બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / બિઝનેસ / ભારત / Adani Group share prices rise after the election results, gautam adani became 16th most richest man in the world

Adani Stocks / અદાણી ફરી કમબેક: 48 કલાકમાં આપ્યા 4 ગુડ ન્યૂઝ, દુનિયાની અમીરોની લિસ્ટમાં 16 ક્રમે પહોંચ્યા, તમામ શેરોમાં તોફાની તેજી

Vaidehi

Last Updated: 05:50 PM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લાં 24 કલાકમાં ગૌતમ અદાણીની નેટવર્થમાં મોટો ઊછાળો જોવા મળ્યો છે જેના લીધે તે વિશ્વનાં સૌથી અમીરોની લિસ્ટમાં 16માં ક્રમ પર આવી ગયાં છે. અદાણીને મળી 4 ગૂડ ન્યૂઝ...

  • અદાણી ગ્રુપે માર્કેટમાં ફરી કરી વાપસી
  • કંપનીનાં શેરોનું શેર માર્કેટમાં વેલ્યૂએશન વધ્યું
  • ગૌતમ અદાણીની નેટવર્થમાં જંગી વધારો

ભારતીય અરબપતિ ગૌતમ અદાણીએ છેલ્લાં થોડા દિવસોથી બિઝનેસ રેસમાં વાપસી કરી હોય તેવું લાગી રહ્યું છે.  છેલ્લાં થોડા દિવસોથી તેમની કંપનીનાં શેરો રોકેટ માફક ઊંચે જતાં દેખાઈ રહ્યાં છે.  અત્રે ઉલ્લેખનીય છે કે રોકાણકારોનાં સેંટિમેંટ પર પોઝિટિવ અસર પડી છે.  છેલ્લાં 24થી 48 કલાકમાં ગૌતમ અદાણીને 4 મોટી ગૂડ ન્યૂઝ મળી છે. 

1. હિંડનબર્ગ રિપોર્ટ પર USનો દાવો
જાન્યુઆરી 2023માં અમેરિકી શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગની રિપોર્ટ પબ્લિશ થઈ હતી જેમાં અદાણી ગ્રુપ પર લોન અને પૈસાની હેરાફેરી જેવા અનેક ગંભીર આરોપો લગાડવામાં આવ્યાં હતાં. આ રિપોર્ટની સીધી અસર અદાણી કંપનીઓ પર પડી હતી. અદાણી સ્ટોક્સ 85% તૂટી ગયાં હતાં. જો કે હવે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે હિંડનબર્ગની રિપોર્ટને સંપૂર્ણપણે સાચી માની શકાય નહી. આ સિવાય અમેરિકાએ પણ માન્યું છે કે આ રિપોર્ટ પ્રાસંગિક નથી. US Govએ કહ્યું કે હિંડનબર્ગનાં ગૌતમ અદાણી પર લગાડવામાં આવેલ કોર્પોરેટ છેતરપીંડીનાં આરોપો પ્રાસંગિક નથી અને શ્રીલંકાના ટર્મિનલ 553 મિલિયન ડોલર સુધીની અનુદાન પ્રદાન કરવાના USનાં નિર્ણય પર તેની કોઈ અસર થઈ નથી. 

2. ચૂંટણીનાં પરિણામો
હાલમાં જ દેશનાં પાંચ રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો ઘોષિત થયાં છે. જેમાં ભાજપે 3 રાજ્યોમાં જીત મેળવી લીધી છે.  ભાજપની આ જીતની સીધી અસર સ્ટોક માર્કેટ પર જોવા મળી છે.  ચૂંટણીમાં ભાજપની જીત બાદથી જ અદાણી ગ્રુપની શેરબજારની લિસ્ટેડ કંપનીઓનાં શેરોમાં તૂફાની તેજી જોવા મળી રહી છે.

3. ગૌતમ અદાણી દુનિયાનાં 16માં અમીર બન્યાં
ગૌતમ અદાણીની કંપનીઓનાં શેરોમાં છેલ્લાં એક અઠવાડિયાથી તેજી જોવા મળી રહી છે જ્યારે સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગનાં મામલાની સુનાવણી કરતાં પોતાનો નિર્ણય સુરક્ષિત જ રાખ્યો છે. પણ ચૂંટણીમાં ભાજપની જીત બાદથી શેરબજારમાં ટ્રેડિંગ વધી ગયું છે. અદાણીનાં સ્ટોકમાં તેજી જોવા મળી છે પરિણામે છેલ્લાં 2 દિવસોમાં અદાણી એન્ટરપ્રાઈસીઝથી લઈ અદાણી પોર્ટ, અંબુજા, અદાણી એનર્જી સુધીનાં શેરોમાં ઊછાળો જોવા મળ્યો છે. આ તેજીનાં લીધે અદાણીની નેટવર્થ વધીને 70.2 અરબ ડોલર પહોંચી ગઈ છે.  પરિણામે ગૌતમ અદાણી વિશ્વનાં સૌથી અમીરોની લિસ્ટમાં 16માં ક્રમે આવ્યાં છે.

4. અદાણીનાં શેરોમાં જોરદાર તેજી
છેલ્લાં 2 દિવસોથી અદાણી ગ્રુપની મોટાભાગની કંપનીઓમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. 

  • અદાણી ગ્રીન સોલ્યુશન- 11.17% વધારો (1004.65 રૂપિયા)
  • અદાણી એન્ટરપ્રાઈસીઝ- 9.50% વધારો 
  • અદાણી ગ્રીન એનર્જી- 17.12% વધારો
  • અદાણી પોર્ટ- 8.69% વધારો
  • અદાણી પાવર- 6.04% વધારો
  • અદાણી ટોટલ ગેસ- 11.03% વધારો
  • અંબુજા સિમેન્ટ- 5.34% વધારો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ