બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Amid the storm, the Meteorological Department has made a big prediction that the storm will end in the state by this evening

રાહતના સમાચાર / હવે વરસાદ નહીં આવે, માવઠાના માર વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે ગુડ ન્યુઝ, હવામાન વિભાગે કરી મોટી આગાહી

Dinesh

Last Updated: 02:21 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rainfall news: માવઠાના માર વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે, રાજ્યમાં માવઠાનો આજે સાંજ સુધીમાં અંત આવશે તેમજ આજે ફક્ત એક-બે વિસ્તારમાં છુટાછવાયા ઝાપટાં પડી શકે છે

  • માવઠાના માર વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી 
  • રાજ્યમાં માવઠાનો આજે સાંજ સુધીમાં આવશે અંત 
  • આજે ફક્ત એક-બે વિસ્તારમાં છુટાછવાયા ઝાપટાંની આગાહી 


Gujarat Rainfall news: કમોસમી વરસાદ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની રાહત આપતી આગાહી સામે આવી છે. રાજ્યમાં માવઠાનો આજે સાંજ સુધીમાં અંત આવશે તેમજ આજે ફક્ત એક-બે વિસ્તારમાં છુટાછવાયા ઝાપટાંની આગાહી કરી છે. 

ફરી વરસાદને લઈને એલર્ટ, ક્યારે અને ક્યાં પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે  કરી મોટી આગાહી / UP Rain: Heavy rain alert for three days in North India,  when will it rain in

હવામાન વિભાગની આગાહી 
માવઠાના માર વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે, રાજ્યમાં માવઠાનો આજે સાંજ સુધીમાં અંત આવશે તેમજ આજે ફક્ત એક-બે વિસ્તારમાં છુટાછવાયા ઝાપટાં પડી શકે છે. રાજ્યમાં હવે વધારે વરસાદ નહીં પડવાની હવામાન વિભાગની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપરથી પસાર થઇ જતાં વરસાદ નહીં પડે તેમજ રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 4 ડિગ્રી જેટલું ઘટયું છે અને ગઇકાલે અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ગઇકાલે નર્મદા, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ નોંધાયો છે

આગામી 24 કલાકમાં સારા વરસાદની આગાહી: અમદાવાદથી લઈને સુરત સુધી જુઓ કયા  જિલ્લામાં મેઘરાજા થશે મહેરબાન | Good rain forecast in next 24 hours: From  Ahmedabad to Surat, see in ...

અંબાલાલ શું કહ્યું ? 
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 30 નવેમ્બરે ઉત્તરના પહાડો પર હિમવર્ષા થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે તેમજ હિમવર્ષાના કારણે ધીમે ધીમે ઠંડીનું જોર વધશે. માવઠાના કારણે કપાસના પાકમાં લીલી ખાખરી આવવાની સંભાવના છે. જંબુસર અને ભરૂચના કેટલાક વિસ્તારમાં માવઠું પડી શકે છે. વડોદરા અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. માવઠાના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. આજે અને આવતીકાલે વાતાવરણ ચોખ્ખું થશે તેમ અંબાલાલ પટેલ જણાવ્યું છે.

પાક નિષ્ફળ જવાની ભીતિ
રાજ્યમાં કમોસમી વરસાદથી રાજકોટ જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે. રાજકોટ જિલ્લામાં એરંડા, ચણા, ઘઉંનો ઉભો પાક ધોવાયો છે. લોધિકા, પડધરી તાલુકાઓના ખેતરોમાં પાકને નુકસાન થયું છે. અનેક ખેતરોમાં 24 કલાક બાદ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજીમાં શિયાળુ પાકને નુકસાન થયું છે. રાજકોટ જિલ્લામાં વરસાદ અને કરા પડવાથી મોટાપાયે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

શાકભાજીના પાકનો સોથ વાળ્યો
સુરતના ઓલપાડમાં વરસાદને કારણે રવીપાકને નુકસાન થયું છે. ઓલપાડ તાલુકામાં મુખ્યત્વે શેરડી, ડાંગર, શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. શેરડીનો પાક તૈયાર થઈ ગયો પરંતુ વરસાદના કારણે કટિંગ અટક્યું છે. શેરડીના પાકનું કટિંગ મોડું થતા સુગર ફેક્ટરીઓમાં પણ નુકસાન થયું છે. માવઠાને કારણે દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓને અસર થઈ છે. શેરડીનો જથ્થો ફેક્ટરીમાં ન પહોંચી શકતા પીલાણ બંધ થવાની શક્યતા છે. 

વરસાદે વેરી તારાજી
માવઠાના કમોસમી વરસાદે ગીર સોમનાથમાં તારાજી વેરી છે. વેરાવળ, તાલાળા, સુત્રાપાડામાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ચણા, તુવેર બાજરી સહિતનો શિયાળુ પાક વરસાદમાં ધોવાયો છે. જિલ્લામાં સૌથી વધુ તાલાળા અને વેરાવળમાં વરસાદ વરસ્યો છે. રવિવારે વેરાવળ, ઉના, સુત્રાપાડામાં વરસ્યો દોઢ ઇંચ વરસાદ તેમજ વેરાવળના ગ્રામ્ય પંથકમાં ઘઉં, ચણાના પાકને મોટું નુકસાન થયું છે. તાલાળા, ઉના તાલુકાના ગીર બોર્ડરના ગામોમાં રાઇના પાકને નુકસાન થયું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rainfall Gujarat Rainfall news વરસાદની આગાહી હવામાન વિભાગ હવામાન વિભાગની આગાહી Gujarat Rainfall news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ