બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A young man working as a tailor in Mehsana went missing after writing a note of 'I AM QUIT'

પરિવાર ચિંતિત / 'I AM QUIT'ની ચિઠ્ઠી લખી મહેસાણામાં દરજી કામ કરતો યુવક થયો ગાયબ, વ્યાજખોરાના ત્રાસથી હતો પીડિત, ચિઠ્ઠી કંપાવનારી

Malay

Last Updated: 11:29 AM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mehsana News: વ્યાજખોરોના ત્રાસથી કંટાળી મહેસાણાના વડનગરનો યુવક ગાયબ, બે દિવસથી યુવાન ઘરે ન આવતા દુકાન ખોલીને જોતા મળી આવી ચિઠ્ઠી.

  • વ્યાજખોરોના ત્રાસથી યુવાન ગુમ 
  • ચિઠ્ઠી પર લખ્યું 'I AM QUIT' 
  • 'હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું'

ગુજરાતમાં હજુ પણ વ્યાજખોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હોવાના ભૂતકાળમાં અનેક બનાવો બની ચૂક્યા છે. ત્યારે મહેસાણાના વડનગરમાં વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી વડનગરમાં રહેતો અને દરજી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો યુવક ચિઠ્ઠી લખીને આત્મહત્યા કરવા જઈ રહ્યો હોવાનું કહીને ઘરેથી ગુમ થઈ ગયો છે. 'I AM QUIT' સાથે ચિઠ્ઠી લખી યુવક ગુમ થઈ જતાં પરિવારજનો અને પોલીસ બંને દોડતા થયા છે. 

વ્યાજખોરોના ત્રાસથી કંટાળ્યો વડનગરનો યુવક 
મળતી માહિતી અનુસાર, મહેસાણાના વડનગરમાં રહેતો હેમંત પ્રજાપતિ નામનો યુવક દરજી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. બે દિવસ અગાઉ યુવક દુકાને જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જોકે, મોડે સુધી યુવક ઘરે ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન દુકાન પણ બંધ જોવા મળી હતી. 2 દિવસ સુધી શોધખોળ કરવા છતાં તેનો કોઈ અત્તોપત્તો ન મળતા પરિવારજનોએ દુકાન ખોલી હતી. 

I AM QUIT સાથે ચિઠ્ઠી લખી યુવાન ગાયબ થયો
દુકાનમાંથી 'I AM QUIT' લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખેલું હતું કે, 'હું હેમંત પ્રજાપતિ વ્યાજખોરોના ત્રાસથી કંટાઈને આત્મહત્યા કરવા જઈ રહ્યો છું, હાલ હું કોઈનું નામ નથી લખતો બે દિવસની અંદર બધાના નામ સાથે કાગળ કવર દ્વારા પોલીસ સ્ટેશનમાં પહોંચી જશે.'

'મમ્મી-પપ્પા મને માફ કરજો'
તો ચિઠ્ઠીમાં વધુમાં લખવામાં આવ્યું હતું કે, 'મહેરબાની કરીને મારી ફેમીલીને કોઈએ હેરાન કરવી નહી, બધાના નામ, નંબર સાથે પોલીસ સ્ટેશનમાં કવર પહોંચી જશે. મારી બોડી મળે પછી વીમાના પૈસા પાસ થાય એટલે બધાને આપવા. મમ્મી પપ્પા મને માફ કરજો, ભાઈ-ભાઈ મને માફ કરજો, પ્રિયંકા, દિયા માફ કરજો. માનસી, ખુશી તમારા કાકાને માફ કરજો.' 

પોલીસે યુવકની હાથ ધરી શોધખોળ
દુકાનમાંથી ચિઠ્ઠી મળી આવ્યા બાદ પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે. પરિવારજનો દ્વારા આ મામલે પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસ દ્વારા યુવકની શોખધોળ હાથ ધરવામાં આવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ