બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / આરોગ્ય / Achalasia cardia its symptoms treatment and prevention

Achalasia cardia / શું જમતી વખતે તમને ખોરાક ગળવામાં પડે છે તકલીફ? તો ભૂલથી પણ ન કરતા નજરઅંદાજ

Bijal Vyas

Last Updated: 02:40 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અચલાસિયા કાર્ડિયા એક એવી સ્થિતિ છે જેમાં ખોરાક અને પ્રવાહી તમારા પેટમાં અન્નનળીમાંથી પસાર થવામાં મુશ્કેલી પડે છે.

  • અચલાસિયા કાર્ડિયાના લક્ષણો સામાન્ય રીતે ધીમે ધીમે દેખાય છે
  • ખોરાક ખાતી વખતે અચાનક ઝડપી ઉધરસ પણ થાય છે
  • જીવનશૈલીમાં કેટલાક ફેરફારો અચલાસિયાથી રાહત આપી શકે છે

Achalasia cardia: જો કોઈ વ્યક્તિને ખોરાક ગળા નીચે ઉતારવામાં તકલીફ થઈ રહી હોય, તો તે દુર્લભ બીમારીની નિશાની હોઈ શકે છે. અચલાસિયા કાર્ડિયા એક એવી સ્થિતિ છે જેમાં ખોરાક અને પ્રવાહી તમારા પેટમાં અન્નનળીમાંથી પસાર થવામાં મુશ્કેલી પડે છે. અચલાસિયા કાર્ડિયાના લક્ષણો સામાન્ય રીતે ધીમે ધીમે દેખાય છે અને સમય જતાં વધુ ખરાબ થાય છે. 25 થી 70 વર્ષની વયના લોકો આ રોગની વધુ સંભાવના ધરાવે છે. આ બીમારીને કારણે, ખોરાક ગળતી વખતે અથવા પાણી પીતી વખતે છાતીમાં દુખાવો અનુભવાય છે, કેટલાક લોકોને ખોરાક ખાતી વખતે અચાનક ઝડપી ઉધરસ પણ થાય છે.

અચલાસિયા કાર્ડિયા બીમારી શું છે
અચલાસિયા કાર્ડિયામાં ફૂડ પાઇપ ખોરાક અને પ્રવાહીને પેટમાં લઈ જઇ શકતી નથી. ફૂડ પાઇપ એક નળી કે જે ખોરાકને ગળામાંથી પેટ સુધી લઈ જાય છે. આ રોગમાં પેટના નીચેના ભાગમાંથી ફૂડ પાઈપ બંધ થઈ જાય છે. અચલાસિયાની સ્થિતિ ફૂડ પાઇપમાં ક્ષતિગ્રસ્ત નસો સાથે સંબંધિત છે. તેની અસર દર્દીના આખા શરીર પર પડે છે. આ રોગની પકડમાં ખાવા-પીવાનું યોગ્ય રીતે થતું નથી. જેના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે.

Tag | VTV Gujarati

અચલાસિયાના લક્ષણ ક્યા છે ?

  • ખોરાક ગળી જવાની તકલીફ
  • ગળી ગયેલા ખોરાક પાછુ મોંઢામાં ફર્યા કરવુ
  • રાત્રે ઉધરસ
  • છાતીમાં બળતરા
  • ખાવામાં મુશ્કેલીને કારણે વજન ઘટાડવું
  • ઓડકાર આવવામાં તકલીફ

અચલાસિયાથી બચવાના ઉપાય 

  • અચલાસિયાને કોઈપણ રીતે રોકી શકાય નહીં. જો કે, જીવનશૈલીમાં કેટલાક ફેરફારો અચલાસિયાથી રાહત આપી શકે છે.
  • આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે, સૂતા પહેલા કંઠણ ખોરાક ખાવાનું ટાળો.
  • રાત્રે અથવા જ્યારે પણ તમે સૂઈ જાઓ ત્યારે તમારું માથું ઊંચું રાખીને સૂઈ જાઓ.
  • જમતી વખતે, ખોરાકને નાના ટુકડાઓમાં ખાઓ.
  • ભોજન કરતી વખતે સીધા બેસો.

Topic | VTV Gujarati

અચલાસિયા કાર્ડિયાનો ઇલાજ
અચલાસિયા કાર્ડિયા રોગનું નિદાન કરવા માટે અપર જીઆઈ એન્ડોસ્કોપી કરવામાં આવે છે. આ રોગની સારવાર POEM (Peroral endoscopic myotomy) પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. આ એક પ્રકારની સર્જરી છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ