બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad 4 schools recognition cancelled for Inconvenience

કાર્યવાહી / અમદાવાદની 4 સ્કૂલોની માન્યતા રદ: કારણ અસુવિધાઓ અને ગેરરીતિ, DEOના તપાસ રિપોર્ટ બાદ લેવાયો નિર્ણય

Dhruv

Last Updated: 09:33 AM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિવિધ ગેરરીતિઓ તથા અસુવિધાઓના કારણે અમદાવાદમાં 4 સ્કૂલોની માન્યતા DEO કચેરીના તપાસ રિપોર્ટ બાદ રદ કરવામાં આવી છે. જેમાં 2 સ્કૂલો હાટકેશ્વર તો અન્ય 2 સ્કૂલો ગેરતપૂરની છે. આ ચારેય સ્કૂલો ખાનગી અને પ્રાયમરીની છે.

  • અમદાવાદની 4 સ્કૂલોની માન્યતા DEO દ્વારા રદ કરાઈ
  • માન્યતા રદ પાછળ અસુવિધાઓ અને ગેરરીતિ કારણભૂત
  • 2 હાટકેશ્વરની તો 2 ગેરતપુરની સ્કૂલોની માન્યતા રદ કરાઇ

અમદાવાદની સ્કૂલો વિરૂદ્ધ થયેલી ફરિયાદ બાદ અમદાવાદ શહેર DEO કચેરી દ્વારા અધિકારીઓને રૂબરૂ મોકલીને શહેરની 4 સ્કૂલોની તપાસ હાથ ધરાઇ હતી. ત્યાર બાદ 23 ઓક્ટોબરે રૂબરૂ સુનાવણી કરાઇ હતી. જેમાં મેનેજમેન્ટ તરફથી હાજર ન રહેતા 8 નવેમ્બરે ફરીથી સુનાવણી રખાઇ હતી. આથી તપાસના તારણો અને સુનાવણીના નિવેદન હાદ ફાઇનલ રિપોર્ટ DEOને મોકલાયો હતો. જેના જણાવ્યાં મુજબ, આ ટ્રસ્ટની સ્કૂલ અગાઉ બીજા સ્થળે હતી અને જે શહેર DEO કચેરીમાં સ્થળ ફેરફારની તપાસ ફાઇલ ચાલતી હતી. જેથી આ ફરિયાદની તપાસ પણ અહીંથી જ કરાઇ હતી.

મંજૂરી સમયે એફિડેવિટમાં ખોટી વિગતો જાહેર કરેલી

આથી તપાસ બાદ ધ્યાને આવ્યું હતું કે શહેરની નૂતન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નૂતન હિન્દી વિદ્યાલય, શ્રદ્ધા ઇન્ટરનેશનલ સ્કૂલ (ધો. 1થી 5 અંગ્રેજી માધ્યમ) અને ભગવતી ગુજરાતી બાલ મંદિર તથા પ્રાથમિક સ્કૂલ (ગુજરાતી માધ્યમ ધો. 1થી 8) એક જ સ્થળે બિલ્ડિંગમાં ચલાવવામાં આવે છે. અહીં સ્કૂલમાં જરૂરિયાત મુજબના વર્ગખંડો ઉપલબ્ધ ન હોવાથી અને મંજૂરી સમયે એફિડેવિટમાં ખોટી વિગતો જાહેર કરી ખોટું સોગંધનામુ રજૂ કરીને માન્યતા મેળવી લીધી હોવાનું સાબિત થયું હતું. આથી આ ગેરરીતિ અને અપૂરતી સુવિધાના લીધે શ્રદ્ધા ઇન્ટરનેશનલ સ્કૂલ અને ભગવતી બાલમંદિર તથા પ્રાથમિક સ્કૂલ ગુજરાતી માધ્યમની માન્યતા રદ કરાઇ.

વિદ્યાર્થીઓને નજીકની સ્કૂલોમાં પ્રવેશ અપાશે

આ બે સ્કૂલો ઉપરાંત શહેરના હાટકેશ્વરની નૂતન હિન્દી માધ્યમ સ્કૂલ અને નૂતન ગુજરાતની માધ્યમ સ્કૂલની પણ માન્યતા રદ કરવાનો પ્રાથમિક શિક્ષણ નિયામકે આદેશ કર્યો હતો. આથી અંતે સ્થળની તપાસ અને રૂબરૂ સુનાવણી બાદ DEOના ફાઇનલ રિપોર્ટના આધારે ચારેય સ્કૂલોની માન્યતા રદ કરવાનો નિર્ણય લેવાયો. જોકે માન્યતા રદ થયેલી શાળાઓના વિદ્યાર્થીઓને નજીકની સ્કૂલોમાં પ્રવેશ અપાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ