બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / AMC Deputy Commissioner Ramya Bhatt assaulted, shifted to hospital

આવી કેવી દાદાગીરી? / AMCના ડેપ્યુ. કમિશનર રમ્ય ભટ્ટ પર જીવલેણ હુમલો: ખસેડાયા હોસ્પિટલ, પોલીસે ઘરમાં ઘૂસી 2 આરોપીઓને દબોચ્યા

Malay

Last Updated: 09:11 AM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ ઉપર ટોળાએ કર્યો હુમલો, સારવાર અર્થે SVP હોસ્પિટલ ખાતે ખસેડાયા.

  • AMCના ડેપ્યુટી કમિશનર પર હુમલો
  • દબાણ દૂર કરવાની કામગીરી સમયે હુમલો
  • સિવિલ હોસ્પિટલ પાસે થયો હુમલો
  • અસામાજિક તત્વોએ કર્યો હુમલો

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પર હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ટોળાએ હુમલો કરતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે SVP હોસ્પિટલ ખાતે લઈ જવાયા છે. તો સમગ્ર મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને તેમના ઘરમાં ઘૂસીને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નોનવેજની લારી હટાવવા બાબતે ઉગ્ર બોલાચાલી
મળતી માહિતી અનુસાર, AMC મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં રખડતા ઢોરથી લઈને ગેરકાયદેસર દબાણોને ધ્યાનમાં રાખીને ખાસ રાત્રી ડ્રાઈવ શરૂ કરવાની સૂચના આપતા ગઈકાલે રાત્રે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ એસ્ટેટ વિભાગની ટીમ સાથે સિવિલ હોસ્પિટલ નજીક લારીઓના દબાણ દૂર કરાવવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન એક નોનવેજની લારી હટાવવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. 

ટોળાએ એસ્ટેટ વિભાગની ટીમને ઘેરી લીધી
જે બાદ ટોળું એકઠું થઈ ગયું હતું. ટોળાએ એસ્ટેટ વિભાગની ટીમ અને AMCના ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટને ઘેરી લીધા હતા. આ દરમિયાન ટોળાએ કોર્પોરેશનની ટીમ પર હુમલો કર્યો હતો. જેમાં ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટને ખૂબ જ માર માર્યો હતો. જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટ લોહીલુહાણ થઈ ગયા હતા. જે બાદ વાતાવરણ ખૂબ જ તંગ બન્યું હતું. 

સારવાર અર્થે ખસેડાયા હોસ્પિટલમાં
હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રમ્ય ભટ્ટને સારવાર અર્થે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તો ઘટનાની જાણ થતાં શાહીબાગ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ