બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / વિશ્વ / Afghanistan Kabul Three blasts rock boys school 6 killed dozens injured

BIG BREAKING / 3 ધમાકેદાર બ્લાસ્ટથી હચમચી ઉઠ્યું અફઘાનિસ્તાનનું કાબુલ, 25 બાળકોનાં મોતની આશંકા, અનેક ઘાયલ

Dhruv

Last Updated: 01:34 PM, 19 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક સ્કૂલ નજીક ત્રણ બ્લાસ્ટ થતા 25 બાળકોનાં મોતની આશંકા સેવાઇ રહી છે તો અનેક ઘાયલ પણ થયા છે.

  • ત્રણ ધમાકેદાર બ્લાસ્ટથી હલબલી ઉઠ્યું કાબુલ
  • બ્લાસ્ટમાં 6 વિદ્યાર્થીઓના મોત તો અનેક ઘાયલ
  • હજુ સુધી આ આ હુમલાની જવાબદારી કોઇએ નથી લીધ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ એક વાર ફરી બોમ્બ બ્લાસ્ટથી હલબલી ઉઠી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, રાજધાની કાબુલ (Kabul) ના પશ્ચિમી ભાગમાં એક સ્કૂલ નજીક ત્રણ ધમાકેદાર બ્લાસ્ટ થયા છે.

પહેલો બ્લાસ્ટ મુમતાજ એજ્યુકેશનલ સેન્ટર નજીક થયો છે, તો બીજો બ્લાસ્ટ અબ્દુલ રહીમ શહીદ હાઇ સ્કૂલની સામે થયો છે. આ બ્લાસ્ટ દરમ્યાન વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી બહાર નીકળી રહ્યાં હતાં. આ ઘટના દરમ્યાન ત્યાં હાજર શિક્ષકના જણાવ્યાં અનુસાર, આ બ્લાસ્ટમાં 25નાં મોત થયા છે અને ઘટના દરમ્યાન વિદ્યાર્થીઓ ઘરે જવા નીકળ્યા હતાં. જો કે, હજુ સુધી એ વાતની જાણકારી નથી મળી રહી કે આ હુમલાની જવાબદારી કોણે લીધી છે. સામાન્ય રીતે તો અફઘાનિસ્તાનમાં થનારા બ્લાસ્ટની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ લેતું હોય છે.

તાલિબાનની અફઘાનિસ્તાનમાં વાપસી બાદથી જ ઇસ્લામિક સ્ટેટ એક્ટિવ થઇ ગયું છે. આતંકી સંગઠન મોટા ભાગે દેશની શિયા વસ્તીને ટાર્ગેટ કરી રહી છે. શિયા મુસ્લિમની મસ્જિદો પર હુમલો કરવામાં આવે છે. જો કે, તાલિબાનનું કહેવું છે કે, તેની સરકારે દેશમાં આતંકી હુમલાઓને રોકવા પર મજબૂતીથી કામ કર્યું છે. આ કારણોસર હવે દેશમાં આતંકી ઘટનાઓ ઓછી થઇ રહી છે. પરંતુ અફઘાનિસ્તાનના અલગ-અલગ ભાગોમાં ક્યાંક-ક્યાંક આતંકી હુમલા થતા રહે છે. અફઘાનિસ્તાનમાં 'ઇસ્લામિક સ્ટેટ ઓફ ખુરાસાન પ્રાવિંસ' ના નામથી એક્ટિવ છે. તે તાલિબાનને પણ ટાર્ગેટ કરી રહ્યું છે.

આ પહેલાં પણ થયા છે આતંકવાદી હુમલા

અગાઉ, એપ્રિલની શરૂઆતમાં, કાબુલની સૌથી મોટી મસ્જિદમાં બપોરની નમાઝ દરમિયાન ફેંકવામાં આવેલો ગ્રેનેડ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછાં છ લોકો ઘાયલ થયા હતા. પોલીસના પ્રવક્તાએ આ અંગેની જાણકારી આપી હતી. આ હુમલો જૂના કાબુલ શહેરની મધ્યમાં આવેલી અઢારમી સદીની પુલ-એ-ખિશ્તી મસ્જિદ પર કરવામાં આવ્યો હતો. કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ ઝરદાને જણાવ્યું હતું કે, તાલિબાને એક શંકાસ્પદને કસ્ટડીમાં પણ લીધો હતો. આ હુમલા પહેલાં 4 એપ્રિલે પણ આ જ વિસ્તારમાં બીજો ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી કોઈએ લીધી ન હતી. માર્કેટમાં થયેલા ગ્રેનેડ હુમલામાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું જ્યારે 59 લોકો ઘાયલ થયા હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ