બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ACB Zonal Director's Big Statement on Vipul Chaudhary's Arrest

મની લોન્ડરિંગ / વિપુલ ચૌધરીએ 800 કરોડનું કૌભાંડ આચર્યું, પત્ની અને પુત્ર ડમી કંપનીના ડાયરેકટર હતા, ACB તપાસમાં મોટો ઘટસ્ફોટ

Vishnu

Last Updated: 07:59 PM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિપુલ ચૌધરી, પવન ચૌધરી, ગીતાબેન ચૌધરી સામે ગુનો નોંધાયો, બોર્ડ ઓફ ડિરેક્ટરની સંડોવણી હશે તો તેમના પર કાર્યવાહીના એંધાણ

  • વિપુલ ચૌધરી મુદ્દે ACBની પ્રેસ કોન્ફરન્સ
  • મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે
  • રૂ.800 કરોડનું કૌભાંડ છે

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, સહકારી કાયદાની કલમ 86 અંતર્ગત તપાસ ચાલી રહી હતી. ત્યારે બોગસ કંપનીઓ બનાવીને નાણાકીય ગેરરીતિ આચર્યા મામલે પોલીસે વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપનીઓ બનાવી રૂ.  રૂ.800 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ લાગ્યો છે.

800 કરોડ રૂપિયાનું કૌભાંડ છે: મકરંદ ચૌહાણ,  ACBના ઝોનલ ડાયરેક્ટર
ત્યારે ACBના ઝોનલ ડાયરેક્ટર મકરંદ ચૌહાણનું સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે. તપાસ મુજબ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં પોલીસ જણાવ્યા અનુસાર 800 કરોડ રૂપિયાનું કૌભાંડ છે. વિપુલ ચૌધરી, પવન ચૌધરી, ગીતાબેન ચૌધરી સામે ગુનો નોંધાયો છે. CA શૈલેષ પરીખ સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. 

'એપ્રિલ 2022માં હોમ ડિપાર્ટમેન્ટમાં રિપોર્ટ સબમિટ થયો'
વધુ વિગત પ્રમાણે વિપુલ ચૌધરીના પત્ની અને પુત્ર પણ ડમી કંપનીના ડાયરેકટર હતા. સ્પેશિયલ ઓડિટ થયું હતું. ઓડિટ દરમિયાન હિસાબ આપી શક્યા ન હતા. જે બાદ વિપુલ ચૌધરીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. તે બાદ ઓડિટ A અને B ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમ છતાં પણ બંને ટીમની તપાસમાં આર્થિક ગેરરીતિ સામે આવી હતી. એપ્રિલ 2022માં હોમ ડિપાર્ટમેન્ટમાં રિપોર્ટ સબમિટ થયો હતો. જે બાદ કાર્યવાહીના ભાગ રૂપે મની લોન્ડરિંગ કેસમાં વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ પોલીસે એ પણ કહ્યું છે કે મામલામાં બોર્ડ ઓફ ડિરેક્ટરની સંડોવણી હશે તો તેમની પણ ધરપકડ કરાશે.

કેવી રીતે આચર્યું કૌભાંડ?
વિપુલ ચૌધરી 2005માં દૂધસાગર ડેરીમાં ચેરમેન હતા ત્યારે 2005 થી 2016 સુધીના સમયગાળા દરમ્યાન આર્થિક ગેરરીતિ આચરી હતી, મહેસાણા ACB દ્વારા અલગ-અલગ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યા છે. સરકારના નિયમનું ઉલ્લંઘન કરી વિપુલ ચૌધરીએ મિલ્ક કુલરની ખરીદી કરી હતી. ટેન્ડર પ્રક્રિયા વગર 485 કરોડનું બાંધકામ કરાવ્યું હતું. દૂધસાગર ડેરીના ચેરમેન પદેથી હટાવાયા  હતા પણ કાનૂની લડાઈ લડવા તે દૂધ સાગર ડેરીના ચોપડે ખર્ચ કર્યો હતો. તેમજ બારદાનની ખરીદી કરી રૂ.13 લાખની ગેરરીતિ આચરી હતી. દૂધસાગર ડેરીના પ્રચાર માટે પણ કૌભાંડ કરી નાખ્યું હતું. અલગ અલગ 31 કંપનીઓનું રજિસ્ટ્રેશન કર્યું હતું અને ખોટી કંપનીઓ બનાવીને કરોડોનું ટ્રાન્જેક્શન કર્યું હતું.

અર્બુદા સેનાના કાર્યકરોનો વિરોધ

તો બીજી તરફ વિપુલ ચૌધરીની ધરપકડ પર મહેસાણામાં અર્બુદા સેનાના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. સમર્થકોએ ધરપકડનો વિરોધ નોંધાવી રહ્યા છે. ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી દેસાઈએ કહ્યું છે કે  સાગર દાણ કેસ પૂર્ણ થવાના આરે છે. કોઈ પુરાવા ન મળતા ખોટો કેસ ઉભો કરી દેવામાં આવ્યો છે. સાદા ડ્રેસમાં ધરપકડ કરવાનો શુ મતલબ છે?

મહેસાણા ACB પોલીસ મથકે ફરિયાદ બાદ વિપુલ ચૌધરી સાથે CAની કરી છે ધરપકડ
આ મામલે મહેસાણા ACB પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે આ ફરિયાદ બાદ વિપુલ ચૌધરી અને તેમના CAની ધરપકડ કરાઈ છે. જોકે વિપુલ ચૌધરીના પુત્રની પણ આ મામલે સંડોવણી ખુલી શકે તેવી શક્યતા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ