બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / Aditya L1: Study of solar quakes is required as they affect the geomagnetic filed of the earth says ISRO Scientist R Ramesh

ISRO / 3000 કિમી/સેકન્ડથી આવતો સૂર્ય મિશન પર મંડારાયેલો સૌથી મોટો ખતરો,સૌર ઝટકા સામે લડવા આદિત્ય L1માં શું છે ખાસ?

Vaidehi

Last Updated: 05:26 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૃથ્વીને જેમ સૂર્ય પર પણ આવતાં રહે છે ભૂકંપ તેથી આદિત્ય L1નાં લૉન્ચિંગ પહેલાં 24 કલાક સૂર્ય પર નજર રાખવું અત્યંત જરૂરી છે. જાણો શું કહ્યું ઈસરોનાં વૈજ્ઞાનિકોએ?

  • સૌર મિશનનાં લૉન્ચિંગ પહેલાં સૂર્ય પર નજર રાખવું જરૂરી
  • પૃથ્વીની જેમ સૂર્ય પર પણ આવે છે ભૂકંપ
  • ઈસરોનાં વૈજ્ઞાનિક આર.રમેશે આપી માહિતી

ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય એલ1 લૉન્ચિંગ માટે તૈયાર છે. ઈસરોનાં પ્રમુખ એસ.સોમનાથે જણાવ્યું કે ટીમે 2 સપ્ટેમ્બરનાં લૉન્ચિગની તૈયારી અને રિહર્સલ પૂર્ણ કરી લીધેલ છે. જો કે એક વૈજ્ઞાનિકે કહ્યું કે મિશન પહેલાં સૌર ભૂકંપોનું અધ્યયન કરવા માટે 24 કલાક સૂર્ય પર નજર રાખવી જરૂરી છે. 

24 કલાક  સૂર્ય પર રાખવી પડશે નજર
પૃથ્વીની જેમ સૂર્ય પર પણ સતત ભૂકંપ આવતાં હોય છે. સૌર ભૂકંપોને કોરોનલ માસ ઈજેક્શન CME કહેવામાં આવે છે. ભારતના Aditya L1 સૌર મિશનથી પહેલાં ઈસરોનાં પ્રોફેસર અને પ્રભારી વૈજ્ઞાનિક ડૉ. આર.રમેશે કહ્યું છે કે સૌર ભૂકંપોનું અધ્યયન કરવા માટે 24 કલાકનાં આધારે સૂર્ય પર નજર રાખવી જરૂરી છે. કારણકે તે પૃથ્વીનાં ભૂ-ચુંબકીય ક્ષેત્રને બદલી શકે છે.

લાખો-કરોડો ટન સૌર સામગ્રી અંતરિક્ષમાં ફેંકાય છે
તેમણે જણાવ્યું કે સૌર ભૂકંપ દરમિયાન લાખો-કરોડો ટન સૌર સામગ્રી અંતરગ્રહીય અંતરિક્ષમાં ફેંકાઈ જતી હોય છે. તેમણે જણાવ્યું કે CME લગભગ 3000 કિમી પ્રતિ સેકન્ડની ગતિથી યાત્રા કરી શકે છે. તેમણે કહ્યું કે કોઈ CME પૃથ્વી તરફ પણ આગળ વધે છે જે લગભગ 15 કલાકમાં પૃથ્વી સુધી પહોંચી શકે છે.

સેટેલાઈટને નુક્સાન પહોંચાડે છે
વૈજ્ઞાનિકે કહ્યું કે CME ક્યારેક-ક્યારેક ઉપગ્રહો એટલે કે સેટેલાઈટને નુક્સાન પહોંચાડે છે. CME દ્વારા ડિસ્ચાર્જ કરવામાં આવેલા કણ પ્રવાહને કારણે ઉપગ્રહો પર હાજર કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ ખરાબ થઈ જાય છે. તેમણે કહ્યું કે CME જ્યારે પૃથ્વી પર પહોંચે છે તો એ હાઈ વોલ્ટેજ ટ્રાંસફાર્મરને પ્રભાવિત કરે છે તેથી સૂર્ય પર સતત નજર રાખવા માટે ઓબ્ઝર્વેશન સેન્ટર ઊભું કરવું ખૂબ જ આવશ્યક છે અને તે ફક્ત L1 બિંદુથી જ શક્ય છે.

L1 પરથી સતત રાખવામાં આવશે નજર
ભારત પોતાની સેટેલાઈટને લેન્ગ્રેંજ 1 પોઈન્ટ પર સ્થાપિત કરવા માટે Aditya L1ને લૉન્ચ કરી રહ્યું છે. સંસ્થાનાં અધિકારીઓએ કહ્યું કે તેમને 24 કલાક સૂર્યની ગતિવિધિઓ પર નજર રાખવી પડશે જેથી સૂર્ય પર જે પણ પરિવર્તન આવી રહ્યાં છે તે સ્પષ્ટ રીતે જોઈ અને જાણી શકાય.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ