બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / After the accident on ISKCON Bridge, the traffic police woke up

અમદાવાદ / ઈસ્કોન બ્રિજ અકસ્માત અંગે ટ્રાફિક DCP સફિન હસનનું લૂલું રટણ, કાર્યવાહીના નિવેદન બાદ ઉઠ્યા અનેક સવાલ

Dinesh

Last Updated: 05:41 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રાફિક DCPએ જણાવ્યું કે, SG હાઈવે પર પૂર ઝડપે ગાડી ચલાવતા ચાલકો સામે કાર્યવાહી ચાલુ છે, આ ઘટના બની છે તે દુ:ખદ છે અને જેમાં ભારેમાં ભારે સજા થાય તે માટે ટ્રાફિક પોલીસ પ્રયત્નશીલ છે

  • ઈસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ જાગી ટ્રાફિક પોલીસ
  • રોડ પર ગતિથી વાહન ચાલવનારા સામે કાર્યવાહીનું DCPનું રટણ
  • 'SG હાઈવે પર પૂર ઝડપે ગાડી ચલાવતા ચાલકો સામે કાર્યવાહી ચાલુ'

અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર ગત મોડી રાત્રે સર્જાયેલા અકસ્માત મામલે કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. તો બીજી તરફ આ અકસ્માત બાદ ટ્રાફિક પોલીસ પણ જાગી છે. રોડ પર ગતિથી વાહન ચાલવનારા સામે કાર્યવાહીનું DCPનું રટણ સામે આવ્યું છે.

 

DCP સફિન હસનનું નિવેદન 
ટ્રાફિક DCP સફિન હસનએ જણાવ્યું કે, SG હાઈવે પર પૂર ઝડપે ગાડી ચલાવતા ચાલકો સામે કાર્યવાહી ચાલુ છે, આ ઘટના બની છે તે દુ:ખદ છે અને આમાં ભારેમાં ભારે સજા થાય તે માટે ટ્રાફિક પોલીસ પ્રયત્નશીલ છે. વધુમાં જણાવ્યું કે, જ્યાં વધુ સ્પિડના ઈશ્યું છે તે બાબતે પણ કામગીરી કરવામાં આવશે. ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે તેને વધુ સઘન કરવામાં આવશે. 

ટ્રાફિક DCP સફિન હસન

સવાલ ઉઠી રહ્યાં
સફિન હસનના નિવેદન બાદ અનેક સવાલ ઉઠી રહ્યાં છે કે, ગઈકાલે અકસ્માત થયો ત્યારે ટ્રાફિક પોલીસ ક્યાં હતી? અને 2 અકસ્માત થયા છતા હજુ સુધી કેમ કંઈ મોટી કાર્યવાહી નહી?. 9 નિર્દોષના મૃત્યુ છતા પોલીસ માત્ર દાવા કરી રહી છે. 

શું હતી સમગ્ર ઘટના ? 
ગઈકાલે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. 
આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 10 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલ લઈ જવામાં આવ્યા છે. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ