બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / AMC to collect tax from those charging parking in Ahmedabad

મહત્વનો નિર્ણય / હવેથી અમદાવાદમાં પાર્કિંગ ચાર્જ લેનારાઓ પાસેથી AMC વસૂલશે ટેક્સ, કરશે મિલકતની આકારણી

Malay

Last Updated: 02:13 PM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: જો હવે કોઈપણ મિલકતમાં પાર્કિંગ માટે ચાર્જ વસૂલવામાં આવતો હશે તો તે પાર્કિંગ એરિયા માટે મિલકત ધારકે ટેક્સ ચૂકવવો પડશે.

  • AMCની નવી પાર્કિંગ પોલિસી જાહેર 
  • મિલકતધારક પાર્કિંગ ચાર્જ લેશે તો ચૂકવવો પડશે ટેક્સ
  • AMC ટેક્સ વિભાગ મિલકતની કરશે આકારણી

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પાર્કિંગ પોલિસી જાહેર કરવામાં આવી છે. જે મુજબ પાર્કિંગ ચાર્જ વસુલનાર સિનેમાહોલ અને મોલના માલિકોએ હવે ટેક્સ ભરવો પડશે. એટલે કે જે કોઈ પોતાની મિલકતમાં વાહનના પાર્કિંગ કરવા બદલ ચાર્જ વસુલતા હશે, તેમની પાસેથી ટેક્સ લેવામાં આવશે. કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા મિલકતની આકારણી કરવામાં આવશે. આકારણી મુજબ મિલકતના માલિકોએ ટેક્સ ચૂકવવાનો રહેશે. જોકે, પાર્કિંગ ચાર્જ નહીં લેનાર મિલકત ધારકોએ કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. એટલે કે ફ્રી પાર્કિંગને આકારણીથી મુક્તી આપવામાં આવશે. 

ટ્રાફિકની વધી રહી છે સમસ્યા 
આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવેન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું કે, અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે. કેટલાક લોકો રોડ પર જ પાર્કિંગ કરી દેતા હોય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેથી પાર્કિંગ એરિયાની આકારણી મુદ્દે મૂંઝવણ દૂર કરવામાં આવી છે. આ મામલે કોર્પોરેશન દ્વારા એક નવી પોલિસી જાહેર તૈયાર કરવામાં આવી છે. 

પાર્સિંગ ચાર્જ લેશે તો ટેક્સ વસુલાશે
તેઓએ જણાવ્યું કે, કોમર્શીયલ મિલકતોમાં પાર્કિંગ માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવે છે, તો તેની આકારણી થશે. કોઇપણ મિલકતના ભોંયરામાં અથવા ખુલ્લી જગ્યામાં ફ્રી પાર્કિંગની વ્યવસ્થા હશે તો તેની આકારણી નહીં થાય. મોલ, સિનેમા અથવા કોમર્શિંયલ પ્રીમાઇસીસમાં પાર્કિંગ ચાર્જ લેવાતો હશે તો તેનો પ્રોપર્ટી ટેક્સ લાગશે.

Tag | VTV Gujarati

પાર્કિંગ ચાર્જ નહીં લેનારને નહીં ભરવો પડે ટેક્સ 
આ ઉપરાંત ફ્રી પાર્કિંગવાળી મિલકતમાં ચાર્જ લેવાતો હશે તો મિલકતના માલિકને દંડ ફટકારવામાં આવશે. કોમર્શિયલ મિલકતોમાં કોઈપણ પ્રકારની દૈનિક માસિક/વાર્ષિક ફી ચાર્જ લઈને જો પાર્કિંગ કરવા દેવામાં આવે તો તેની આકરણી થશે તથા હયાત નીતિ-નિયમ મુજબ સદર તેના એરિયાઓનું કુલ ક્ષેત્રફળ ગણી તેના 35 ટકા રન વે બાદ અપાશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ