બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Akshay's funny answer to the question 'INDIA-Bharat is the same', The Great Bharat Rescue

મનોરંજન / 'INDIA-Bharat એક સમાન', The Great Bharat Rescueના સવાલ પર અક્ષયનો મજેદાર જવાબ

Megha

Last Updated: 10:13 AM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય કુમારે તેની ફિલ્મનું નામ બદલીને 'મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ' રાખ્યું હતું જ્યારે પહેલા તેનું ટાઈટલ 'મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ' હતું.

  • ફિલ્મ 'મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ' શુક્રવારે રિલીઝ થઈ હતી
  • ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂથી નામ બદલીને ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ રાખવામાં આવ્યું હતું 
  • અક્ષય કુમારે ફિલ્મ રિલીઝ પછી જણાવ્યું છે કે તેણે આવું કરવાનું કેમ નક્કી કર્યું

અક્ષય કુમારની ફિલ્મ 'મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ' શુક્રવારે રિલીઝ થઈ હતી.ફિલ્મની વાર્તા પશ્ચિમ બંગાળના રાનીગંજની એક સત્ય ઘટનાથી પ્રેરિત છે.અક્ષય કુમારની ફિલ્મનું પોસ્ટર સપ્ટેમ્બરમાં રિલીઝ થયું હતું. હવે એ વાત તો નોંધનીય છે કે ગયા મહિને જ ચર્ચાઓ થવા લાગી હતી કે સરકાર દેશનું નામ ભારતથી બદલીને ભારત કરી શકે છે. આ ચર્ચાએ જોર પકડતાની સાથે જ અક્ષયે ફિલ્મનું નામ બદલીને 'મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ' રાખ્યું હતું જ્યારે પહેલા તેનું ટાઈટલ 'મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યૂ' હતું. હવે અક્ષયે પહેલીવાર જણાવ્યું છે કે તેણે આવું કરવાનું કેમ નક્કી કર્યું.

આ કારણે નામ બદલવામાં આવ્યું હતું
ફિલ્મનું નામ બદલવા અંગે વાત કરતા અક્ષય કુમારે કહ્યું, 'જો નામ બદલીને ભારત કરીએ તો શું તેમાં કંઈ ખોટું છે? નહીં ને? તો બસ ફિલ્મ જુઓ અને તેને એન્જોય કરો.' આ વિશે આગળ વાત કરતાં અક્ષય કુમારે જણાવ્યું કે, 'ઈન્ડિયાની જગ્યાએ ભારત નામ કઈં ખોટું તો નથીને? ભારત ખૂબ સારું નામ છે અને તે આપણા બંધારણમાં છે તેથી અમે તેને બદલવાનો નિર્ણય કર્યો હતો.'

ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે
અક્ષય કુમારની ફિલ્મ 'મિશન રાનીગંજ' એક સત્યઘટનાથી પ્રેરિત છે. આ ફિલ્મમાં અક્ષય, રિયલ લાઈફ હીરો જસવંત સિંહ ગિલનું પાત્ર નિભાવી રહ્યા છે. તેમણે પોતાના જીવના જોખમે જમીનમાંથી લગભગ 350 ફૂટ નીચે ફસાયેલા 65 ખનન મજૂરીનો જીવ બચાવ્યો હતો.  

2006માં હરિયાણાના કુરૂક્ષેત્રમાં નવી ટેક્નીક હોવા છતાં 50 ફૂટ નીચે બોરવેલમાં પડેલા પ્રિંસને બચાવવાનું અભિયાન જ્યાં 3 દિવસ ચાલ્યું હતું. ત્યાં જ આ ઘટનાથી 18 વર્ષ પહેલા 1989માં જસવંત સિંહ ગિલે ફક્ત 2 દિવસમાં જમીનમાં 350 ફૂટ નીચે ફસાયેલા 65 મજૂરોના જીવ બચાવ્યા હતા. 

આ ફિલ્મો પાઈપલાઈનમાં છે
અગાઉ અક્ષયે બોક્સ ઓફિસ પર 'જવાન' અને 'ગદર 2'ની સફળતા પર ખુશી વ્યક્ત કરી હતી.'ઓએમજી 2' 'ગદર 2' સાથે રિલીઝ થઈ હતી.બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.અક્ષયની આગામી ફિલ્મો 'સિંઘમ અગેન', 'બડે મિયાં છોટે મિયાં', 'હાઉસફુલ 5', 'વેલકમ ટુ ધ જંગલ' અને 'સ્કાય ફોર્સ'  છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ