બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / A unique tradition of stealing dung on Holi in Rajkot, youths and children steal dung, if they are caught they will get such a punishment

પરંપરા / રાજકોટમાં હોળી દિવસે છાણા ચોરવાની અનોખી પરંપરા, યુવાનો અને બાળકો કરે છે છાણાની ચોરી, પકડાઈ જાઈ તો મળે આવી સજા

Vishal Khamar

Last Updated: 08:40 PM, 6 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના આધુનિક જમાનામાં હોળી અને ધૂળેટીના તહેવારની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. જુના સમયથી ચાલતી પરંપરાઓ અને રીવાજો ઉત્સવોની વિવિધ ઉજવણી નવી પેઢીને આશ્ચર્ય પમાડે છે.

  • રાજકોટમાં હોળી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવતી હતી
  • પહેલાનાં સમયમાં છાણા ચોરીને હોળી કરવામાં આવતી હતીઃવડીલો
  • જૂના સમયથી ચાલતી પરંપરાઓ અને રીવાજો નવી પેઢીને આશ્ચર્ય પમાડે તેવા છે

હોળી માતા હોળી, છાણા લઈ ગયા ચોરી.આધુનિક જમાનામાં હોળી અને ધુળેટીના તહેવારોની ઉજવણી તો રંગેચંગે કરવામાં આવે છે. ત્યારે વડીલો પોતાના સમયમાં થતી હોળીની યાદ અપાવતા કહે છે. કે તેમના સમયમાં છાણા ચોરીને હોળી કરવામાં આવતી હતી. સ્થાનિકો પોતાના જુના સમયથી ચાલતી પરંપરાઓ અને રીવાજો ઉત્સવોની વિવિધ ઉજવણીને યાદ કરે છે જે નવી પેઢીને આશ્ચર્ય પમાડે છે.


બપોરે નિશાળેથી છુટ્યા બાદ ચોરીનો પ્લાન કરતા
35-40 વર્ષ પહેલા હોળીના 145 દિવસ પહેલા કિશોરો હોળી માટે છાણા ચોરવા નીકળી પડતા, નિશાળેથી બપોર છુટીને ચોરીનો પ્લાન કરતા તેમા પકડાતા તો માર પણ પડતો. બીજાની હોળીથી પોતાની હોળી મોટી દેખાડવા માટે છાણા એકઠા કરતા અને ગોઠવાતા હતાં.

ત્યારે સમગ્ર મામલે રણજીતભાઈ મુંઢવાએ જણાવ્યું હતું કે હિરણ્ય કશ્યપ નામનો એક રાજો હતો.જેને જંગલમાં તપ કરીને ભગવાન પાસેથી વરદાન લીધુ હતું.તેને વરદાન લીધુ હતું કે હું અમર થઈ જાવ.પણ ભગવાને કહ્યું કે તને અમર થવાનું વચન ન આપી શકું પછી.તેને વરદાન માંગ્યું કે ન ધરતી ઉપર કે ન તો આકાશ નીચે.નહીં ઘરમાં કે નહીં બાર.નહીં તો ઉનાળામાં કે ન તો શિયાળામાં.ન તો દેવી દેવતાઓના હાથે કે ન તો રાક્ષસના હાથે મારૂ મોત થાય,પછી ભગવાને તથાસ્તુ કહ્યું.

પછી રાજા હિરણ્ય કશ્યપના ઘરે ભગવાન વિષ્ણુના ભક્ત એવા પ્રહલાદનો જન્મ થયો.જ્યારે પ્રહલાદે ભગવાનની પૂજા શરૂ કરી તો હિરણ્ય કશ્યપે કહ્યું કે હું એક જ ધરતી પરનો ભગવાન છું.જેથી તુ બીજાની પૂજા ન કરે.પણ પ્રહલાદે ભગવાન વિષ્ણુની પૂજા ચાલુ રાખી.પ્રહલાદને મારવા માટે તેના પિતાએ ઘણા પ્રયાસ કર્યા પણ તમામ નિષ્ફળ રહ્યાં અંતે રાજા હિરણ્ય કશ્યપે તેની બહેન હોલીકાને કહ્યું કે તને અગ્નિનું વરદાન છે.તો તું હોળીમાં પ્રહલાદને તારા ખોળામાં લઈને બેસી જા અને તેને બાળી નાખ.

પણ ત્યારે પણ ભગવાન વિષ્ણુએ પ્રહલાદને બચાવી લીધો.બસ ત્યારથી જ આ હોળીની શરૂઆત થઈ અને આજે પણ લોકો હોળીનો તહેવાર ઉજવે છે.હોળીમાં જંગલમાંથી લાકડા લાવીને હોળી કરવામાં આવતી હતી.પણ હવે જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે.તેમ તેમ થોડા બદલાવ પણ આવી રહ્યાં છે.અત્યારે ગાયના છાણાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
રાજકોટમાં છાણા ચોરી કરીને હોળીની ઉજવણી કરવામાં આવે


ત્યારે રાજકોટમાં છાણા ચોરી કરીને હોળીની ઉજવણી કરવામાં આવે છે. રણજીતભાઈ મુંઢવાએ જણાવ્યું કે આ છાણાની ચોરી કરીને હોળીની ઉજવણી કરવા પાછળ પણ એક તર્ક છે. પહેલા જ્યારે છાણાની ચોરી કરવા માટે ગામના યુવાનો જતા અને પકડાઈ જતા તો તેઓને છાણાના માલિક દ્વારા ઢોરની રખેવારી કરવાની અને તેનું ધ્યાન રાખવાની સજા આપવામાં આવતી. આ વાત હોળી સાથે જોડાયેલી છે.
8-10 વર્ષના હતા ત્યારે અમે યુવાનો સાથે છાણા ચોરવા જતા
રણજીતભાઈએ કહ્યું કે અમે જ્યારે 8-10 વર્ષના હતા ત્યારે અમે યુવાનો સાથે છાણા ચોરવા જતા હતા. એક-બેવાર અમે પકડાઈ પણ ગયા છીએ. અને સજા પણ મળી છે. પણ આ આપણી હિન્દુ સંસ્કૃતિ છે.

ભરતભાઈ કુંડિયા

પહેલા છાણા ફ્રીમાં આપવામાં આવતા હતા
ભરતભાઈ કુંડિયાએ જણાવ્યું હતું કે છાણા અમે વર્ષોથી થાપીએ છીએ. હોળી આવે તેના 4 મહિના પહેલા છાણા થાપવાની શરૂઆત કરી દઈએ છીએ. પહેલા છાણા ફ્રીમાં આપવામાં આવતા હતા પણ અત્યારે ખોળ અને ઘાસચારોનો ભાવ વધી જતા ફ્રીમાં આપવુ ન પોષાય. અને આ પૈસા અમે છોકરાઓ પાછળ ખર્ચીએ છીએ.
જો કોઈ છાણા ચોરતુ પકડાઈ તો અમે તેના પરિવારને જાણ કરીએ છીએ
પહેલાના સમયમાં છાણા ચોરીને હોળી કરતા હતા.પણ હવે ધીમે ધીમે આ ઓછુ થઈ ગયું છે.તેમ છતાં અમે છાણાનું ધ્યાન રાખીએ છીએ.કારણ કે અમે આમાં ઘણી મહેનત કરતા હોઈ છીએ.જો કોઈ છાણા ચોરતુ પકડાઈ તો અમે તેના પરિવારને જાણ કરીએ છીએ.કારણ કે છાણા અમારે મફતમાં નથી થતા.અને એને સજા પણ આપીએ કે તે ઢોરનું નાના મોટુ કામ કરે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ