બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / After Gir Somnath, it is raining heavily in Junagadh now

મેઘતાંડવ / ગીર-સોમનાથ બાદ હવે જૂનાગઢ જળબંબોળ: માંગરોળમાં મુશળધાર 11.5 ઈંચ વરસાદ, ગામેગામ બેટમાં ફેરવાયા, હાઇવે ઠપ્પ

Malay

Last Updated: 02:23 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain In Junagadh: આજ સવારથી જ જૂનાગઢમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. જિલ્લામાં ધોધમાર વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે.

 

  • જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ 
  • ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા 
  • લોકોની દુકાનો અને ઘરોમાં ભરાયા પાણી
  • અનેક ગામો બન્યા સંપર્ક વિહોણા

રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે ગીર સોમનાથમાં તોફાની બેટિંગ કર્યા બાદ આજે મેઘરાજા જૂનાગઢમાં ધડબડાટી બોલાવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે જૂનાગઢના માંગરોળમાં 11 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે માંગરોળમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જ્યાં જોવો ત્યાં પાણી-પાણી જ જોવા મળી રહ્યું છે. મુશળધાર વરસાદના કારણે ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે. અવિરત વરસાદથી લોકોને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ધોધમાર વરસાદ પડતાં અનેક ગામનો સંપર્ક કપાયો છે.

માંગરોળથી કેશોદ હાઈવે પર ટ્રાફિક જામ
આજ સવારથી જ જૂનાગઢમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ પડતા માંગરોળથી કેશોદ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો છે. માંગરોળ-કેશોદ બાયપાસ પર ભરાયા કમરસમા પાણી ભરાયા છે. જેના કારણે મોટી સંખ્યામાં વાહન ચાલકો અટવાઈ ગયા છે. ભારે વરસાદને કારણે હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જૂનાગઢ જિલ્લાનો માંગરોળ-ચોરવાડ હાઈવે બંધ કરાયો છે. અરેણા ગામે વરસાદી પાણી રોડ પર ફરી વળતાં હાઈવે બંધ કરાયો છે. 

સોસાયટીમાં પાણી ભરાયા 
માંગરોળની ગાયત્રીનગર સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. જેથી તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં થઇ હોવાના લોકો આક્ષેપો કરી રહ્યા છે. વહેલી સવારથી પાણીના નિકાલ માટે લોકો મહેનત કરી રહ્યા છે. 

બામણવાળા ગામ બેટમાં ફેરવાયું
માંગરોળમાં ભારે વરસાદના કારણે  કારેજ ગામમાં પાણી ભરાયા છે. કારેજ ગામના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. જ્યારે માંગરોળ તાલુકાનું બામણવાળા ગામ બેટમાં ફેરવાયું છે. ભારે વરસાદથી ઘરો અને ખેતરોમાં પાણી ભરાયાં છે. વરસાદનાં લીધે વીજ સમસ્યાથી લોકો પરેશાન બન્યા છે. અનેક ગામમાં લાઈટો જતી રહી છે. 

જામવાડી ગામમાં વીજ પુરવઠો ખોરવાયો
જૂનાગઢના માળિયા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે માધવનગર, જલારામ મિલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીંચાણવાળા વિસ્તારોમાં આવેલી કેટલીક દુકાનોમાં પાણી ઘૂસ્યાં છે. ભારે વરસાદને કારણે જામવાડી ગામ બેટમાં ફેરવાયું છે.  ધોધમાર વરસાદ પડતાં જામવાડી ગામનો સંપર્ક કપાયો છે. જામવાડી ગામમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદને કારણે જામવાડી ગામમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ