી મારી સાથે ઉભા છે. હું બધાની આભારી છું. મને ખબર નથી પણ કદાચ આ ખુશીના આંસુ છે.' 

23 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ
સેરેના વિલિયમ્સની ગણના ટેનિસ જગતની મહાન ખેલાડીઓમાંથી થાય છે. તેને પોતાની કારકિર્દીમાં 23 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. સેરેનાએ વર્ષ 1995માં આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. તે છેલ્લા 27 વર્ષથી સતત ટેનિસ રમી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ