બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Adequate calcium in children's diet is essential

સ્વાસ્થ્ય / બાળકોને શરીર બનાવવા કોઈ એકસ્ટ્રા પાવડરની નથી જરૂર: દૂધ-દહીં સહિત આ 5 ફૂડ આપો, મળશે કેલ્શિયમ

Pooja Khunti

Last Updated: 01:37 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો વધતી ઉંમરમાં બાળકોના શરીરમાં કેલ્શિયમની ઉણપ જોવા મળે તો ભવિષ્યમાં તેમને હાડકા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી તેમના આહારમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ઉમેરવું જરૂરી છે.

  • દૂધ એ ડેરી પ્રોડક્ટ છે જેમાં કેલ્શિયમની સૌથી વધુ માત્રા હોય છે
  • એક કપ દહીંમાં લગભગ 450 મિલિગ્રામ કેલ્શિયમ જોવા મળે છે
  • બાળકો માટે લીલા શાકભાજી ખૂબ જ જરૂરી છે

નાના બાળકોનું શરીર વિકસી રહ્યું હોય ત્યારે તેમના હાડકાં, સ્નાયુઓ અને શરીરના તમામ અંગોનો વિકાસ થઈ રહ્યો હોય છે. આ સમયે શરીરને યોગ્ય માત્રામાં પોષક તત્વોની જરૂર હોય છે. જેમાં કેલ્શિયમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો વધતી ઉંમરમાં બાળકોના શરીરમાં કેલ્શિયમની ઉણપ જોવા મળે તો ભવિષ્યમાં તેમને હાડકા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી તેમના આહારમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ઉમેરવું જરૂરી છે.

કેલ્શિયમ યુક્ત ખોરાક 

દૂધ
દૂધ એ ડેરી પ્રોડક્ટ છે જેમાં કેલ્શિયમની સૌથી વધુ માત્રા હોય છે. દૂધ બાળકોમાં કેલ્શિયમની નિયમિત જરૂરિયાત લગભગ 60 થી 70 ટકા સુધી પૂરી કરી શકે છે. આ સિવાય તેમાં ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે, જે બાળકોના સ્વસ્થ વિકાસ માટે મદદરૂપ થાય છે.

દહીં
એક કપ દહીંમાં લગભગ 450 મિલિગ્રામ કેલ્શિયમ જોવા મળે છે. જે બાળકોની નિયમિત કેલ્શિયમની જરૂરિયાત પૂરી કરે છે. તે હાંડકાને મજબૂત બનાવે છે અને સ્નાયુઓના કાર્યને પ્રોત્સાહન આપે છે. આ સાથે, તેમાં પ્રોબાયોટીક્સ મળી આવે છે. જે પાચન પ્રક્રિયામાં સ્વસ્થ બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે અને બાળકનાં આંતરડાને સ્વસ્થ રાખે છે.

લીલા પાંદડાવાળા શાકભાજી
બાળકો માટે લીલા શાકભાજી ખૂબ જ જરૂરી છે. તે કેલ્શિયમની જરૂરિયાતને પૂર્ણ કરે છે અને અન્ય ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો પૂરા પાડે છે. જે બાળકોના સ્વસ્થ વિકાસ માટે જરૂરી છે. બ્રોકોલી, પાલક વગેરે શાકભાજીમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. તેને આહારમાં ચોક્કસ પણે સામેલ કરો.

વાંચવા જેવું: વધારે પડતું જંક ફૂડ છે સ્વાસ્થ્ય માટે હાનિકારક, ચેતી જજો, નહીં તો બાળકો બનશે લિવર કેન્સરના શિકાર

રાગી
રાગી એ એક પ્રકારનું અનાજ છે. જે કેલ્શિયમથી ભરપૂર હોય છે. કેલ્શિયમ ઉપરાંત, તે આયર્ન અને એમિનો એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. બાળકો માટે રાગીમાંથી પેનકેક, રોટલી, ઢોસા, ઈડલી, કૂકીઝ વગેરે તૈયાર કરી શકાય છે.

ફળ
અંજીર કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. તમે દૂધ સાથે બાળકોને સૂકા અંજીર આપી શકો છો. આ સિવાય ફોર્ટિફાઇડ નારંગીના રસમાં કેલ્શિયમની પૂરતી માત્રા મળી આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ