બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Alerta en Haldwani tras la violencia: 6 muertos, escuelas y comercios cerrados

Haldwani Violence / હિંસા બાદ હલ્દવાનીમાં એલર્ટ: 6નાં મોત, સ્કૂલો-દુકાનોને તાળાં, શહેર છાવણીમાં તબદીલ

Priyakant

Last Updated: 08:37 AM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Haldwani Violence Latest News: હલ્દવાની હિંસાને લઈ દેહરાદૂન, હરિદ્વાર અને ઉધમ સિંહ નગર જિલ્લામાં પોલીસ સંપૂર્ણ એલર્ટ પર છે. તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા સૂચના

  • હલ્દવાની હિંસાને લઈ દેહરાદૂન, હરિદ્વાર,ઉધમસિંહ નગર જિલ્લામાં પોલીસ એલર્ટ પર
  • તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા સૂચના
  • હલ્દવાની હિંસામાં 4 ઉપદ્રવીઓના મોત જ્યારે 100થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા

Haldwani Violence : ઉત્તરાખંડના હલ્દવાનીના વનભૂલપુરાના મલિકના બગીચામાં બનેલી ગેરકાયદેસર મસ્જિદ અને મદરેસાને તોડવા ગયેલા વહીવટીતંત્ર અને પોલીસ તેમજ મીડિયા પર્સન પર ગુરુવારે સાંજે મુસ્લિમ સમાજના લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 4 બદમાશોના મોત થયા છે. જ્યારે 100થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. હલ્દવાનીમાં ઈન્ટરનેટ સેવા બંધ છે. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ એલર્ટ પર છે.

હલ્દવાની હિંસાને લઈ દેહરાદૂન, હરિદ્વાર અને ઉધમ સિંહ નગર જિલ્લામાં પોલીસ સંપૂર્ણ એલર્ટ પર છે. તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા સૂચના આપવામાં આવી છે. દેહરાદૂન SSPએ પણ સમગ્ર શહેરમાં હિલચાલ વધારી દીધી છે. સંવેદનશીલ વિસ્તારો પર પોલીસ સતત નજર રાખી રહી છે. ઉધમસિંહનગર SPએ પણ સમગ્ર જિલ્લામાં પોલીસ બંદોબસ્ત વધારી દીધો છે. પોલીસ દરેક ખૂણે-ખૂણે નજર રાખી રહી છે અને સામાન્ય લોકોને પણ અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરવામાં આવી છે. 

સતત અપડેટ લઈ રહ્યા છે CM ધામી
હલ્દવાની ઘટના બાદ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. જિલ્લાના તમામ અધિકારીઓ માર્ગો પરની દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. CM પુષ્કર ધામી પણ આ સમગ્ર મામલે અધિકારીઓ પાસેથી ક્ષણ-ક્ષણ અપડેટ લઈ રહ્યા છે. વનફુલપુરામાં પ્રવર્તી રહેલા તંગ વાતાવરણને જોતા હવે દહેરાદૂનમાં પણ વહીવટીતંત્ર એલર્ટ પર આવી ગયું છે. દેહરાદૂન DM સોનિકા સિંહ અને SSP અજય સિંહની સંયુક્ત ટીમ સતત સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ રહી છે.

વધુ વાંચો: ઉદ્ધવ ઠાકરેના નેતાનું LIVE મર્ડર, હુમલાખોરનો પણ આપઘાત, સામે આવ્યો ખૌફનાક વીડિયો

અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસકર્મીઓ અને વહીવટીતંત્ર સિવાય આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ કોઈ જાનહાનિની ​​માહિતી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિ તંગ છે, પરંતુ નિયંત્રણમાં છે. DIGએ કહ્યું અમારી પાસે આ સમગ્ર ઘટનાના અલગ-અલગ ફૂટેજ છે, આ ઘટના પાછળના તમામ બેફામ તત્વોની ઓળખ કરવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ