બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / All three BJP candidates for Rajya Sabha in Gujarat are unopposed

BIG NEWS / ગુજરાતમાં રાજ્યસભા માટે ભાજપના ત્રણેય ઉમેદવારો બિન હરીફ, 20મીએ શપથવિધિ

Malay

Last Updated: 12:57 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભાની ગુજરાતની 11 પૈકીની 3 ખાલી પડેલી બેઠક ભાજપે બિનહરીફ રીતે અંકે કરી લીધી છે. ભાજપના ઉમેદવાર એસ.જયશંકર, બાબુ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા બિનહરીફ જાહેર થયા છે.

  • રાજ્યસભા માટે ભાજપના ત્રણેય ઉમેદવારો બિનહરીફ જાહેર
  • દિલ્હીમાં ત્રણેય સાંસદની યોજાશે શપથવિધિ
  • 20 જુલાઈથી શરૂ થનારા સત્રમાં યોજાશે શપથવિધિ

ગુજરાતની 3 રાજ્યસભાની બેઠકને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યસભાના ત્રણેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. ગુજરાતની ત્રણ રાજ્યસભાની બેઠકના ઉમેદવાર એસ. જયશંકર, બાબુ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા બિનહરીફ જાહેર થયા છે. એકપણ રાજકીય પક્ષ તરફથી ઉમેદવાર ન નોંધાતા ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. આગામી 20 જુલાઈથી શરૂ થનારા સત્રમાં દિલ્હી ખાતે ત્રણેય સાંસદ સભ્યો શપથ લેશે.

ભાજપે એસ.જયશંકરને કર્યા રિપીટ 
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. વાસ્તવમાં આગામી ઓગસ્ટ મહિનામાં વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હોવાથી ભાજપે આ ત્રણેય નેતાઓમાંથી એસ.જયશંકરને રિપીટ કર્યા હતા. જ્યારે જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાની ટિકિટ કાપી નાખી હતી. 

Image

અન્ય રાજકીય પક્ષ તરફથી ન નોંધાયા ઉમેદવાર 
ભાજપે તેમની જગ્યાએ કાકંરેજના પૂર્વ ધારાસભ્ય બાબુ દેસાઈ અને વાંકાનેરના રાજવી કેસરીદેવસિંહ ઝાલા પર પસંદગી ઉતારી હતી. તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાની પાસે પુરતા ધારાસભ્યો ન હોવાથી ચૂંટણીમાં ઝંપલાવ્યું નહોતું. 

બાબુભાઈ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા

ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ જાહેર 
તેથી ભાજપના ત્રણેય ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ભાજપના ત્રણેય સાંસદ એસ. જયશંકર, બાબુ દેસાઈ અને કેસરીદેવસિંહ ઝાલા દિલ્હી ખાતે 20 જુલાઈથી શરૂ થનારા સત્રમાં શપથ લેશે. 

વિદેશમંત્રી જયશંકરનાં નિવેદનથી પાકિસ્તાનને લાગ્યાં મરચાં, ભારત પર લગાવ્યાં  ખોટા આક્ષેપો I Jaishankar remark Pakistan terrorism angry India
એસ.જયશંકર (કેન્દ્રીય વિદેશ મંત્રી)

કોણ છે એસ જયશંકર?

  • એસ જયસંકરનો જન્મ દિલ્હીમાં 9 જાન્યુઆરી 1955માં થયો હતો
  • પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. આ સિવાય જેએનયુ યુનિવર્સિટીથી પીએચડી મેળવી છે. 
  • એસ જયશંકર 1977ની આઈએફએસ બેચના અધિકારી છે. 
  • તેમણે 1985થી 1988 ભારતીય એલચી કચેરીમાં સેક્રેટરી તરીકે વોશિંગટનમાં કામ કર્યું
  • 1988-1990માં શ્રીલંકામાં ભારતીય શાંતિ સેનાના રાજકીય સલાહકાર તરીકે કામ કર્યું
  • તેમણે ચીનમાં ભારતીય રાજદૂત તરીકે સૌથી વધુ વર્ષ કામ કર્યું.
  • ત્યારબાદ ભાજપ તરફથી ગુજરાતથી રાજ્યસભા ઉમેદવાર તરીકે રાજ્યસભા સાંસદ બન્યા 
  • વિદેશ મંત્રાલયની જવાબદારી નિભાવી રહ્યા છે.

કોણ છે બાબુભાઈ દેસાઈ?

  • બાબુ દેસાઈનું મુળ ગામ ઊંઝાનું મક્તુપુર છે
  • ગામના નામથી ઓળખાય છે બાબુ મક્તુપુર
  • બનાસકાંઠાના કાંકરેજના ધારાસભ્ય રહી ચૂક્યા છે
  • રબારી સમાજમાં ભામાશાની છાપ
  • દ્વારકા યાત્રા માટે છુટ્ટા હાથે દાન કરનાર વ્યક્તિ
  • રબારી સમાજના સમૂહલગ્નના દાતા અને પ્રણેતા
  • ધાર્મિક કાર્યોમાં દાન કરનારા દાનવીર
  • રબારી સમાજમાં શિક્ષણને ઉત્તેજન આપવામાં મોટો ફાળો
  • ગુજરાતમાં રબારી સમાજની શિક્ષણ સંસ્થાઓમાં વડીલની ભૂમિકા
  • બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે બાબુ દેસાઈ

કોણ છે કેસરીદેવસિંહ ઝાલા?

  • 2011થી ભાજપના સક્રિય સભ્ય છે
  • 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં મહત્વની જવાબદારી મળી હતી
  • 2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈન્ચાર્જની જવાબદારી સંભાળી
  • 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવી
  • કેસરીદેવસિંહની મહેનતથી દાયકાઓ બાદ વાંકાનેર સીટ ભાજપને મળી
  • રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા પ્રમુખ રહી ચૂક્યા છે 
  • કેસરીદેવસિંહ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના યુવા પાંખના પ્રમુખ છે
  • અમરસિંહજી હાઈસ્કૂલના ઉપપ્રમુખ છે કેસરીદેવસિંહ
  • રમાકુંવરબા કન્યા છાત્રાલયના ટ્રસ્ટીના છે કેસરીદેવસિંહ
  • બોયઝ બોર્ડિંગના ટ્રસ્ટીની પણ નિભાવે છે જવાબદારી
  • તમામ જ્ઞાતિના ધાર્મિક કાર્યક્રમોમાં હાજર રહે છે કેસરીદેવસિંહ
     


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ