બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / AAP's entry in Gujarat strong but BJP in advantage, two new opinion polls claim

ચૂંટણી સર્વે / ગુજરાતમાં AAPની એન્ટ્રી જોરદાર પણ BJP ફાયદામાં જ, નવા બે ઓપિનિયન પોલમાં એક જેવો દાવો

Priyakant

Last Updated: 11:40 AM, 5 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેજરીવાલની મહેનતથી ગુજરાતમાં AAP ની દસ્તક પણ ભાજપને ફાયદો થવાનો દાવો: સર્વે

  • વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આપ મેદાનમાં 
  • ABP ન્યૂઝ-ઈન્ડિયા ટીવી મીટરાઈઝના સર્વેમાં ભાજપને બહુમતી 
  • કેજરીવાલની મહેનતથી કોંગ્રેસને નુકશાન પણ ભાજપને ફાયદો 

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં જ તમામ પક્ષો હરકતમાં આવી ગયા છે.  ગુજરાતની 182 બેઠકો પર 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય મુકાબલામાં શું પરિણામ આવશે તે 8 ડિસેમ્બરે મતગણતરી બાદ જ સ્પષ્ટ થશે. આ તરફ તાજેતરમાં સામે આવેલા બે અલગ-અલગ સર્વેમાં ભાજપ માટે સારા સમાચારની આગાહી કરવામાં આવી છે. ઓપિનિયન પોલના પરિણામોમાં કોંગ્રેસની બેઠકો ઓછી થતી જોવા મળી રહી છે, તો આમ આદમી પાર્ટી પણ કંઈ કમાલ કરી રહી નથી. જોકે અહી એક મહત્વની વાત એ છે કે, અરવિંદ કેજરીવાલની મહેનતને કારણે પાર્ટી અહીં પહેલા કરતા વધુ મજબૂત બની છે.

જાણો સી-વોટરનું શું અનુમાન છે ?

ABP ન્યૂઝ પર પ્રસારિત થયેલા સી-વોટરના સર્વે અનુસાર, સત્તા વિરોધી લહેર જેવા દાવાઓને હવામાં ઉડાવીને ભાજપ અહીં સૌથી મોટી જીત મેળવી શકે છે. જો ઓપિનિયન પોલની આગાહી સાચી પડી તો ભાજપ અહીં 2002નો રેકોર્ડ તોડી શકે છે. ભાજપને 131-139 બેઠકો મળવાનું અનુમાન છે. કોંગ્રેસને 31-39 અને આમ આદમી પાર્ટીને 07-15 બેઠકો મળી શકે છે. અન્યના ખાતામાં 00-02 બેઠકો જીતવાનું કહેવાય છે.

આ સાથે ઈન્ડિયા ટીવી મીટરાઈઝના સર્વે અનુસાર ગુજરાતમાં ફરી એકવાર ભાજપ સરકાર બનાવી શકે છે. ભાજપને 119 બેઠકો મળવાનું અનુમાન છે. ગત વખતે ભાજપને ટક્કર આપનાર કોંગ્રેસને 59 બેઠકો મળી શકે છે. આ સાથે પહેલીવાર તમામ સીટો પર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીને 03 સીટો મળવાની આગાહી કરવામાં આવી છે. તો અન્યને 1 સીટ મળી શકે છે.

તો શું આ કારણે ભાજપને થશે ફાયદો ? 

રાજકીય નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે, કોંગ્રેસ અને AAP વચ્ચે વોટ શેરિંગનો ફાયદો ભાજપને મળી શકે છે. હવે બે સર્વેમાં પણ કંઈક આવો જ સંકેત મળ્યો છે. સી-વોટરના સર્વે અનુસાર ભાજપને 45 ટકા વોટ શેર મળી શકે છે. ભાજપ વિરોધી મત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વિભાજિત થાય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસને 29 ટકા વોટ શેર મળવાનો અંદાજ છે, તો અરવિંદ કેજરીવાલની મહેનતને કારણે AAPને 20 ટકા વોટ મળી શકે છે. અન્યને 6 ટકા મત મળવાની ધારણા છે.

મહત્વનું છે કે, ઈન્ડિયા ટીવી મીટરાઈઝના સર્વે મુજબ ભાજપને 51.3 ટકા વોટ મળી શકે છે. કોંગ્રેસને 37.2 ટકા વોટ મળી શકે છે તો આમ આદમી પાર્ટીને 7.2 ટકા વોટ મળી શકે છે. 2017ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપને 48.2 ટકા, કોંગ્રેસને 42.2 અને અન્યને 8.9 ટકા વોટ મળ્યા હતા. આમ આદમી પાર્ટીએ 29 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તમામ ડિપોઝીટ જપ્ત કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ