બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / In Surat, a 3rd grade student was beaten by the principal after forgetting his I card
Vishal Khamar
Last Updated: 02:16 PM, 17 January 2024
ADVERTISEMENT
સુરતનાં કામરેજ વિસ્તારમાં હલધરૂની ક્રિષ્ના સ્કૂલમાં ધો. 3 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાનાં આચાર્યએ માર મારતો મામલો ગરમાઈ જવા પામ્યો હતો. બાળક દ્વારા સ્કૂલમાં આઈકાર્ડ પહેરીને ન આવતા શાળાનાં આચાર્યએ સજા કરી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. રાજ્ય શિક્ષણ કાર્યાલયનાં પરિપત્રનાં નિયમોને શાળાએ ઘોળી પીધા છે. 12 વર્ષીય વિદ્યાર્થીને માર મારતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. વિદ્યાર્થીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા બાદ વાલી શાળાએ પહોંચ્યા હતા. વાલીએ આચાર્ય વિરૂદ્ધ પોલીસ મથકે અરજી આપી છે.
ADVERTISEMENT
આઈકાર્ડ આપી જવા માટે મને જાણ કરી હોત તો આપી જાતઃ તુનાકુમાર (બાળકનાં પિતા)
આ સમગ્ર મામલે વિદ્યાર્થીનાં પિતા તુનાકુમારે જણાવ્યું હતું કે, મારા બે બાળકો ક્રિષ્ના સ્કૂલમાં ભણે છે. જેઓ તા. 10 ના રોજ સ્કૂલ ખાતે ભણવા આવ્યા હતા. ત્યારે પ્રિન્સિપાલે મારા બંને બાળકને પગે ફટકાથી મારી પગ બંને સુઝી ગયા છે. ત્યારે એક બાળકને ખૂબ જ માર મારવામાં આવ્યો છે. ત્યારે આ બાબતે પ્રિન્સિપાલે જો મને જાણ કરી હોત કે તમારૂ બાળક આઈકાર્ડ પહેર્યા વગર આવ્યો છે તો અમે આઈકાર્ડ બાળકને આપી જાત પરંતું આ બાબતે પ્રિન્સિપલ દ્વારા કોઈ જાતની જાણ કરવામાં આવી નથી. બાળકનો પગ હજુ સુધી સુજેલો છે. તેમજ કામરેજ પોલીસ મથકે અમે અરજી આપી છે. ત્યારે પોલીસ દ્વારા આ બાબતે કંઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.
આજે મારા બાળક સાથે આવું થયું કામે બીજા કોઈનાં બાળક સાથે આવુ થઈ શકે છેઃ ડોલીબેન (બાળકની માતા)
આ બાબતે યુવકની માતા ડોલીબેને જણાવ્યું હતું કે, 10 તારીખે મારા દિકરાને આ સ્કૂલનાં પ્રિન્સિપાલ કાંતિભાઈ પટેલે દંડાથી માર માર્યો હતો. આઈકાર્ડને લઈ છોકરાને માર માર્યો હતો. આવું ન થવું જોઈએ. આજે મારા બાળક સાથે આવુ થયું છે કાલે બીજા કોઈનાં બાળક સાથે આવુ થઈ શકે છે.
વધુ વાંચોઃ અમદાવાદીઓ એલર્ટ! શહેરના આ વિસ્તારો બન્યા હોટ સ્પોટ, 2023માં મોતનો આંક 500ને પાર, કારણ ચોંકાવનારું
બીજા દિવસથી જ બધા બાળકો સીધા થઈ ગયા ફાયદો થયો કે ન થયોઃ સ્કૂલનાં આચાર્ય
આ બાબતે સ્કૂલનાં આચાર્યએ વાલી જોડે વાત કરતા જણાવ્યું હતું કે આઈકાર્ડ મામલે વાલી સાથે વાત કરતા સ્કૂલનાં આચાર્યએ જણાવ્યું હતું કે, બીજા દિવસથી જ બધા બાળકો સીધા થઈ ગયા હતા ફાયદો થયો કે ન થયો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.