બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / Allowance of High Risk Allowance to ATS Officers, Employees

ગાંધીનગર / CM ભૂપેન્દ્ર પટેલની લીલીઝંડી: ગુજરાત ATSના અધિકારી અને કર્મચારીઓ માટે હાઈરિસ્ક એલાઉન્સની આપી મંજૂરી, જુઓ કેટલું મળશે

Dinesh

Last Updated: 08:44 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ATS માટે ગૃહ વિભાગે હાઈરિસ્ક એલાઉન્સને મંજૂરી આપી દીધી છે, અધિકારીઓ અને કર્મચારીઓને તેમના છઠ્ઠા પગાર પંચ મુજબ ગ્રેડ પે તેમજ પે બેન્ડ સહિત પગારના 45 ટકા એલાઉન્સ આપવાનું ઠરાવવામાં આવ્યું છે

  • ATSના અધિકારી, કર્મચારીઓને હાઈરિસ્ક એલાઉન્સની મંજૂરી
  • ગૃહ વિભાગે હાઈરિસ્ક એલાઉન્સને આપી મંજૂરી 
  • ગ્રેડ પે તેમજ પે બેન્ડ સહિત પગારના 45 ટકા એલાઉન્સ

રાજ્યના ગૃહ વિભાગે ATSના અધિકારીઓ અને કર્મચારીઓને ગુડ ન્યૂઝ આપ્યા છે. ATS માટે ગૃહ વિભાગે હાઈરિસ્ક એલાઉન્સને મંજૂરી આપી દીધી છે.  અત્રે આપને જણાવી દઈએ કે, એટીએસના અધિકારી અને કર્મચારીઓને 45 ટકા હાઈરિસ્ક એલાઉન્સ અપાશે અને જે છઠ્ઠા પગારપંચના ગ્રેડ પે અને પે બેન્ડ સહિત પગારના 45 ટકા એલાઉન્સની મંજૂરી આપી છે.  

45 ટકા એલાઉન્સ
ઠરાવમાં જણાવ્યું છે કે, ATSમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને કામનું પ્રેરક બળ મળતુ રહે તેમજ કોઈ પણ પડકારને પહોંચી વળવા મનોબળ ઉચુ લાવવા,  પ્રોત્સાહીત કરવા અને તેમના કાર્યો અને ફરજો પૂરતા ખંત અને ઉત્સાહથી બજાવી શકે તેવા શુભ આશાયથી આવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તેમના છઠ્ઠા પગાર પંચ મુજબ ગ્રેડ પે તેમજ પે બેન્ડ સહિત પગારના 45 ટકા એલાઉન્સ આપવાનું ઠરાવવામાં આવે છે.

જુઓ પરિપત્ર

શરતો પરિપૂર્ણ કરતા હોય તેમને જ મળશે
વધુમાં ઠરાવમાં જણાવ્યું છે કે, હાઈરીસ્ક એલાન્સ એન્ટી ટેરરીસ્ટ સ્કવોડમાં ફરજ બજાવવા માટે નિયત કરેલ શરતો પરિપૂર્ણ કરતા હોય તે અધિકારીઓ અને કર્મચારીઓને જ મળવાપાત્ર રહેશે તેવું જણાવેલ છે.

ATS શુ કાર્ય કરે છે ?
રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા માટે એન્ટી ટેરરીસ્ટ સ્કવોર્ડની વર્ષ 1992માં રચના કરવામાં આવેલી છે. જે રાજ્યમાં આતંકવાદ, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ, બનાવટી નોટો, નોર્કોટીક્સ જેવી વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર તેમજ તેને સંલગ્ન ગુનાહીત પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ રાખવાની કામગીરી કરે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ