બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / All 72 people on board died in Nepal plane crash, including 5 Indians

BIG NEWS / નેપાળ પ્લેન ક્રેશમાં સવાર તમામ 72 લોકોના મોત, 5 ભારતીયો પણ સામેલ

Megha

Last Updated: 03:32 PM, 15 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂના એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયેલા પ્લેનમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા અને તમામ 72 લોકોના મોત થયા છે.

  • નેપાળના પોખરામાં યતી એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું
  • વિમાનમાં 68 મુસાફરો સહિત કુલ 72 લોકો સવાર હતા
  • તમામ 72 લોકોના મૃતદેહો મળી આવ્યા છે

નેપાળની રાજધાની કાઠમંડુથી પોખરા જઈ રહેલું યતિ એરલાઈન્સનું એટીઆર 72 વિમાન રવિવારે સવારે કાસ્કી જિલ્લાના પોખરામાં ક્રેશ થયું હતું.યતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ આ ઘટનાની જાણકારી આપતા કહ્યું હતું કે જૂના એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયેલા પ્લેનમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા અને તમામ 72 લોકોના મોત થયા છે.

72 મુસાફરોના મોત થયા 
પોખરામાં ક્રેશ થયેલ યતિ એરલાઈન્સમાં 4 ક્રૂ મેમ્બર સહિત તમામ 72 મુસાફરોના મોત થયા છે અને દરેકના મૃતદેહો મળી આવ્યા છે. જેમાં 5 ભારતીય મુસાફરોનો પણ સમાવેશ થાય છે. પ્લેનમાં સવાર પાંચ ભારતીયોના નામ સંજય જયસ્વાલ, સોનુ જયસ્વાલ, અનિલ કુમાર રાજભર, અભિષેક કુશવાહા અને વિશાલ શર્મા છે.

72 લોકોથી ભરેલ વિમાન ક્રેશ થવા પર નેપાળમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા છે. બીજી તરફ, પોખરા એરપોર્ટ પર પ્લેન ક્રેશને ધ્યાનમાં રાખીને નેપાળ સરકારે સોમવારે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.

યતી એરલાઈન્સની ATR-72 ફ્લાઈટ પોખરા એરપોર્ટ પહોંચે તેના 10 સેકન્ડ પહેલા જ આ અકસ્માત થયો હતો. અંહિયા મહત્વની વાત એ છે કે નેપાળના પોખરા એરપોર્ટનું ઉદ્ઘાટન 14 દિવસ પહેલા કરવામાં આવ્યું હતું. નેપાળના પોખરા એરપોર્ટ ચીનની મદદથી બનાવવામાં આવ્યું છે, આ એરપોર્ટને બનાવવા માટે ચીનની એક્ઝિમ બેંકે નેપાળને લોન આપી હતી. જણાવી દઈએ કે આ એરપોર્ટનું ઉદ્ઘાટન 1 જાન્યુઆરી, 2023ના રોજ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ દ્વારા કરવામાં આવ્યું હતું અને જે વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું હતું તે જ વિમાનની ડેમો ફ્લાઇટ ઉદ્ઘાટનના દિવસે કરવામાં આવી હતી. 

ATC તરફથી પ્લેનને મળી  હતી લેન્ડિંગની પરવાનગી 
પોખરા એરપોર્ટ ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે યતી એરલાઈન્સનું પ્લેન રનવેથી માત્ર 10 સેકન્ડ દૂર હતું ત્યારે ક્રેશ થયું હતું. સાથે જ ATC એક કર્મચારીના જણાવ્યા અનુસાર પોખરાનો રનવે પૂર્વ-પશ્ચિમ દિશામાં બનેલો છે અને એરક્રાફ્ટના પાયલોટે અગાઉ પૂર્વ બાજુથી લેન્ડિંગ માટે પરવાનગી માંગી હતી અને તેને આપવામાં પણ આવી હતી. પણ થોડા સમય પછી પાયલટે પશ્ચિમ બાજુથી લેન્ડિંગ માટે પરવાનગી માંગી હતી અને ફરીથી પરવાનગી આપવામાં આવી હતી. આ સાથે જ સિવિલ એવિએશન ઓથોરિટીનું કહેવું છે કે લેન્ડિંગ પહેલા પ્લેનમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી એટલા ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના બની હશે એમ ન કહી શકાય. 

અકસ્માત અંગે કેબિનેટની ઇમરજન્સી મિટિંગ 
જણાવી દઈએ કે આ અકસ્માતને લઈને કાઠમંડુના બાલુવાતારમાં મંત્રી પરિષદની ઈમરજન્સી મિટિંગ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં વિમાન દુર્ઘટના બાદ અસરકારક બચાવ અને દુર્ઘટનાના ટેકનિકલ કારણોની શોધ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. 

જૂના અને નવા પોખરા એરપોર્ટ વચ્ચે અકસ્માત
યતી એરલાઈન્સના ATR-72 વિમાને કાઠમંડુથી પોખરા માટે ઉડાન ભરી હતી અને આ 72 સીટર એરક્રાફ્ટમાં 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર્સ એટલે કે કુલ 72 લોકો હતા. આ સાથે જ પ્લેન પોખરા પહોંચ્યું ત્યારે ક્રેશ થયું હતું. નેપાળી મીડિયા અનુસાર, આ અકસ્માત પોખરાના જૂના ડોમેસ્ટિક એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે થયો હતો. 

વિમાનમાં 5 ભારતીય અને 4 રશિયન મુસાફરો સવાર 
એક રિપોર્ટ અનુસાર આ વિમાનમાં નેપાળના 53, ભારતના 5, રશિયાના 4, દક્ષિણ કોરિયાના 2, આયર્લેન્ડના 1, આર્જેન્ટીના અને એક ફ્રાંસના નાગરિકો હતા. આ સાથે જ નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ અને ગૃહ પ્રધાન રવિ લામિછા ઇમરજન્સી મિટિંગ પછી સીધા કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર પહોંચ્યા હતા જ્યાં તેઓએ કંટ્રોલ રૂમમાંથી પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી. 

નેપાળમાં બચાવ કાર્ય ચાલુ છે
નેપાળ આર્મી, આર્મ્ડ પોલીસ, નેપાળ પોલીસ તેમજ ત્યાંના સ્થાનિક નાગરિકો પણ આ બચાવ કાર્યમાં લાગેલા છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં 40થી વધુ મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આ સાથે જ નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ