બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Ameesha Patel came to the theater to enjoy the movie Gadar, people started dancing happily, VIDEO viral

મનોરંજન / Gadar ફિલ્મની મજા માણવા થિયેટરમાં પંહોચી અમીષા પટેલ, લોકો ખુશીથી કરવા લાગ્યા ડાન્સ, VIDEO વાયરલ

Megha

Last Updated: 12:12 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમીષા પટેલ દર્શકોની વચ્ચે ગદર ફિલ્મની મજા માણવા માટે એક શોમાં હાજરી આપી હતી. અમીષા પટેલને થિયેટર હોલમાં જોયા બાદ ચાહકો ખુશ થઈ ગયા અને ખુશીથી નાચવા લાગ્યા હતા.

  • ફિલ્મ 'ગદર'એ તેની રિલીઝના 22 વર્ષ પૂર્ણ કર્યા
  • 'ગદર' જોવા પંહોચી હતી સકીના એટલે કે અમીષા પટેલ
  • લોકો એ કહ્યું માત્ર ફિલ્મો જ નહીં પરંતુ બાળપણની યાદો છે 

સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ 'ગદર'એ તેની રિલીઝના 22 વર્ષ પૂર્ણ કર્યા છે, પરંતુ આજે પણ લોકો આ ફિલ્મના દરેક સીનને યાદ કરે છે. જણાવી દઈએ કે 'ગદર' 9 જૂનના રોજ ફરીથી રિલીઝ કરવામાં આવી છે. જેને જોવા ફેન્સ થિયેટરમાં પહોંચ્યા હતા. દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચાહકોએ ફિલ્મ જોયા બાદ થિયેટર હોલમાં અમીષા પટેલ એટલે કે સકીનાનું સ્વાગત કર્યું હતું. 

માત્ર ફિલ્મો જ નહીં પરંતુ બાળપણની યાદો 
જણાવી દઈએ કે અમીષા પટેલ દર્શકોની વચ્ચે ફિલ્મની મજા માણવા માટે રવિવારે એક શોમાં હાજરી આપી હતી. અમીષા પટેલને થિયેટર હોલમાં જોયા બાદ ચાહકો ખુશ થઈ ગયા અને ખુશીથી નાચવા લાગ્યા હતા. ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક ફેને લખ્યું, ગદર માત્ર એક ફિલ્મ નથી, તે આપણા બાળપણની લાગણીઓ છે. વીડિયોમાં ઔર આજા પરદેશી ગીત વાગી રહ્યું છે. આ વીડિયોમાં દરેક લોકો ડાન્સ કરી રહ્યાં છે. 

ટીઝર થયું રિલીઝ 
વર્ષ 2023ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'ગદર-2'નું ટીઝર આઉટ થઈ ગયું છે. સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મનું ટીઝર ખૂબ જ દમદાર છે. ટીઝર જોયા બાદ ફેંસમાં ફિલ્મને લઈને ઘણી એક્સાઈટમેન્ટ વધી ગઈ છે. 'ગદર-2'ના ટીઝરની શરૂઆત એક મહિલાના ડાયલોગ સાથે થાય છે મહિલા કહે છે "જમાઈ છે પાકિસ્તાનનો, તેને નારિયેળ આપો, તિલક લગાવો નહીં તો લાહોર લઈ જશે." તેના બાદ લોકોની ભીડ ભાગતા જોવા મળે છે. લોકો એક બીજા સાથે લડતા જોવા મળે છે. 

સનીની ધાંસૂ એન્ટ્રી
ભાગતી ભીડમાં ટ્રકથી એક આદમી ઉતરતો જોવા મળે છે જે સની દેઓલ એટલે કે તારા સિંહ હોય છે. સની બ્લેક પઠાણ સૂટ અને પાગડીમાં જોવા મળે છે. સાથે જ એક મોટો ચાકડો ફેંકે છે. સનીની ધાંસૂ એન્ટ્રી જોતા જ ફિલ્મ માટે એક્સાઈટ મેન્ટ વધી ગઈ છે. ત્યાં જ ટીઝરમાં સકીનાને ન જોઈ ફેંસ નિરાશ પણ છે. 

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ 
સની દેઓલની ફિલ્મ 'ગદર-2' 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં દસ્તક આપશે. ફિલ્મમાં સની ઉપરાંત અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા છે. ફિલ્મની શૂટિંગ, અહમદનગર, લખનૌઉ, પાલમપુર જેવા શહેરોમાં થઈ છે. 'ગદર-2'ની સૌથી પહેલી શૂટિંગ પાલમપુરના ભલેડ ગામમાં થઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ