બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / abdul razzaq issues public apology after controversial statement on aishwarya rai

સ્પોર્ટ્સ / ઐશ્વર્યા રાય પર અભદ્ર ટિપ્પણી કરવી પડી ભારે! ફેન્સે લગાવી ક્લાસ તો પાકિસ્તાની ક્રિકેટરની બુદ્ધિ ઠેકાણે આવી, કહ્યું જીભ લપસી ગઈ...

Manisha Jogi

Last Updated: 07:20 PM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અબ્દુલ રઝાકે વર્લ્ડ કપ 2023માં બાબર આઝમની ટીમના પ્રદર્શનની ટીકા કરી હતી અને ભારતીય બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાયનું અપમાન કર્યું હતું. અબ્દુલ રઝાકે આ અંગે માફી માંગી છે.

  • અબ્દુલ રઝાકે ઐશ્વર્યા રાય પર કરી હતી કોમેન્ટ
  • અબ્દુલ રઝાકે ઐશ્વર્યા પર ટિપ્પણી કરવા બદલ માફી માંગી
  • પાકિસ્તાની ક્રિકેટરની બુદ્ધિ ઠેકાણે આવી

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર અબ્દુલ રઝાકે વિવાદ ઊભો કરી દીધો છે. અબ્દુલ રઝાકે વર્લ્ડ કપ 2023માં બાબર આઝમની ટીમના પ્રદર્શનની ટીકા કરી હતી અને ભારતીય બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાયનું અપમાન કર્યું હતું. અબ્દુલ રઝાકના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર તેનો વિરોધ કરવામાં આવ્યો. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે પણ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. અબ્દુલ રઝાકે આ અંગે માફી માંગી છે. 

અબ્દુલ રઝાકે વિડીયો જાહેર કર્યો
વિવાદ વધી જવાને કારણે અબ્દુલ રઝાકે આ પ્રકારનું નિવેદન આપવા બાબતે માફી માંગી છે. અબ્દુલ રઝાકે વિડીયો જાહેર કરીને જણાવ્યું છે કે, તે કોઈની લાગણી દુભાવવા નહોતો માંગતો. અબ્દુલ રઝાકે વિડીયોમાં જણાવ્યું કે, ‘કાલે અમે ક્રિકેટ કોચિંગ અને ઈરાદા બાબતે વાત કરી રહ્યા હતા. મારી જીભ લપસી ગઈ અને મેં ભૂલથી ઐશ્વર્યા રાયનું નામ લીધું. હું વ્યક્તિગત રીતે તેમની માફી માંગુ છું. કોઈની લાગણી દુભાવવા નહોતો માંગતો.’

અગાઉ શું કહ્યું હતું?
પ્રેસ કોન્ફરન્સમાં અબ્દુલ રઝાકની સાથે શાહિદ અફરીદી અને ઉમર ગુલ પણ હતો. અબ્દુલ રઝાકે જણાવ્યું હતું કે, ‘હું PCBના ઈરાદાનો ઉલ્લેખ કરી રહ્યો છું. જ્યારે હું રમી રહ્યો હતો, ત્યારે મને કેપ્ટન યૂનિસ ખાનના સારા ઈરાદાની ખબર હતી. જેથી મને તાકાત અને આત્મવિશ્વાસ મળ્યો. અલ્લાહની મદદથી પાકિસ્તાની ક્રિકેટ માટે સારું પ્રદર્શન કરી શક્યો. મારું માનો તો હકીકતમાં અમારો ખેલાડીઓને સુધારવાનો અને આગળ વધારવાનો ઈરાદો નથી. જો તમે એવું વિચારો કે, હું ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરીશ અને ગુણવાન બાળકો પેદા થશે, તો આવું ક્યારેય પણ ના થઈ શકે. જે માટે તમારે પહેલા નિયત ઠીક કરવાની રહેશે.’

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ