બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / A village in the union territory whose townspeople vote in Gujarat

ઇલેક્શન 2022 / ભારતના કેન્દ્રશાસિત પ્રદેશનું એક એવું ગામ કે જેના નગરજનો કરે છે ગુજરાતમાં મતદાન! કારણ છે ચોંકાવનારું

Priyakant

Last Updated: 01:39 PM, 29 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે આપણે એક એવા ગામની વાત કરીશું જે ગામ આવે તો છે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ ત્યાંના લોકો મતદાન કરે છે ગુજરાતમાં

  • ગુજરાત ચૂંટણીમાં કેન્દ્રશાસિત પ્રદેશનું ગામ કરે છે મતદાન 
  • કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં આવેલુ મેઘવાલ ગામ
  • મેઘવાલ ગામ દક્ષિણ ગુજરાતના કપરાડા વિધાનસભા સીટનો ભાગ 

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રાજકીય પક્ષોના નેતાઓ મતદારોને રીઝવવામાં લાગ્યા છે. ત્યારે આજે આપણે એક એવા ગામની વાત કરીશું જે ગામ આવે તો છે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ ત્યાંના લોકો મતદાન કરે છે ગુજરાતમાં. આ ગામ એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં આવેલુ મેઘવાલ ગામ. 

ભારતના કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી દાદરા અને નગર હવેલી એક છે. જ્યાં આવેલું છે મેઘવાલ ગામ. આ ગામના લોકો ગુજરાતની ચૂંટણીમાં પોતાનો મત આપે છે. મેઘવાલ ગામ દક્ષિણ ગુજરાતના કપરાડા વિધાનસભા સીટનો એક ભાગ છે. જોકે આ પહેલા તે દક્ષિણ ગુજરાતના ધરમપુરનો એક ભાગ હતો. 

ગામમાં કેટલી વસ્તી છે ? 

ભારતને આઝાદી મળ્યા પછી પણ મેઘવાલ ગુજરાતનો હિસ્સો રહ્યો છે. જોકે ભૌગોલિક રીતે આ ગામ દાદરા અને નગર હવેલીમાં આવેલું છે. આ ગામમાં લગભગ 32 હજાર લોકોની વસ્તી છે. મેઘવાલ ગામ ઉપરાંત અન્ય ત્રણ ગામો નગર, રાયમલ અને બધુબન ભૌગોલિક રીતે દાદરા નગર હવેલી સાથે જોડાયેલા છે.

કપરાડા બેઠકનું શું છે ગણિત ? 

કપરાડા બેઠક વલસાડ જિલ્લા હેઠળ આવે છે. આ બેઠક પર હંમેશા આદિવાસી સમાજનું પ્રભુત્વ રહ્યું છે. આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા બે લાખ 60 હજાર 595 છે, જેમાં પુરૂષ મતદારો એક લાખ 32 હજાર 739 અને મહિલા મતદારો એક લાખ 27 હજાર 854 છે. બિન-આદિવાસી માટે આ બેઠક જીતવી મુશ્કેલ છે કારણ કે અહીં સ્થાનિક ઉમેદવાર જ જીતી શકે છે. કપરાડાની ચૂંટણીમાં ભારતીય ટ્રાયબલ પાર્ટી પણ સામેલ છે, તે કોઈપણ પક્ષના સમીકરણ બગાડી શકે છે. જોકે રાજ્યમાં કેટલીક આદિવાસી બેઠકો એવી છે કે જ્યાં હજુ પણ કોંગ્રેસનો કબજો છે.

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન, 8 તારીખે પરિણામ 

નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની  ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કામાં ગુજરાતમાં 89 બેઠકો પર મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. તમામ 182 વિધાનસભા બેઠકો માટે મતગણતરી 8 ડિસેમ્બરે થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ