બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Alia Bhatt will play a unique role with Ranbir in Sanjay Leela Bhansali Love and War

મનોરંજન / આલિયા ભટ્ટના ફેન્સની આતૂરતાનો અંત, સંજય લીલા ભણસાલીની 'લવ એન્ડ વોર'માં રણબીરની સાથે કરશે અનોખો રોલ

Megha

Last Updated: 02:29 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંજય લીલા ભણસાલીની નવી ફિલ્મમાં રણબીર કપૂર, વિકી કૌશલ અને આલિયા ભટ્ટ જોવા મળશે, અને આ ફિલ્મમાં આલિયાનો રોલ કેવો હશે તેને લઈને મોટી અપડેટ સામે આવી છે.

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. વર્ષ 2024ની શરૂઆતમાંસંજય લીલા ભણસાલીના ચાહકો માટે સારા સમાચાર આપ્યા હતા કે તેઓ એક ફિલ્મ લઈને આવી રહ્યા છે, જેનું નામ 'લવ એન્ડ વોર' છે અને તેમાં ત્રણ મોટા સ્ટાર્સ જોવા મળવાના છે. 

આ ફિલ્મમાં રણબીર કપૂર, વિકી કૌશલ અને આલિયા ભટ્ટ જોવા મળશે. જાહેરાત બાદ આ ફિલ્મ સાથે જોડાયેલી માહિતી સમયાંતરે બહાર આવતી રહે છે. ફેબ્રુઆરીમાં એવી માહિતી મળી હતી કે રણબીર ફિલ્મમાં ગ્રે પાત્ર ભજવવાનો છે. તે જ સમયે, જે લોકો આ ફિલ્મમાં આલિયાનો રોલ કેવો હશે તે જાણવાની રાહ જોઈ રહ્યા છે, હવે તેમના માટે મોટી અપડેટ સામે આવી છે. 

રિપોર્ટ અનુસાર આલિયા આ ફિલ્મમાં સિંગરના રોલમાં જોવા મળશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે 'હાઈવે', 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા' જેવી ફિલ્મો કર્યા બાદ તે આ રોલ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તેની કારકિર્દીનું સૌથી જટિલ પાત્ર હશે. 'લવ એન્ડ વોર' એક એવી ફિલ્મ બનવા જઈ રહી છે જેની વાર્તા પ્રેમ, વફાદારી અને બલિદાનની થીમ પર આધારિત હશે.

આ ફિલ્મની સ્ટોરી શું હશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ ફિલ્મની જાહેરાત બાદ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે લવ ટ્રાયંગલ પર આધારિત સ્ટોરી બતાવવામાં આવશે. અન્ય એક રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભણસાલીની આ ફિલ્મ 1964માં રિલીઝ થયેલી રાજ કપૂરની ફિલ્મ 'સંગમ'ની અનઓફિશિયલ રિમેક હશે. 

વધુ વાંચો: સંગીત નાઇટ પર તાપસી પન્નુએ પતિ મેથિયાસ સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ, Video વાયરલ

આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બર-ડિસેમ્બરમાં શરૂ થવાની ધારણા છે અને કહેવાય રહ્યું છે કે આ ફિલ્મ ક્રિસમસ 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

જાણીતું છે કે આ દિવસોમાં સંજય લીલા ભણસાલી પણ તેની પ્રથમ વેબ સિરીઝ 'હીરામંડી' માટે ચર્ચામાં છે. તેમની આ વેબ સિરીઝ ટૂંક સમયમાં નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. મનીષા કોઈરાલા, અદિતિ રાવ હૈદરી, સોનાક્ષી સિંહા, સંજીદા શેખ, રિચા ચઢ્ઢા આ વેબ સિરીઝનો ભાગ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ