બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / After the Vadodara Harani boat tragedy, school administrators issued guidelines

વડોદરા / 'શાળા બહારના પ્રવાસ કે પ્રવૃતિઓ ટાળો', હરણી બોટ દુર્ઘટના બાદ સંચાલક મંડળે જાહેર કરી ગાઈડલાઈન

Dinesh

Last Updated: 05:09 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara news: વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ હવે શાળા સંચાલક મંડળ દ્વારા ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ શાળાના સંચાલકો માટે એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે

  • હરણી દુર્ઘટના કેસ બાદ શાળા સંચાલક મંડળ જાગ્યું 
  • શાળાઓ માટે માર્ગદર્શિકા જાહેર  કરી 
  • શાળા બહારના પ્રવાસ કે પ્રવૃતિઓ ટાળવા સૂચન 


વડોદરા હરણી બોટ  દુર્ઘટના બાદ મોડા મોડા હવે વડોદરા શહેરના શાળા સંચાલકોને ડાહપણનો વિચાર ફૂટ્યો છે. શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લાની તમામ ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ શાળા સંચાલકો માટે એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં બાળકો ,શિક્ષકો અને કર્મચારીઓની સલામતી માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે.

માર્ગદર્શિકા બહાર પાડી
હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો સહિત 2 શિક્ષકોના મોત થયા બાદ શાળા સંચાલકો અને કોર્પોરેશનના અધિકારીઓ સામે અનેક સવાલ ઉભા થયા હતા. ત્યારે હવે વડોદરા શહેરમાં આવેલી ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ શાળાના સંચાલકો એ મોડે મોડે શાળાના બચાવ અને બાળકોની સલામતી માટે એક માર્ગદર્શિકા બહાર પાડી છે. શાળા સંચાલક મંડળના પ્રમુખ દ્વારા શાળાની બહાર કોઈ પણ પ્રવાસ, પ્રવૃત્તિ કે કાર્યક્રમ ટાળવા માટે તેમજ શાળામાં  ફાયર સેફટી અને વીજ ઉપકરણોનું નિયમિત પણે પરીક્ષણ કરવા માટે જણાવવામાં આવ્યું છે. તમામ શાળાએ બી.યુ તેમજ ઓક્યુપેશન સર્ટિફિકેટ મેળવી લેવા પણ તાકીદ કરવામાં આવી છે. સાથે સાથે શાળાના મકાનો જુના હોય તો સક્ષમ અધિકારી પાસેથી સ્ટેબિલિટી સર્ટી અને શાળાના ટ્રાન્સપોર્ટેશનના વાહનો માટે પણ RTOના નિયમોનું પાલન કરવા કહેવામાં આવ્યું છે તેમજ ખાનગી વાહનોમાં મોકલવામાં આવતા બાળકોની જવાબદારી વાલીઓ માથે ઢોળી દેવામાં આવી છે.

વાંચવા જેવું: ગૌણ સેવા પસંદગી મંડળનું મોટું એલાન, 266 જગ્યાઓ માટે ભરતી બહાર પડાઇ, જાણો કયા પદ માટે

શાળા સંચાલકોએ સમિતિ બનાવી
વાલી મંડળે પણ શાળા સંચાલકો આ નિર્ણયને આવકારી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, શાળા સંચાલકોએ આ નિર્ણયો વહેલા લેવાની જરૂર હતી, કારણે કે આ નિર્ણયથી આવનાર સમયમાં ચોક્કસ બાળકોનું હિત જળવાશે અને આ નિયમો બનાવ્યા તેનું ચુસ્ત પણે પાલન થવું પણ એટલું જ જરૂરી છે. તો સાથે જ શાળા સંચાલકોએ એક સમિતિ બનાવી જેમાંથી વાલીઓને બાકાત રાખવામાં આવ્યા છે. ત્યારે આ સમિતિમાં વાલીઓનો સમાવેશ કરવો જોઈએ તેવી પણ માંગ છે. જેથી વાલીઓ પાસે આવતી ફરિયાદો અને સૂચનોને શાળા સંચાલકો સુધી સરળતાથી પોહચાડી શકાય. ઉલ્લેખનીય છે ખાનગી શાળા સંચાલક મંડળએ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોડે મોડે માર્ગદર્શિકા જાહેર કરી છે. વાગે ત્યારે જાગે એ કહેવત અહી સાર્થક થતી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે માર્ગદર્શિકા બાદ વિદ્યાર્થીઓનું હિત ખરેખર જળવાશે કે પછી અગાઉની જેમ માત્ર કાગળ પર જ કાગડા દેખાશે તે આવનારો સમય જ બતાવશે.

દુર્ઘટના કેસમાં ત્રણની ધરપકડ
અત્રે જણાવીએ કે, વડોદરામાં હરણી દુર્ઘટના કેસમાં વધુ 3 આરોપી ઝડપાયા છે. આરોપીઓની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી શરુ કરી છે. જેમાં વત્સલ શાહ, નૂતનબેન શાહ,વૈશાલીબેન શાહની ધરપકડ કરાઈ છે 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ