બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / A student of Surat's Katargam committed suicide after getting bored due to honeytrap

આપઘાત / સુરતમાં હનીટ્રેપનો શૉકિંગ કેસ: આપઘાત કરનાર યુવકનો મોબાઈલ તપાસ્યો તો પરિવારના ઊડી ગયા હોશ, પોલીસ તપાસ શરૂ

Malay

Last Updated: 02:54 PM, 25 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના કતારગામના વિદ્યાર્થીએ હનીટ્રેપના કારણે કંટાળીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે હનીટ્રેપ ગેંગ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • કતારગામમાં ધો.12ના વિદ્યાર્થીનો આપઘાત
  • હનીટ્રેપના કારણે કંટાળી વિદ્યાર્થીનો આપઘાત
  • આરોપીએ વિદ્યાર્થી પાસેથી પડાવ્યા 9 હજાર 600 રૂપિયા

સુરતના કતારગામના ધોરણ 12ના વિદ્યાર્થીનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ટોળકીએ ધમકી આપતા વિદ્યાર્થીએ એપાર્ટમેન્ટના ધાબા ઉપરથી પડતું મૂકી આપઘાત કરી લીધો છે. આ ઘટનામાં ચોકબજાર પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.

17 વર્ષીય વિદ્યાર્થીએ લગાવી મોતની છલાંગ
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના કતારગામના ઘનમોરા પાસે રહેતા 17 વર્ષીય વિદ્યાર્થી ધો-12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. પહેલી માર્ચે તેણે એપાર્ટમેન્ટના ધાબા પરથી છલાંગ મારી દીધી હતી. જે બાદ માતા-પિતા 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ ગયા હતા. તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. સર્જરી કર્યા બાદ વિદ્યાર્થીનું 3 માર્ચએ મોડીરાતે મોત થયું હતું. જે તે સમયે ચોક બજાર પોલીસે અકસ્માત મોત નોંધ કરી તપાસ હાથ ધરી હતી. 

આરોપીએ વિદ્યાર્થીનો બનાવ્યો હતો અશ્લીલ વીડિયો
વિદ્યાર્થીની અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ પરિવારે જ્યારે તેનો મોબાઈલ તપાસ્યો હતો. આ દરમિયાન ફોનમાંથી જે મળી આવ્યું તે જોઈને મૃતક વિદ્યાર્થીના માતા-પિતા ધ્રુજી ઉઠ્યા હતા. તેઓ સીધા ચોકબજાર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. પોલીસે વિદ્યાર્થીનો ફોન તપાસતા સામે આવ્યું હતું કે, આરોપીઓ દ્વારા વિદ્યાર્થીને વીડિયો કોલ કરી અશ્લીલ હરકતો કરવા મજબૂર કરાયો હતો. સ્ક્રીન રેકોર્ડિંગ કરી વિદ્યાર્થીનો અશ્લીલ વીડિયો ઉતારી લેવાયો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરાયો હતો. આરોપીઓએ ટુકડે ટુકડે વિદ્યાર્થી પાસેથી 9,600 પડાવી લીધા હતા. ફોન પે એકાઉન્ટન્ટમાં પણ ટ્રાન્જેક્શનની વિગતો મળી આવી હતી. સાથે જ વિદ્યાર્થીને અલગ-અલગ 4 ફોન નંબરો પરથી સતત કોલ આવ્યા હતા. 

Topic | VTV Gujarati

મોબાઈલ ચેક કરતા સમગ્ર હકીકત આવી સામે
આ ટોળકીએ વધુ રૂપિયાની માંગણી કરતા કંટાળીને વિદ્યાર્થીએ મોતને વ્હાલું કરી લીધું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. હાલ ચોક બજાર પોલીસે હનીટ્રેપ ગેંગ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ