બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / બોલિવૂડ / Adipurush Saif Ali Khan trolled, users said he is getting python message

બોલિવૂડ / આદિપુરુષમાં અજગર વચ્ચે સૂતાં રાવણને જોઈ લોકોએ કહ્યું, સાવ આવું હોતું હશે! 600 કરોડ ક્યાં નાંખ્યા, ટિકિટના પૈસા પાછા આપો

Vaidehi

Last Updated: 04:42 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ADIPURUSH ફિલ્મ ખરાબ VFX અને ડાયલોગ્સને કારણે સતત ટ્રોલ થઈ રહી છે ત્યારે રાવણનું પાત્ર ભજવી રહેલા સૈફ અલી ખાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  • આદિપુરુષ ફિલ્મ થઈ રહી છે સતત ટ્રોલ
  • સૈફ અલી ખાનનો ફિલ્મનો એક વીડિયો પણ વાયરલ
  • લોકો પૈસા પાછા આપવાની ઉઠાવી રહ્યાં છે માગ

પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની ફિલ્મ આદિપુરુષ ગઈકાલે થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. રિલીઝ થયા બાદ જ ફિલ્મનાં ખરાબ VFX અને કેટલાક ડાયલોગ્સને લીધે તે સતત ટ્રોલ થઈ રહી છે. આ વચ્ચે ફિલ્મમાં રાવણનો રોલ નિભાવી રહેલા સૈફ અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં અજગરો તેમનાં શરીર પર લપેટાયેલા દેખાઈ રહ્યાં છે. આ જોયા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સ રામાયણ પર બનેલી આ ફિલ્મનાં ડાયરેક્ટર ઓમ રાઉતની સામે પણ નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.

સૈફનો વીડિયો થયો ટ્રોલ
આ વીડિયોમાં સૈફ અજગરની વચ્ચે સૂતેલા છે અને સૈફનાં શરીરની ઉપર અજગરો ફરતાં દેખાઈ રહ્યાં છે. સૈફનો પાઈથન મસાજ કરાવતો આ વીડિયો સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ ક્લિપ્સ પર ફિલ્મનાં ઓનર દ્વારા Copyright લગાવી તમામ યૂઝર્સનાં પેજ પરથી વીડિયો હાઈડ કરાવી દેવામાં આવ્યો છે.

ફેંસે પૈસા પાછા માંગ્યા
આ ફિલ્મ જોયા બાદ સોશિયલ મીડિયા પર રિએક્શનસ્ સતત વધી રહ્યાં છે. આ વીડિયોને શેર કરતાં એક યૂઝરે લખ્યું કે ,' ચલો આ મસાજ જોઈલો, અજગર માલિશ સ્પોન્સર્ડ બાય ઓમ રાઉત' સોશિયલ મીડિયા પર પબ્લિક સતત મિમ્સ બનાવી રહી છે.

650 કરોડનાં બજેટમાં બની છે ફિલ્મ
ઓમ રાઉત દ્વારા ડાયરેક્ટ થયેલી આ ફિલ્મનું ટોટલ બજેટ આશરે 650 કરોડ રૂપિયા છે. ફિલ્મ લગભગ 6500 સ્ક્રીન પર રિલીઝ થઈ ગઈ છે. આદિપુરુષ ફિલ્મે પહેલા જ દિવસે થિયેટરમાં ધૂમ મચાવી દીધી હતી પરંતુ લોકોનાં ખરાબ રિવ્યૂઝ આવ્યાં બાદ આ ફિલ્મ ખાસ કમાણી નથી કરી રહી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ