બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / વિશ્વ / Afghanistan Unhappiest Country in World Happiness Index, India Rank Shocking

દુખી આત્મા / દુનિયામાં સૌથી વધારે દુખી છે આ 9 દેશ, ભારતની રેન્કિંગ અચરજ પમાડે તેવી, હેપ્પીનેસ રિપોર્ટ જાહેર

Vishal Dave

Last Updated: 08:21 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ રિપોર્ટ તૈયાર કરતી વખતે મુખ્યત્વે 6 બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે - સામાજિક સુરક્ષા, આરોગ્ય, આવક, સ્વતંત્રતા, લોકોમાં ઉદારતાની લાગણી અને ભ્રષ્ટાચારની ગેરહાજરી

દર વર્ષે જાહેર થતો વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ જણાવે છે કે ક્યા દેશ સૌથી વધુ ખુશ છે અને ક્યા દેશ સૌથી વધુ નાખુશ છે. વૈશ્વિક સ્તરે સુખનું સ્તર નક્કી કરવા માટે ઘણી બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે, જેમાં લોકોની સ્વતંત્રતા, આરોગ્ય, ભ્રષ્ટાચાર, આવક વગેરેનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાન સૌથી નાખુશ દેશોની યાદીમાં પ્રથમ સ્થાને છે. આ યાદીમાં ભારતનું રેન્કિંગ પણ ઘણું નિરાશાજનક છે.

વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ કયા આધારે તૈયાર કરવામાં આવે છે?

આ રિપોર્ટ તૈયાર કરતી વખતે મુખ્યત્વે 6 બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે - સામાજિક સુરક્ષા, આરોગ્ય, આવક, સ્વતંત્રતા, લોકોમાં ઉદારતાની લાગણી અને ભ્રષ્ટાચારની ગેરહાજરી. વ્યક્તિ ખુશ રહેવા માટે આ બધી વસ્તુઓ જરૂરી છે. જે દેશ આ તમામ પરિબળોને પૂરો નથી કરતો અથવા ઓછા માર્કસ મેળવે છે તે દેશ સૌથી દુ:ખી દેશ ગણાય છે.

વિશ્વના 9 સૌથી નાખુશ દેશો

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન 137 દેશોની યાદીમાં સૌથી નીચા સ્થાન સાથે વિશ્વનો સૌથી નાખુશ દેશ છે. તાલિબાન શાસન હેઠળ, અફઘાનિસ્તાન ખૂબ જ ઓછુ આયુષ્ય, ગરીબી અને ભૂખમરા સાથે સંઘર્ષ કરી રહ્યું છે. દાયકાઓથી યુદ્ધનું મેદાન બનેલા અફઘાનિસ્તાનમાં લોકો મોંઘવારી, બેરોજગારી અને તાલિબાનના ક્રૂર શાસન વચ્ચે નિરાશાથી ભરેલું જીવન જીવવા મજબૂર છે.

લેબનોન

સૌથી વધુ નાખુશ દેશોની યાદીમાં લેબનોન બીજા ક્રમે છે. આ દેશ સામાજિક-રાજકીય અશાંતિ અને આર્થિક અસ્થિરતાનો સામનો કરી રહ્યો છે જ્યાં લોકો સમાજ અને સરકારથી નાખુશ દેખાય છે.

સિએરા લિયોન

સૌથી વધુ નાખુશ દેશોની યાદીમાં સિએરા લિયોન વિશ્વમાં ત્રીજા અને આફ્રિકામાં પ્રથમ ક્રમે છે. અહીંની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ છે અને રાજકીય અસ્થિરતાના કારણે લોકોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. સામાજિક અશાંતિ સામે ઝઝૂમી રહેલા આ દેશના નાગરિકો તેમની ખાદ્ય જરૂરિયાતો પણ પૂરી કરી શકતા નથી.

ઝિમ્બાબ્વે

સૌથી વધુ નાખુશ દેશોની યાદીમાં ચોથા સ્થાને છે ઝિમ્બાબ્વે.  ઝિમ્બાબ્વે પણ હાલમાં ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે જેના કારણે ત્યાંના લોકોમાં નિરાશા અને હતાશા છે.

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો

લાંબા સમયથી સંઘર્ષ, રાજકીય ઉથલપાથલ, સરમુખત્યારશાહી શાસન અને લોકોના બળજબરીથી સ્થળાંતરનો સામનો કરી રહેલ કોંગો સૌથી અસંતુષ્ટ દેશોની યાદીમાં પાંચમા સ્થાને છે. ચારે બાજુથી પડકારોથી ઘેરાયેલા કોંગોના લોકો દેશની પરિસ્થિતિથી અસંતુષ્ટ અને નિરાશ છે.

બોત્સ્વાના

બોત્સ્વાનામાં રાજકીય-સામાજિક સ્થિરતાનો પણ અભાવ છે જેના કારણે લોકો સંતુષ્ટ નથી અને આ દેશ સૌથી અસંતુષ્ટ દેશોની યાદીમાં છઠ્ઠા સ્થાને છે.

માલાવી

વધતી વસ્તી, બંજર જમીન અને સિંચાઈની સુવિધાના અભાવ જેવી મુશ્કેલીઓનો સામનો કરી રહેલ માલાવી નાખુશ દેશોની યાદીમાં સાતમા સ્થાને છે. અહીંના લોકો પાસે ખાદ્ય પદાર્થોની અછત છે અને અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. મર્યાદિત સંસાધનો વચ્ચે વધતી જતી વસ્તીના બોજા હેઠળ દબાયેલા માલાવીના લોકોમાં નિરાશા છે.

 

આ પણ વાંચોઃ BIG NEWS : આજથી લાગુ પડ્યો CAA, બહાર પડ્યું નોટિફિકેશન, બિન-મુસ્લિમોને મળશે ભારતીય નાગરિકતા
     

કોમોરો

કોમોરોસ એટલું અસ્થિર છે કે તેને 'કૂપ કન્ટ્રી' કહેવામાં આવે છે. અહીંના લોકો સામાજિક-રાજકીય અસ્થિરતાને કારણે ભારે નિરાશાની સ્થિતિમાં છે અને આ 8મો સૌથી નાખુશ દેશ છે.

તાંઝાનિયા

આર્થિક, સામાજિક અને રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહેલું તાન્ઝાનિયા સૌથી અસંતુષ્ટ દેશોની યાદીમાં 9મા સ્થાને છે.

ભારતનું રેન્કિંગ શું છે?

ભારત ભલે આ યાદીમાં સામેલ ન હોય પરંતુ તેની સ્થિતિ પણ બહુ સારી નથી. 137 દેશોની યાદીમાં ભારત નીચેથી 12મા સ્થાને છે, એટલે કે તે વિશ્વનો 12મો સૌથી નાખુશ દેશ છે. ભારત વૈશ્વિક મંચ પર ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી રહ્યું છે પરંતુ હેપ્પીનેસ  રિપોર્ટમાં તેનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ