બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Accused in fake toll naka case in Morbi still eluding police after 10 days

નકલી ટોલનાકું / મોરબીમાં નકલી ટોલનાકું ઊભું કરી કરોડો રૂપિયા ખંખેરવાના આરોપીઓ 10 દિવસ બાદ પણ પોલીસની પકડથી દૂર, ક્યારે ઝડપાશે અમરશી પટેલ?

Priyakant

Last Updated: 12:01 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Morbi Fake Toll Plaza Latest News: પાટીદાર આગેવાન જેરામભાઈના દીકરા અમરશી પટેલ સહિતના કુલ 5 આરોપીઓ ફરિયાદ બાદ પણ હજી પોલીસ પકડથી દૂર

  • મોરબીના વાકાનેરમાં ગેરકાયદે ટોલનાકા મામલો
  • ફરિયાદના 10 દિવસ બાદ પણ 5 આરોપીઓ પોલીસ પકડથી દૂર
  • વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે ગુનો
  • 10 દિવસ બાદ પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહી
  • જેરામભાઈના દીકરા અમરશી પટેલ સામે નોંધાયો છે ગુનો

Morbi Fake Toll Plaza : મોરબીમાં નકલી ટોલનાકું ઊભું કરી કરોડો રૂપિયા ખંખેરવાના કેસમાં પોલીસ ફરિયાદના 10 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ મોરબીમાં નકલી ટોલનાકા મામલે પાટીદાર આગેવાન જેરામભાઈના દીકરા અમરશી પટેલ સહિત રવિરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્ર ઝાલા, યુવરાજસિંહ ઝાલા સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આમ છતાં હજી સુધી આરોપીઓ નહીં પકડાતાં અનેક સવાલો ઊભા થયા છે. 
 
વાંકાનેરનાં બોગસ ટોલનાકા મામલે સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. વઘાસીયા ટોલનાકા કર્મીએ ફરિયાદ ન કરતા પોલીસ ફરિયાદી બની હતી. આ મામલે સિટી પોલીસે ફરિયાદ નોંધી અમરશી પટેલ, રવિરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા, ધર્મેન્દ્ર ઝાલા, યુવરાજસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે હજી સુધી આરોપી પોલીસ પકડથી દૂર છે. 

શું છે સમગ્ર મામલો ? 
રાજ્યમાં નકલી કચેરી બાદ મોરબીના વાંકાનેરમાં નકલી ટોલનાકુ સામે આવ્યું છે. નકલી ટોલનાકુ ચાલતું હોવાના આક્ષેપ સાથે એક વીડિયો વાયરલ થયો છે. દોઢ વર્ષથી નકલી ટોલનાકુ ચાલતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વઘાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી ટોલનાકુ ચલાવવામાં આવતું હોવાની માહિતી સામે આવી છે. નકલી ટોલનાકુ ઉભું કરી કરોડો રૂપિયાની ઉઘરાણી કરાતી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. NHAIના ટોલનાકાની બાજુમાં ગેરકાયદે ટોલનાકુ ધમધમતું જોવા મળ્યું છે. ટોલ પ્લાઝા પાસે ટોલનાકુ બાયપાસ કરીને વાહનોને પસાર કરવામાં આવે છે. ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100, મોટા ટ્રકના 200 રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. જ્યારે NHAIના ટોલનાકા દ્વારા કારના 110, નાના ટ્રકના 180, બસના 410, મોટા ટ્રકના 595 અને હેવી ટ્રકના 720 લેવામાં આવતા હોવાથી વાહનચાલકો ગેરકાયદે બનાવેલા ટોલનાકામાંથી પસાર થાય છે.તો VTV NEWSના અહેવાલ બાદ પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. 

બોગસ ટોલનાકા મામલે પાટીદાર સમાજના આગેવાનના દીકરાનો પણ ફરિયાદમાં સમાવેશ
મોરબીનાં વાંકાનેરમાં બોગસ ટોલનાકા માટે ખુલાસો થવા પામ્યો છે. જેમાં આ સમગ્ર કૌભાંડમાં પાટીદાર સમાજનાં આગેવાનનાં દીકરાનો પણ ફરિયાદમાં સમાવેશ થયો છે. પાટીદાર અગ્રણી જેરામ પટેલનાં દીકરા અમરશી પટેલનાં નામનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. ફરિયાદમાં અમરશી પટેલ સહિત 5 લોકોનાં નામે ફરિયાદ નોંધાઈ છે. વઘાસીયા ગામનાં સરપંચ ધર્મેન્દ્ર ઝાલા અને તેનાં ભાઈ યુવરાજસિંહ ઝાલાના નામે પણ ફરિયાદ નોંધાઈ છે. 

ઋષિકેશ પટેલે કહ્યું હતું કોઈને છોડવામાં નહિ આવે 
મહત્વનું છે કે, મોરબી ખાતેનાં ગેરકાયદે ટોલનાકા મામલે અગાઉ સરકારનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ટોલનાકા મામલે અહેવાલ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમત ગેરકાયદે ટોલનાકામાં કોઈને છોડવામાં નહી આવે. જોકે હજી સુધી આ કેસમાં પોલીસ ફરિયાદ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ