બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad a businessman s car was robbed by three gangs hitting a bike

બોલાચાલીની આડ / એક્સિડન્ટના બહાને ચોરી-લૂંટ કરતી ટોળકી સક્રિય: બે શખ્સ વેપારીની નજર ચૂકવીને જુઓ કેવી ‘કળા’ કરી ગયા

Kishor

Last Updated: 10:36 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વેપારીની કારને ત્રણ ગઠીયાએ બાઈક અથડાવી હતી. ત્યારબાદ એક્સિડન્ટના બહાને બોલાચાલી કરી તેમની કારમાંથી આઠ લાખ રૂપિયાની રોકડ રકમ ભરેલી બેગ ઉઠાવી ફરાર થઈ ગયા હતા

  • અમદાવાદમાં એક્સિડન્ટના બહાને ચોરી-લૂંટ કરતી ટોળકી સક્રિય
  • વેપારીની કાર સાથે બાઈક અથડાવી આઠ લાખની ચોરી
  •  બે શખ્સ વેપારીની નજર ચૂકવીને ‘કળા’ કરી ગયા

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતના બહાને ચોરી તેમજ લૂંટ કરતી ટોળકી સક્રિય બની છે અને આ પ્રકારના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરના કોઈ રોડ પર તમારી કાર કે બાઈક જો અન્ય વ્યક્તિની બાઈક સાથે અથડાય અને ઝઘડો થાય ત્યારે તરત સતર્ક બની જજો, કેમ કે આ સમય દરમિયાન તમારી ગભરામણનો લાભ ઉઠાવીને શાતિર ટોળકી તમારી કીમતી મતા કે રોકડ ભરેલી બેગ ઉઠાવીને પળભરમાં જ છૂ થઈ શકે છે. આવી કોઈ ઘટના બને ત્યારે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો હિતાવહ છે. 

જાહેરમાં ફોન પર વાત કરવાની આદત હોય તો ચેતી જજો! અમદાવાદમાં મોબાઇલ ચોરતી  ટોળકીએ મચાવ્યો આતંક | Two incidents of mobile snatching took place in  Chandkheda and Amraiwadi


આવો જ એક ચોંકાવનારો કિસ્સો શહેરના ઓઢવ વિસ્તારમાં સામે આવ્યો છે, જેમાં એક વેપારીની કારને ત્રણ ગઠીયાએ  બાઈક અથડાવી હતી. ત્યાર બાદ એક્સિડન્ટના બહાને બોલાચાલી કરી તેમની કારમાંથી આઠ લાખ રૂપિયાની રોકડ રકમ ભરેલી બેગ ઉઠાવી લીધી હતી અને પળવારમાં જ તેઓ ફરાર થઈ ગયા હતા. ઓઢવ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે. 

‘તને દેખાતું નથી કે પાછળ બાઈક છે?’ 
શહેરમાં હવે ધોળા દિવસે પણ ચોરી કે લૂંટને અંજામ આપતી ખતરનાક ઠગ ટોળકી શહેરીજનોને નિશાન બનાવી રહી છે. નિકોલમાં રહેતા વેપારી કૌશિક ઠક્કર દસ લાખ રૂપિયા રોકડા લઈને પોતાની કારમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે બે લાખ રૂપિયા આંગડિયા પેઢીમાં આપ્યા હતા અને બાકીના આઠ લાખ રૂપિયા ભરેલી બેગ કારમાં લઈને તેઓ જ્યારે સિંગરવા બસ સ્ટોપ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ટોળકીએ તેમને ટાર્ગેટ કર્યા હતા. બપોરના અઢી વાગ્યાની આસપાસ બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ અચાનક જ તેમની કારને પાછળથી ટક્કર મારી હતી. ત્યાર બાદ આ શખ્સોએ ઝઘડો શરૂ કરી કૌશિકને કહ્યું હતું કે, ‘તને દેખાતું નથી કે પાછળ બાઈક છે?’ 

સીસીટીવી ફૂટેજની પણ તપાસ શરૂ
આ બાઈકસવાર શખ્સો કૌશિક સાથે બોલાચાલી કરી રહ્યા હતા તે દરમિયાન અન્ય બાઈક ઉપર આવેલા બે શખ્સો તેમની કારની આગળની સીટમાંથી આઠ લાખ રૂપિયા ભરેલી બેગ ઉઠાવીને ફરાર થઈ ગયા હતા. કૌશિકે બૂમાબૂમ કરવા છતાં ગઠીયા હાથ આવ્યા નહોતા. આથી કૌશિકે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફ‌િરયાદ નોંધાવતાં પોલીસે ત્રણ  અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી પકડવા માટેની દોડધામ શરૂ કરી હતી. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની પણ તપાસ શરૂ કરી છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ