બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad husband, wife and Wo case under discussion

ક્રાઈમ / અમદાવાદનો પતિ, પત્ની અને વો કિસ્સો ચર્ચામાં, સસરાના હાથ પણ ગંદા, લગ્નના 19 દિવસ બાદ રંગ દેખાડ્યા

Dinesh

Last Updated: 05:25 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Crime News: પતિના બીજા લગ્નની જાણ થતાં પીડિતા અને તેના પિતા પ્રેમીકાના પિતા ને મળવા ગયા હતા અને દહેજ લાલચુ સાસરિયાની હકીકત જણાવતા પતિએ હુમલો કર્યો હતો

  • અમદાવાદમાં ફરી પતિ, પત્ની અને વોનો કિસ્સો
  • પત્નીને ઘરમાંથી કાઢીને પ્રેમિકા સાથે બીજા લગ્ન કર્યા
  • લગ્નના 19 દિવસમાં જ યુવતી પરત ફરી પિતાના ઘરે


અમદાવાદમાં ફરી પતિ, પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો છે. પતિએ પત્નીને ઘરમાંથી કાઢીને પ્રેમિકા સાથે બીજા લગ્ન કર્યા કરતા પત્નીએ વિરોધ કરતા પત્ની પર લાકડીઓથી હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલો રામોલ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. પતિ, પ્રેમિકા અને સસરા વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. લગ્ન કરીને સુખી સંસારનું સપનું જોઈને સાસરે ગયેલી યુવતીના સપના 19 દિવસમાં જ તૂટી ગયા હતા અને પતિ નું ઘર છોડીને પિયરમાં રહેવા મજબુર થવું પડ્યું. કારણ કે પતિના જીવનમાં અન્ય સ્ત્રી હોવાથી ઘરસંસારનું સુખ મળ્યું નહિ. ઘટનાની વાત કરીએ તો એક યુવતીના લગ્ન 2021માં જીતેન્દ્ર સાથે થયા હતા. લગ્ન બાદ પતિ અને સાસરિયા દહેજ માટે માનસિક ત્રાસ આપતા હતા. પિતાએ દહેજમાં 7 લાખની કાર અને ઘરની ચીજવસ્તુઓ આપી હતી. તેમ છતાં પતિ જીતેન્દ્રને 12 લાખની કાર લેવી હતી. જેથી તે યુવતીને માનસિક ત્રાસ આપતો હતો. તેણે વિરોધ કરતા તેને માર મારીને પિયર મૂકી ગયો હતો. 

પતિનું અન્ય યુવતી સાથે પ્રેમ સંબધ
લગ્નના 19 દિવસમાં જ યુવતીએ પિતાના ઘરે પરત ફરવું પડ્યું હતું. એટલું જ નહીં પતિનું અન્ય યુવતી સાથે પ્રેમ સંબધ હતો. જેથી તેને પોતાની પ્રેમીકા સાથે બીજા લગ્ન કરી લીધા હતા. પત્ની અને તેના પિતાએ વિરોધ કર્યો તો આરોપીએ લાકડીઓથી હુમલો કર્યો હતો.જેમાં યુવતી અને તેના પિતા ઇજાગ્રસ્ત થયા હતા. પતિ, પત્ની અને વોનો કિસ્સો રામોલ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પીડિત યુવતીએ આક્ષેપ કર્યો છે કે પતિ જીતેન્દ્ર અને સસરા રામકિશન દહેજના લાલચુ હતા. અને માનસિક ત્રાસ પણ આપતા હતા. જીતેન્દ્રનું લગ્ન પહેલા મુન્નેસ નામની યુવતી સાથે સબંધ હતો. 

વાંચવા જેવું: આગામી 3 દિવસ બાદ ફરી રાજ્યમાં થશે તાપમાનમાં ઘટાડો, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી

પોલીસે તપાસ હાથ ધરી
જેથી પીડિતાને ઘરમાંથી કાઢીને પ્રેમિકા સાથે લગ્ન કર્યા. સમાજમાં પતિના બીજા લગ્નની જાણ થતાં પીડિતા અને તેના પિતા મુન્નેસના પિતા ને મળવા ગયા હતા અને લાલચુ સાસરિયાની હકીકત જણાવી હતી.જેથી ઉશ્કેરાયેલા આરોપી અને તેની પ્રેમિકા અને પિતાએ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા પીડિતા અને તેના પિતા પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં જીતેન્દ્રને દહેજમાં મળેલી કાર લઈને આવ્યો અને પીડિતાને માર મારીને તેજ કારમાં બીજી પત્ની એવી પ્રેમિકાને લઈને ફરાર થઇ ગયો હતો. રામોલ પોલીસે આ ઘટનાને લઈને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. પતિ, પત્ની અને વોના ઝઘડા અને દહેજના આક્ષેપોને લઈને રામોલ પોલીસે જીતેન્દ્ર, સસરા રામકિશન, પ્રેમીમાં મુન્નીસ અને તેના પિતા વિનોદ વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ