બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / મનોરંજન / બોલિવૂડ / Amitabh Bachchan Reveals Why He Meet Fans With Bare Feet

Bollywood / અમિતાબ બચ્ચન કેમ ઉઘાડા પગે કરે છે ચાહકો સાથે મુલાકાત, કારણ જાણી વધી જશે સન્માન

Bijal Vyas

Last Updated: 10:01 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિગ બીની એક ઝલક જોવા માટે તેમના બંગલા જલસાની બહાર હજારોની સંખ્યામાં ચાહકો ઉમટી પડે છે. અભિનેતા પણ દર રવિવારે ઘરની બહાર તેમને મળવા આવે છે.

  • દર રવિવારે ફેન્સને પોતાના બંગલાની બહાર મળવા આવે છે બિગ બી
  • બિગ બી અગામી ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા સાથે જોવા મળશે
  • ફિલ્મોની સાથે ટીવી પર પણ રાજ કરે છે અમિતાભ બચ્ચન, ટૂંક સમયમાં શરુ થશે KBC 15

Big B Reveals Why He Meet Fans With Bare Feet: ચાહકોના દિલ પર રાજ કરનારા અમિતાભ બચ્ચન વર્ષોથી એક પરંપરાને નિભાવી રહ્યા છે. બિગ બીની એક ઝલક જોવા માટે તેમના બંગલા જલસાની બહાર હજારોની સંખ્યામાં ચાહકો ઉમટી પડે છે. અભિનેતા પણ તેમની ઈચ્છાનું સંપૂર્ણ સન્માન કરે છે અને દર રવિવારે ઘરની બહાર તેમને મળવા આવે છે.

વર્ષોથી નિભાવે છે પરંપરા 
અમિતાભ બચ્ચન વર્ષોથી ચાહકોને મળવાની આ પરંપરાને નિભાવી રહ્યા છે. બિગ બીની આ દિનચર્યાની સૌથી રસપ્રદ વાત એ છે કે, અભિનેતા ખુલ્લા પગે ચાહકોને મળવા જાય છે. હવે તેણે તેની આ આદત પાછળનું રહસ્ય જાહેર કર્યું છે.

કયા કારણથી ખુલ્લા પગે ફેન્સને મળે છે બિગ બી?
અમિતાભ બચ્ચને ગયા રવિવારે તેમના બ્લોગ પર ચાહકો સાથેની તેમની મુલાકાતની કેટલીક તસવીરો શેર કરી છે. આ સાથે બિગ બીએ ચાહકોને ખુલ્લા પગે મળવાનું કારણ જણાવતા કહ્યું કે જ્યારે અમે મંદિરમાં જઈએ છીએ ત્યારે ખુલ્લા પગે જઈએ છીએ અને બિગ બી માટે તેમના ચાહકો મંદિર છે. તેથી જ જ્યારે પણ તે તેના પ્રિયજનોને મળે છે, ત્યારે તે ખુલ્લા પગે જાય છે.

અગામી આ ફિલ્મોમાં જોવા મળશે બિગ બી
અમિતાભ બચ્ચનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેઓ છેલ્લે સૂરજ બડજાત્યાની ફિલ્મ ઊંચાઇમાં જોવા મળ્યા હતા. આ દિવસોમાં બિગ બી પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં બિગ બીની સાથે સાઉથ સુપરસ્ટાર પ્રભાસ, દીપિકા પાદુકોણ અને દિશા પટની પણ જોવા મળશે. આ પ્રોજેક્ટનું શૂટિંગ છેલ્લા ઘણા સમયથી હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં ચાલી રહ્યું છે. ત્યાં પ્રોજેક્ટનો વિશાળ સેટઅપ તૈયાર કરવામાં આવ્યો છે.

ટૂંક સમયમાં જ શરુ થશે કેબીસી 
ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન ફિલ્મોની સાથે ટીવી પર પણ રાજ કરે છે. તેમનો લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે. કેબીસીના નિર્માતાઓએ તાજેતરમાં સીઝન 15 માટે અપડેટ શેર કરી છે. શો માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કેબીસી પણ થોડા દિવસોમાં ટીવી પર જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ