બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ભારત / allahabad high court acquitted accused ruled marital rape not crime wife 18 years of age

ન્યાયિક / પત્ની 18 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની હોય તો મેરિટલ રેપ કોઈ ગુનો નહીં- હાઈકોર્ટનો મોટો ચુકાદો

Hiralal

Last Updated: 05:32 PM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેરિટલ રેપ પર અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. કોર્ટનું કહેવું છે કે પત્ની 18 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની હોય તો મેરિટલ રેપ ન ગણાય.

  • મેરિટલ રેપ પર અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
  • પત્ની 18 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની હોય તો મેરિટલ રેપ ન ગણાય
  • સુપ્રીમના ચુકાદા સુધી મેરિટલ રેપ ન ગણાય
  • મેરિટલ રેપ ગુનો ગણાય કે નહીં, આવવાનો છે સુપ્રીમનો ચુકાદો

મેરિટલ રેપ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો બાકી છે પરંતુ તે પહેલા એક મોટી હાઈકોર્ટે મેરિટલ રેપને લઈને ચુકાદો જાહેર કર્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે જો પત્નીની ઉંમર 18 વર્ષથી વધુ હોય તો વૈવાહિક બળાત્કારને ગુનો ગણી શકાય નહીં. અદાલતે આ ટિપ્પણી પતિને તેની પત્ની વિરુદ્ધ "અકુદરતી ગુનો" કરવાના આરોપમાંથી નિર્દોષ જાહેર કરતી વખતે કરી હતી. આ કેસના આરોપીઓને આઈપીસીની કલમ 377 હેઠળ દોષિત ઠેરવી શકાય નહીં એમ જણાવતાં જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાની બેન્ચે કહ્યું હતું કે દેશમાં મેરિટલ રેપને હજુ સુધી ગુનો ગણવામાં આવ્યો નથી. અલ્હાબાદ હાઈકોર્ટે મધ્ય પ્રદેશ હાઈકોર્ટના અગાઉના અવલોકનને સમર્થન આપતા એમ પણ કહ્યું હતું કે વૈવાહિક સંબંધમાં કોઈ 'અકુદરતી ગુના' (આઈપીસીની કલમ 377 મુજબ) માટે કોઈ સ્થાન નથી.

ફરિયાદીનો શું આરોપ હતો 
અરજીમાં ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે, તેમના લગ્ન એક અપમાનજનક સંબંધ છે અને પતિએ તેની સાથે કથિત રીતે મૌખિક અને શારીરિક શોષણ અને જબરદસ્તી કરી હતી. કોર્ટે તેને ક્રૂરતા (498-એ) અને પતિના પતિ અથવા સંબંધીઓ દ્વારા સ્વેચ્છાએ ઇજા પહોંચાડવા (આઈપીસી 323) સંબંધિત કલમો હેઠળ દોષી ઠેરવ્યો હતો, જ્યારે તેને કલમ 377 હેઠળના આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યો હતો.

મેરિટલ રેપ પર સુપ્રીમનો ચુકાદો બાકી છે
મેરિટલ રેપ ગુનો ગણાય કે નહીં તેને લઈને સુપ્રીમ કોર્ટનો ચુકાદો બાકી છે. સુપ્રીમમાં ઘણી બધી અરજીઓ પેન્ડીંગ છે. સુપ્રીમના આ પેન્ડીંગ ચુકાદાને ટાંકતા હાઈકોર્ટે કહ્યું કે  મેરિટલ રેપને ગુનો જાહેર કરવાની માગણી કરતી અરજીઓ હજુ સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ હોવાથી અને તે જ્યાં સુધી આ કેસનો નિર્ણય ન કરે ત્યાં સુધી પત્નીની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોય તો મેરિટલ રેપ માટે ફોજદારી દંડ નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ