બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / A temple with national flag fluttering at its entrance has also made it to the Guinness Book of World Records.

ખોડલધામ પાટોત્સવ / એવું મંદિર જેના પ્રવેશદ્વાર પર ફરકે છે રાષ્ટ્રધ્વજ, ગિનિસ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પણ મળ્યું સ્થાન

Priyakant

Last Updated: 12:39 PM, 21 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે બેનમૂન શિલ્પ સ્થાપત્ય સાથે અને શાસ્ત્ર અનુસાર ભવ્યાતિભવ્ય ખોડલધામ મંદિરનું નિર્માણ

  • ખોડલધામનો આજે 7માં વર્ષમાં મંગલ પ્રવેશ થતાં પાટોત્સવની ઉજવણી 
  • ખોડલધામ એ એક એવું મંદિર જેના પ્રવેશદ્વાર પર ફરકે છે રાષ્ટ્રધ્વજ
  • ખોડલધામને ગિનિસ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પણ મળ્યું સ્થાન

પાટીદારોના આસ્થા સમાન ખોડલધામમાં આજે 7માં વર્ષમાં મંગલ પ્રવેશની ભવ્ય પાટોત્સવની ઉજવણી થઈ રહી છે. આ પાટોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે બેનમૂન શિલ્પ સ્થાપત્ય સાથે અને શાસ્ત્ર અનુસાર ભવ્યાતિભવ્ય ખોડલધામ મંદિરનું નિર્માણ કાર્ય કરાયું છે. 

ખોડલધામનો ઇતિહાસ 
રાજસ્થાનના ભરતપુર જિલ્લાના બયાના ગામ નજીક ખાણમાંથી નીકળતા બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી ખોડલધામ મંદિરનું નિર્માણ કરાયું છે. મંદિરની પહોળાઈ 252 ફૂટ, 5 ઇંચ છે. મંદિરની લંબાઈ 298 ફૂટ, 7 ઇંચ છે જ્યારે જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ 159 ફૂટ, 1 ઇંચ છે. ઓરિસ્સાના કારીગરોએ કંડારેલી 650 જેટલી મૂર્તિ ખોડલધામ મંદિરના મંડોવરથી શિખર સુધીમાં મૂકવામાં આવી છે. મંદિરમાં કુલ 238 પિલર અને 93 નંગ છત છે. પિલર, બિમ, તોરણ, છતની ડિઝાઈન એ બધું રાજસ્થાનના કારીગરોએ કંડાર્યું છે. ખોડલધામ મંદિરનો સમાવેશ મહામેરૂ પ્રાસાદમાં થાય છે.     

ફોટો સૌજન્ય: khodaldhamtrust

મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે થઈ ? 
ખોડલધામ મંદિરના પાંચ દિવસ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 17 જાન્યુઆરી થી 21 જાન્યુઆરી, 2017 સુધી ઉજવવામાં આવ્યો હતો. ખોડલધામ મંદિરમાં મા ખોડલ સહિત 21 દેવી-દેવતાઓની સ્થાપના કરવામાં આવી હતી. ખોડલધામ મંદિરમાં જગતી, પટેલ પેનલ, કણપીઠ, મંડોવર, ઘુમ્મટ, છત, પિલર, સામરણ વગેરેમાં બેનમૂન કલાકૃતિના દર્શન થાય છે.  

ફોટો સૌજન્ય: khodaldhamtrust

એશિયા બુક અને ઈન્ડિયા બુકમાં ઓફ રેકોર્ડ
આ પાંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 75 લાખથી વધુ ભક્તો ઉમટ્યા હતા. 1008 કુંડ હવનમાં, 6048 યજમાનો બેઠાં હતા જેની નોંધ એશિયા બુક અને ઈન્ડિયા બુકમાં ઓફ રેકોર્ડમાં કરવામાં આવી હતી.  પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસે લેઉવા પટેલ સમાજના 5,09,261 લોકોએ સમૂહ રાષ્ટ્રગાન ગાઇને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ખોડલધામ રથ પરિભ્રમણને પણ એશિયા બુક અને ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યું હતું. રાજકોટથી ખોડલધામ સુધીની શોભાયાત્રા યોજાઈ હતી તેને પણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.

ફોટો સૌજન્ય: khodaldhamtrust

શિલાપૂજન વિધિમાં 21 લાખથી વધુ લોકો જોડાયા હતા 
ખોડલધામ ખાતે 21 જાન્યુઆરી 2012ના રોજ શિલાપૂજન વિધિ કરવામાં આવી હતી. જેમાં 21 લાખથી વધુ લોકોએ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ભક્તિ દ્વારા એકતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. શિલાપૂજન વિધિ પ્રસંગે 24,435 યુગલોએ શિલાની પૂજા-અર્ચના કરી હતી. આ યુગલોએ એક જગ્યાએ હાથ મિલાવ્યા તે જ સમયે તે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું.

ફોટો સૌજન્ય: khodaldhamtrust

ખોડલધામ મંદિરમાં મા ખોડલની સાથે અન્ય 20 દેવી-દેવતાઓની મૂર્તિ
ખોડલધામ મંદિરમાં મા ખોડલની સાથે અન્ય 20 દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મંદિરના મંડોવરથી શિખર સુધી કુલ 650 જેટલી મૂર્તિ કંડારીને મૂકવામાં આવી છે. મંદિરની જગતીમાં રહેલી પટેલ પેનલમાં ધરતીપુત્ર પટેલની મૂર્તિઓ કંડારીને મૂકાઈ છે.  ભવ્ય મંદિરમાં મા ખોડિયારની મૂર્તિઓની સાથે મા અંબા, મા બહુચર, મા આશાપુરા, મા વેરાઇ, મા મહાકાળી, મા અન્નપૂર્ણા, મા ગાત્રાળ, મા રાંદલ, મા બુટભાવાની, મા બ્રહ્માણી, મા મોમાઈ, મા ચામુંડા, મા ગેલ અને મા શિહોરી, મા નાગબાઈ, મા હરસિદ્ધિ, વીર હનુમાનજી, ગણપતિજી, રામ-સીતા અને રાધા-કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.

ફોટો સૌજન્ય: khodaldhamtrust

વિશ્વનું પ્રથમ મંદિર કે જ્યાં ફરક છે રાષ્ટ્રધ્વજ 
ખોડલધામ એકમાત્ર એવું મંદિર છે જેની જગતીમાં કલાત્મક પટેલ પેનલ મૂકવામાં આવી હોય ખોડલધામ મંદિર વિશ્વનું પ્રથમ એવું મંદિર છે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. 

ખોડલધામ મંદિર કેમ અહી જ બન્યું ? 
વિગતો મુજબ ખોડલધામ મંદિર બનાવવા માટે ઘણી જગ્યાઓ જોઇ હતી. રાજકોટ અને જેતપુર વચ્ચે કાગવડ ગામની નજીક પણ જગ્યા જોઈ હતી. આ જમીન બધી રીતે અનુકૂળ લાગી હતી. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લેઉવા પટેલો હોવાથી, સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ હોવાથી બીજી બાજુ ભાદર નદીના કારણે પાણી મળી રહે તેવા હેતુથી અને 100 એકર જમીન એક સાથે મળી શકતી હોવાથી કાગવડ ગામ નજીક મા ખોડલનું મંદિર બનાવવાનું નક્કી કરાયું હતું.

ફોટો સૌજન્ય: khodaldhamtrust

ખોડલધામ મંદિર બનાવવાનો વિચાર કોણે આવ્યો ? 
સમગ્ર લેઉવા પટેલ સમાજની એકતાનું પ્રતિક નરેશભાઇ પટેલને 2002માં ખોડલધામ મંદિર બનાવવાનો વિચાર આવ્યો હતો. જ્યારે નરેશભાઇ પટેલની શિવોત્રી વાડીએ પાંચ-છ મિત્રો માટે બેઠા હતા, ત્યારે નરેશભાઇ પટેલે મિત્રોને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે, આવો એક મોટો લેઉવા પટેલ સમાજ, આટલી મોટી તાકાત છતાં સમાજ વેરવિખેર થઈ ગયો છે. જો આ સમાજ એકઠો થાય તો તાકાત અનેકગણી વધી જાય અને આ તાકાતનો ઉપયોગ સર્વ સમાજના નિર્માણ માટે થઈ શકે. વિચાર સારો હતો પરંતુ સવાલ એ હતો કે સમાજને એક તાંતણે બાંધવો કેવી રીતે ? અંતે મંદિર નિર્માણનો વિચાર સામે આવ્યો. મંદિર જ એવું સ્થળ બની શકે જેની નીચે સમાજ એકત્ર થઈ શકે. સમાજનું છત્ર મંદિર બની શકે.

ફોટો સૌજન્ય: khodaldhamtrust

બેનમૂન શિલ્પ સ્થાપત્ય અને શાસ્ત્ર મુજબ ભવ્ય મંદિરનું નિર્માણ 
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ નજીક બેનમૂન શિલ્પ સ્થાપત્ય અને શાસ્ત્ર મુજબ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે. ખોડલધામ મંદિર બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બયાના ગામની નજીકની ખાણમાંથી નીકળે છે. મંદિરની પહોળાઈ 252 ફુટ, 5 ઇંચ છે. મંદિરની લંબાઈ 298 ફુટ, 7 ઇંચ છે જ્યારે જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ 159 ફુટ, 1 ઇંચ છે. ખોડલધામ મંદિરની ટોચ પર એક 14 ફૂટ ઉંચો, 6 ટનનો સૂવર્ણ જડિત કળશ સ્થાપિત કરાયો છે. કલશની પાસે 40 ફૂટ ઊંચો ધ્વજદંડ મૂકવામાં આવ્યો છે. ધ્વજદંડ પર બાવન ગજની ધ્વજા લહેરાઈ રહી છે. 

ફોટો સૌજન્ય: khodaldhamtrust

ખોડલધામ મંદિરમાં જમીનથી 18 ફૂટ ઉપર જગતી (પ્લીન્થ) બનાવેલી છે તેની ઉપર 6 ફૂટ 5 ઇંચ સુધી કણપીઠ (મહાપીઠ) બનાવાઈ છે. શાસ્ત્રોક્ત રીતે કણપીઠમાં ગજથર, અશ્વથર, ગ્રાસથર અને નરથર લગાવવામાં આવે છે. જે ખોડલધામ મંદિરમાં પણ છે. કણપીઠમાં ગ્રાસથર પાંચમા નંબરનું લેયર છે. ગજ એટલે હાથી અને અશ્વ એટલે ઘોડો અને ગ્રાસ એટલે સદીઓ પહેલાં આપણે ત્યાં એક જળચર પ્રાણી હતું. જળનું આ પ્રાણી જમીન પર પણ રહી શકતું. સમય જતાં આ પ્રાણીઓ પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયા. 

ફોટો સૌજન્ય: khodaldhamtrust

કણપીઠમાં રહેલા નરથરમાં રામાયણ, મહાભારત અને ગીતાના પ્રસંગોને કંડારીને મૂકવામાં આવ્યા છે. રામાયણના પ્રસંગોના કોતરકામ માટે 37 પથ્થર, મહાભારતના પ્રસંગોનું કોતરકામ 15 પથ્થરમાં કરાયું છે. વ્યાસજી ગણપતિ પાસે મહાભારત લખાવે છે ત્યારથી લઈને પાંડવોના વનવાસ સુધીના પ્રસંગો આવરી લેવાયા છે. એવી રીતે શ્રીમદ્ ભાગવત ગીતાના ઘણા પ્રસંગોનું કોતરકામ 12 પથ્થરોમાં કરાયું છે. આમ નરથરમાં કુલ 72 જેટલા ગુલાબી પથ્થરોમાં રામાયણ, મહાભારત અને ગીતાના પ્રસંગોને કંડારીને મૂકાયા છે.

ફોટો સૌજન્ય: khodaldhamtrust

માંડોવર એટલે મંદિરની શંકુ દિવાલ જે બહારથી અભયારણ્યને આવરી લે છે. આ રીતે માંડાવર એટલે કે માથાના પાછળના ભાગથી ચિંજાના માથા સુધીના ભાગને માંન્ડોવર કહેવામાં આવે છે. ખોડલધામના મંદિરમાં મંદીર સાથે ડબલ પાકા મકાન છે. મંદિરની અંદર પાર્વતી, મહિસાસુર મર્દાનીની મૂર્તિઓ છે અને મા અંબા સહિત માતાજીની મૂર્તિઓ છે. ગણપતિ માંડોવરની કાઠીમાં બેઠા છે. જંગીમાં, મંદિરમાં વિષ્ણુના 10 અવતારો અને 24 સ્વરૂપો, સૂર્યનાં 12 સ્વરૂપો, સરસ્વતીનાં 8 સ્વરૂપો, બ્રહ્માજીનાં 4 સ્વરૂપો, પાર્વતીનાં 20, શિવજીનાં 12 સ્વરૂપો અને ભૈરવજીની ત્રણ-ત્રણ-પગની મૂર્તિઓ સજ્જ છે. આપણે ખોડલ ધામ મંદિરના પગથિયા ઉપર જતા નૃત્ય મંચમાં પહેલો ઘુમ્મટ આવે છે અને પછી ઉંબરો પાર કરીને અંદર પ્રવેશ કરીએ એટલે મુખ્ય ધુમ્મટના દર્શન થાય. ખોડલધામ મંદિરના મુખ્ય કલાત્મક ઘુમ્મટમાં 16 મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે, જેમાં ચાર ખૂણા, ચાર દિશાઓ અને આઠ સૂર્યના સ્વરૂપની પ્રતિમાઓનો સમાવેશ થાય છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ