બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / CAA rules announced

લોકસભા પહેલા મોટું પગલું / BIG NEWS : આજથી લાગુ પડ્યો CAA, બહાર પડ્યું નોટિફિકેશન, બિન-મુસ્લિમોને મળશે ભારતીય નાગરિકતા

Hiralal

Last Updated: 06:27 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે નાગરિકતા સુધારા કાયદાને લાગુ પાડતું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી દીધું છે.

પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં આવેલા વિસ્થાપિતોને ભારતમાં પોતાનું 'કાયમી ઘર' મળી જશે, કારણ કે તેમની ભારતની સત્તાવાર નાગરિકતા મળવા જઈ રહી છે. આ માટે મોદી સરકારે મોટી તૈયારી પૂરી કરી લીધી છે. લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે મોટું પગલું ભર્યું છે. મોદી સરકાર આજ રાતથી CAA (નાગરિકતા સુધારા કાયદો) લાગુ પાડવા જઈ રહી છે માટે ગૃહ મંત્રાલય તરફથી તેને સત્તાવાર લાગુ પાડતું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નોટિફિકેશન બહાર પાડ્યાં બાદ હવે દેશમાં સીએએ કાયદો લાગુ થઈ ગયો છે. 

3 દેશોના 6 લઘુમતીઓને મળશે નાગરિકતા 
સીએએ 3 દેશો, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આવેલા છ લઘુમતીઓ હિન્દુઓ, ખ્રિસ્તીઓ, શીખો, જૈનો, બૌદ્ધો અને પારસીઓને ભારતીય નાગરિકતાં આપતો કાયદો છે. 

કેવી રીતે મળશે નાગરિકતા
ભારતની નાગરિકતાં લેવા માગતાં 3 દેશોના 6 લઘુમતીઓએ CAA એક વેબ પોર્ટલ પર અરજી કરવાની કરવાની રહેશે અને સરકારી તપાસ બાદ તેમને કાનૂની ધોરણે ભારતીય નાગરિકતાં આપવામાં આવશે. જોકે આ લઘુમતીઓએ ભારતીય નાગરિકતા માટે કોઈ દસ્તાવેજો નહીં આપવા પડશે. 2019માં મોદી સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો.

ડિસેમ્બર 2019માં સંસદમાં પાસ થયો હતો 
સીએએ કાયદો ડિસેમ્બર 2019માં સંસદમાં પાસ થયો હતો, તેને રાષ્ટ્રપતિની પણ મંજૂરી મળી ગઈ હતી જોકે ત્યારથી તે પેન્ડીંગ હતો. પૂર્વોત્તર ક્ષેત્ર સહિત દેશના કેટલાક ભાગોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા હતા જે પછી તે ટલ્લે ચઢ્યો હતો અને હવે મોદી સરકારે તેને લાગુ પાડી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ