બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Adopt these 5 tips of the doctor in the cold season

આરોગ્ય ટિપ્સ / ઠંડીની સિઝનમાં અપનાવો ડૉક્ટરની આ 5 ટિપ્સ, શરીરમાં ક્યારેય બીમારી નહીં આવે

Pooja Khunti

Last Updated: 09:17 AM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળામાં તંદુરસ્ત વ્યક્તિનું મેટાબોલિઝમ પણ ધીમું થવા લાગે છે. જેના કારણે બ્લડ પ્રેશર અને બ્લડ શુગર બંનેનાં વધવાનું જોખમ રહે છે. શિયાળાની ઋતુમાં ડાયાબિટીસનાં દર્દીઓએ તેમનાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

  • તમે સૂર્યોદય પછી પણ કસરત કરવા જઈ શકો 
  • ધુમ્રપાન અને દારૂનું સેવન દરેક વ્યક્તિ માટે રોગોનું મૂળ 
  • વધુ પડતું વજન અનેક રોગો માટે જવાબદાર છે

શિયાળાની ઋતુમાં બીમાર થવાની સંભાવનાઓ વધી જાય છે. સામાન્ય શરદી, ઉધરસ, કફ અને તાવ જેવી સમસ્યાઓ તો રહે જ છે. શિયાળામાં તંદુરસ્ત વ્યક્તિનું મેટાબોલિઝમ પણ ધીમું થવા લાગે છે. જેના કારણે બ્લડ પ્રેશર અને બ્લડ શુગર બંનેનાં વધવાનું જોખમ રહે છે. શિયાળામાં લોકો બહાર જવાનું, વ્યાયામ અને કસરત કરવાનું છોડી દે છે. આ સાથે તળેલું અને નમકીન ખાવાનું પણ વધી જાય છે. જેથી મેટાબોલિઝમ ધીમું થઈ જાય છે. શિયાળાની ઋતુમાં ડાયાબિટીસનાં દર્દીઓએ તેમનાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. 

આહાર 
શિયાળાની ઋતુમાં ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તળેલા ખોરાક, પેકેજ્ડ ખોરાક, મીઠાઈઓ, પ્રોસેસ્ડ ફૂડ વગેરેનું સેવન ન કરવું જોઈએ. લીલા શાકભાજી, તાજા ફળો અને એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર ફળોનું સેવન કરો. પૂરતા પ્રમાણમાં પાણી પીવો.

વાંચવા જેવું: બાળકોને શરીર બનાવવા કોઈ એકસ્ટ્રા પાવડરની નથી જરૂર: દૂધ-દહીં સહિત આ 5 ફૂડ આપો, મળશે કેલ્શિયમ

નિયમિત કસરત
શિયાળાનો અર્થ એ નથી કે કસરત ન કરવી. શિયાળામાં સ્વાસ્થ્યની તંદુરસ્તી માટે કસરત ખુબજ જરૂરી છે. જરૂરી નથી કે સવારે 5-6 વાગ્યે જ કસરત કરવામાં આવે. તમે સૂર્યોદય પછી પણ કસરત કરવા જઈ શકો છો. તમે 8-9 વાગ્યાની વચ્ચે પણ ચાલવા નીકળી શકો છો. 

ધુમ્રપાન
ધુમ્રપાન અને દારૂનું સેવન દરેક વ્યક્તિ માટે રોગોનું મૂળ છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે શિયાળામાં સિગારેટ અને આલ્કોહોલનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. આનાથી શુગર લેવલ વધી શકે છે. 

ચિંતા ન કરો 
જો શુગર 150ની આસપાસ રહે તો તણાવને કારણે તે વધી શકે છે. ચિંતાને કારણે કોર્ટિસોલ હોર્મોન રિલિઝ થાય છે. જે શુગરને વધારે છે. તેથી તણાવ દૂર કરવા માટે યોગ અને ધ્યાનની મદદ લો. 

વજન ઘટાડવું
વધુ પડતું વજન અનેક રોગો માટે જવાબદાર છે. જો તમને ડાયાબિટીસ છે અને તમારું વજન વધી ગયું છે, તો કોઈપણ કિંમતે વજન ઓછું કરો. વજન ઘટાડવા માટે ખાનપાન પર નિયંત્રણ, સ્વસ્થ આહાર, નિયમિત કસરત, પૂરતી ઊંઘ જરૂરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ