બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / Politics / AAP jolt after Congress in Gujarat: One more MLA to formally join BJP on February 3

રાજનીતિ / ગુજરાતમાં કોંગ્રેસ બાદ AAPને ઝટકો: 3 ફેબ્રુઆરીએ વધુ એક ધારાસભ્ય વિધિવત રીતે ભાજપમાં જોડાશે

Vishal Khamar

Last Updated: 02:40 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. વધુ એક પૂર્વ ધારાસભ્ય આગામી ટૂંક સમયમાં તેમનાં કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે. આગામી સમયમાં હજુ પણ અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ શકે છે.

  • તમામ રાજકીય પક્ષોએ લોકસભાની તૈયારીઓ શરૂ કરી દીધી
  • લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ બાદ AAPને ઝટકો
  • વધુ એક ધારાસભ્ય 3 ફેબ્રુઆરીએ કેસરિયો ધારણ કરશે

લોકસભા 2024 ની ચૂંટણીમાં ભાજપ દ્વારા 400 પ્લસનાં લક્ષ્યાંક સાથે ચૂંટણીની તડામાર તૈયારીઓ હાથ ધરી દીધી છે. તો બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનમાં હજુ સીટોની વહેંચણીને લઈ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ભરૂચ લોકસભા સીટ પરથી આદિવાસી નેતા ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરી દીધો છે. વધુ એક પૂર્વ ધારાસભ્ય આગામી ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ રહ્યા છે. 

May be an image of 1 person, beard and smiling
ચિરાગ પટેલ

2100 જેટલા કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે પૂર્વ ધારાસભ્ય
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ બાદ આપને ઝટકો લાગ્યો છે. વિસાવદરનાં પૂર્વ ધારાસભ્ય આગામી ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે 3 ફેબ્રુઆરીનાં રોજ સત્તાવાર રીતે પૂર્વ ધારાસભ્ય કેસરિયો ખેસ ધારણ કરશે. વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં આપ ના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તાજેતરમાં ભૂપત ભાયાણીએ AAP  ના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ગઈકાલે 2100 જેટલા કાર્યકરો અને નેતાઓ ભાજપમાં જોડાયા હતા. 

વધુ વાંચોઃ સુરતમાં ધો.3નો વિદ્યાર્થી આઇ કાર્ડ ભૂલી જતા આચાર્યએ માર્યો ઢોર માર, ખસેડાયો હોસ્પિટલ, કહ્યું 'એનાથી ફાયદો થાય છે'

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ ચિરાગ પટેલનાં સુર બદલાયા હતા
તાજેતરમાં જ ખંભાત વિધાનસભા બેઠકનાં કોંગ્રેસનાં ધારાસભ્યએ રાજીનામું  આપી દીધું હતું. તે પહેલા આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય દ્વારા પણ રાજીનામું આપી વિધિવત કમલમ ખાતે કેસરીયો ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ ચિરાગ પટેલનાં સૂર બદલાયા હતા.  તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓને ઉચકીને ખુરશીમાં બેસાડવા પડે છે અને કોંગ્રેસને ઉઘરાણા સિવાય કશુ જ આવડતુ નથી. 'ડોનેટ ફોર દેશ' અભિયાનના ચિરાગ પટેલે લીરા ઉડાવ્યા છે. કોંગ્રેસના નેતાઓ AC હોલમાં બેસીને પક્ષ ચલાવે છે તેમજ કોંગ્રેસમાં ધારાસભ્યો ગૂંગળાઈ રહ્યા છે. કોંગ્રેસમાં બોલવાનું કંઈક અને કરવાનું કંઈ તેવી સ્થિતિ છે. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ દિલ્લીથી ઓપરેટ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ