બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / A retired teacher from Ahmedabad lost 68 lakhs in a scramble to pay a light bill

ઠગાઈ / અમદાવાદના રિટાયર્ડ શિક્ષકે એક લાઇટ બિલ ભરવાના ચક્કરમાં 68 લાખ ગુમાવ્યા, તમે પણ આ ભૂલ કરતાં પહેલા ચેતજો

Malay

Last Updated: 03:06 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bopal cheating: બોપલના એક નિવૃત શિક્ષિકને વીજળીનું બિલ પડ્યું મોંઘું. બિહારની ટોળકીએ વીજળી બિલ ભરવાના નામે 68 લાખની કરી ઠગાઇ. પોલીસે પિતા-પુત્ર અને કાકાની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો. કેવી રીતે નિવૃત શિક્ષકની જીવનભરની કમાણી ઠગબાજો ખંખેરી નાખી? જોઈએ આ અહેવાલમાં...

 

  • વીજળી બિલ ભરવાના નામે 68 લાખની કરી ઠગાઇ
  • એની ડેસ્ક ડાઉનલોડ કરાવીને ઉપાડી લીધા લાખો રૂપિયા
  • સાયબર ક્રાઈમે 3 આરોપીની ધરપકડ કરી 

અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઇમના કેસમાં ઓચિંતો વધારો થયો છે અને ઓનલાઇન છેતરપિંડી આચરતી ઠગ ટોળકીએ હવે બોપલને સોફ્ટ ટાર્ગેટ બનાવ્યું છે. છેલ્લા એક મહિનાથી બોપલ વિસ્તારમાં સાયબર ક્રાઇમના ગુનાઓ વધ્યા છે ત્યારે વધુ એક ઠગાઈનો કિસ્સો બોપલ વિસ્તારમાં બન્યો છે. બોપલમાં નિવૃત શિક્ષક સાથે વીજબિલ ભરવાના નામે 68 લાખની છેતરપિંડી આચરવામાં આવતા પોલીસે બિહારથી 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. 

મોડી રાત્રે વોટ્સએપ પર આવ્યો હતો મેસેજ
ઘટનાની વિગતવાર વાત કરીએ તો બોપલ રહેતા નિવૃત શિક્ષક જયેશ માણેકના વોટ્સએપ પર મોડીરાત્રે એક મેસેજ આવ્યો હતો. જેમાં UGVCLનું બિલ ભર્યું ન હોવાથી લાઈટ બિલ કપાઈ જશે તેવો મેસેજ આવતા જ નિવૃત્ત શિક્ષિકએ મેસેજમાં આવેલા ફોન નંબર પર ફોન કર્યો હતો. જેમાં UGVCLના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી નિવૃત શિક્ષિક સાથે વાતચીત કરીને કહ્યું કે તમારું લાઈટ બીલ આજે રાત્રે કપાઈ જશે.

ખાતામાંથી ઉપાડી લીધા 68 લાખ રૂપિયા
ત્યારબાદ  નિવૃત શિક્ષિકે કહ્યું હતું કે, મેં ઓનલાઇન લાઈટ બિલ ભર્યું છે. જેની ઓનલાઇન સ્લીપ પણ મેસેજથી તેમને મોકલી આપી હતી, ત્યાર બાદ ઠગ ટોળકી નિવૃત શિક્ષકને વિશ્વાસમાં લઇ યોનો એપ અને એની ડેસ્ક ડાઉનલોડ કરાવીને ચાર દિવસમાં 68 લાખ રૂપિયા બેંકમાંથી ઉપાડી લીધા હતા. જે બાદ નિવૃત શિક્ષિકને આ અંગેની જાણ થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ ટેક્નિકલ સર્વેલન્સ આધારે ગ્રામ્ય સાયબર ક્રાઈમની ટીમે બિહારથી 3 આરોપીની ધરપકડ કરી હતી.

ત્રણ આરોપીની બિહારથી ધરપકડ
અમદાવાદ રૂરલના DYSP ભાસ્કર વ્યાસે જણાવ્યું કે, પોલીસે ધીરજ પ્રકાશ ચૌધરી, ગૌરવકુમાર ચૌધરી અને અનુરાગ ચૌધરીની ધરપકડ કરી છે. જે ત્રણેય આરોપીઓ પિતા-પુત્ર અને સગા કાકા થાય છે. આરોપીઓના ખાતામાં નિવૃત શિક્ષિકની જીવનભરની કમાણી જમા થઈ હતી. જોકે, 68 લાખના ઠગાઇ પૈકી આ ત્રણ આરોપીના ખાતામાં 4 લાખ રૂપિયા જમા થયા હતા. પકડાયેલ આરોપીઓએ બિહારની ઠગ ટોળકીના માસ્ટર માઈન્ડ ગેંગને ડમી ખાતા પુરા પાડતા હતા. 

ભાસ્કર વ્યાસ (DYSP, અમદાવાદ રૂરલ)

આરોપીને ખાતા પુરા પાડી મેળવતા હતા કમિશન
તેઓએ જણાવ્યું કે આ ત્રણેય બિહારમાં આધાર કાર્ડ સેન્ટર ચલાવે છે. જ્યાં મુખ્ય આરોપીને ખાતા પુરા પાડી કમિશન મેળવતા હતા સાથે જ આરોપીના મોબાઇલ રિચાર્જ પણ કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે આ ત્રણેય આરોપી પાસેથી મોબાઇલ, લેપટોપ, 64 હજારની રોકડ અને આધારકાર્ડ સહિતના કુલ 1.75 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ મુખ્ય આરોપી સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ